Svg%3E

ડાયાબિટીસના દર્દીઓને લીમડાના પાનનું સેવન કરવાની વણમાંગી સલાહ સૌથી પહેલા મળતી હોય છે. પરંતુ શું ખરેખર લીમડાના પાન ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે… જો આ પ્રશ્ન તમને પણ થતો હોય તો આજે તેનું સમાધાન તમને મળી જશે.

લીમડાના અનેક લાભ થાય છે પરંતુ તેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરી શકાય છે. માત્ર ડાયાબિટીસ માટે નહીં પરંતું માથાના વાળનો ખોડો દૂર કરવાથી માંડી શરીરની અનેક બીમારીને દૂર કરવાની ક્ષમતા લીમડામાં છે. તો ચાલો જાણી લો તમે આજે કે લીમડાના પાન કઈ કઈ બીમારીને દૂર કરી શકે છે.

લીમડાના પાનથી થતાં લાભ

कडी पत्ते के सेवन से चमत्कारी होने वाले फायदे. बालो का सफेद होना, खून की कमी,
image socure

લીમડાના પાનમાં ફંગસવિરોધી અને જીવાણુરોધી ગુણ હોય છે જે ત્વચા તેમજ વાળ માટે લાભદાયી છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી અને તેનો ઉપયોગ નહાવામાં કરવાથી વાળ અને ત્વચાનું સ્વાસ્થ્ય સુધરે છે.

પેઢાની સમસ્યા

પેઢામાં સમસ્યા હોય તો પણ લીમડાનો ઉપયોગ કરી શકાય છે. પેઢામાં સોજો હોય તો તેને દૂર કરવામાં તેમજ મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં પણ લીમડાના પાન ફાયદો કરે છે. લીમડાના પાનને વાટી તેને પેઢા પર લગાડી મસાજ કરવી અને 10 મિનિટ તેને રહેવા દેવું. પછી પાણીથી કોગળા કરી મોં સાફ કરી લેવું.

ડાયાબિટિસ માટે ઉપયોગી

ડાયાબિટિસના દર્દીઓ સંજીવની છે આ વસ્તુ, જાણો તેના ફાયદા અને ડાયટમાં સામેલ કરવાની રીત - GSTV
image socure

લીમડાના પાન ડાયાબિટિસના રોગીઓ માટે પણ લાભકારક છે. તેનાથી સુગર નિયંત્રિત થાય છે. ડાયાબિટિસના દર્દીઓએ નિયમિત રીતે લીમડાનો રસ પીવો જોઈએ.

કૃમિ નાશક

10 Wonderful Benefits and Uses of Neem: A Herb That Heals - NDTV Food
image socure

લીમડો કૃમિ નાશક છે. પેટમાં થતી કૃમિનો નાશ લીમડો કરે છે. સવારના સમયે ખાલી પેટ લીમડાના પાનનો રસ બે ચમચી નિયમિત પીવાથી કૃમિ દૂર થાય છે. પેટની કૃમિના કારણે જેનું વજન વધતું ન હોય તેમને પણ લીમડાના પાનનો રસ પીવાથી લાભ થાય છે અને વજન વધવા લાગે છે.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju