Categories: ક્રિકેટ

આઇપીએલ 2023: આઇપીએલ ઇતિહાસના સૌથી મજબૂત મહાન રેકોર્ડ, તેને તોડવો અશક્ય

2023: આઇપીએલમાં દર વર્ષે દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ મેદાન પર ઉતરે છે. જ્યારે આટલા મોટા ખેલાડીઓ લીગમાં રમે છે, ત્યારે રેકોર્ડબનાવવા અને તોડવામાં આવે તે સામાન્ય બાબત છે. આઇપીએલમાં આપણે બધાએ ઘણી વખત કેટલાક ખાસ રેકોર્ડ બનતા જોયા છે. આજે અમે તમને આવા જ કેટલાક રેકોર્ડ વિશે જણાવીશું જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી, ન તો કોઈ આ રેકોર્ડની આસપાસ પહોંચી શક્યું છે.

image socure

આઈપીએલમાં અત્યાર સુધી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ક્રિસ ગેલે 2013માં આરસીબી તરફથી રમતા પૂણે વોરિયર્સ સામે આ કારનામું કર્યું હતું. ગેલે આ મેચમાં 30 બોલ પર પોતાની સદી પૂરી કરી હતી.

image socure

ત્રણ વર્ષ પહેલા મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા સમયે અલઝારી જોસેફે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તરખાટ મચાવ્યો હતો અને 3.4 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. પોતાના સ્પેલમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અલઝારી જોસેફના નામે છે.

image socure

આઇપીએલમાં જ્યારે પણ સિક્સર ફટકારવાની વાત આવે છે ત્યારે ક્રિસ ગેલનું નામ સૌથી આગળ આવે છે. ક્રિસ ગેલે 2013માં પૂણે વોરિયર્સ સામે 17 છગ્ગા ફટકાર્યા હતા, જે અત્યાર સુધીની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર છે.

image socure

વિરાટ કોહલીએ દરેક ફોર્મેટમાં રન બનાવ્યા છે, આઇપીએલમાં પણ કોહલી એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વર્ષ 2016 આઈપીએલમાં તેમના માટે સર્વશ્રેષ્ઠ રહ્યું હતું. 16 મેચમાં તેણે 973 રન બનાવ્યા હતા, જે એક સિઝનમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલા સર્વાધિક રન છે.

imae socure

આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ કેએલ રાહુલના નામે છે. કેએલ રાહુલે 2018માં 14 બોલમાં અડધી સદી ફટકારી છે. રાહુલે 2018માં દિલ્હી કેપિટલ્સ સામે 14 બોલમાં 51 રન બનાવ્યા હતા.

image socure

દરેક બોલર માટે હેટ્રિક લેવી એ એક મોટું સપનું હોય છે. સતત ત્રણ બોલ પર ત્રણ વિકેટ લેવી ખૂબ જ મુશ્કેલ કામ છે. પરંતુ અમિત મિશ્રાએ આઇપીએલના ઇતિહાસમાં 3 હેટ્રિક લીધી છે, અમિત મિશ્રા આઇપીએલનો હાઇએસ્ટ હેટ્રિક બોલર છે.

Recent Posts

06 सितंबर 2026 राशिफल: जानें सभी 12 राशियों के लिए आज का दिन कैसा रहेगा

06 सितंबर 2026 राशिफल: जानें सभी 12 राशियों के लिए आज का दिन कैसा रहेगा… Read More

4 days ago

5 सितंबर 2026 राशिफल: जानें 12 राशियों का आज का भविष्यफल

5 सितंबर 2026 राशिफल: राशिफल 5 सितंबर 2026 का 12 राशियों का राशिफल ♈ मेष… Read More

5 days ago

4 सितंबर 2026 राशिफल: जानें 12 राशियों का भविष्य

4 सितंबर 2026 राशिफल 12 राशियों का भविष्य 4 सितंबर 2026 राशिफल में जानिए मेष… Read More

6 days ago

3 सितंबर 2026 राशिफल: जानिए 12 राशियों का आज का राशिफल

3 सितंबर 2026 राशिफल: जानिए 12 राशियों के लिए कैसा रहेगा आज का दिन **3… Read More

1 week ago

2 सितंबर 2026 राशिफल: जानें 12 राशियों का दैनिक भविष्यफल

2 सितंबर 2026 राशिफल 2 सितंबर 2026 राशिफल आपके लिए दिनभर के महत्वपूर्ण संकेत लेकर… Read More

1 week ago

01 सितंबर 2026 राशिफल — 12 राशियों का दैनिक राशिफल

🔮 01 सितंबर 2026 राशिफल 01 सितंबर 2026 राशिफल आपके लिए दिनभर के महत्वपूर्ण संकेत… Read More

1 week ago