Svg%3E

થોડાં વર્ષો પહેલાં પ્રાચીન ભારતની વિરાસતમાં રસ પડ્યો. પ્રકૃતિને ખૂબ નજીકથી જોવા અને સમજવા લાગ્યા. વિશ્વમાં જંકફૂડ અને ફાસ્ટફૂડનો વધેલો વ્યાપ અને તેને કારણે થતા નુકસાનને લીધે દિલ દ્રવી ઊઠ્યું. ભારતીય ખાણીપીણી સંસ્કૃતિનો અભ્યાસ કર્યો.

ખીચડી એક એવી વાનગી છે જે અનેક રીતે વિશિષ્ટ છે. નાના હતા ત્યારે ખીચડી ખાતા, પરંતુ ખીચડીમાં આટલી બધી શક્તિ છે કલ્પના નહોતી.

ગુજરાતી વઘારેલી ખિચડી (Vaghareli Khichdi in Gujarati Language)
image source

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ગોલકિયા સાહેબે ખીચડી અંગે ખાંખાંખોળાં કર્યાં . આગળ જતા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી એ પણ ખીચડી ઉપર સંશોધન કર્યું. કે, ખીચડી ગરીબ કે બિચારી નથી, એ તો મોટો વૈભવ છે.

10 હજાર વર્ષ પહેલાં ખીચડી હતી. આયુર્વેદ, ઋષિ-મુુનિઓ પણ ખીચડીની હિમાયત કરતા.

મગ અને ચોખા બંને અત્યંત પવિત્ર અને શક્તિશાળી ધાન્ય છે.

Paneer masala khichadi
image soucre

ખીચડી એ શુકનવંતો આહાર છે. ખીચડી માના દૂધ જેવી પવિત્ર છે. દેવ અને દેવીઓને પણ ખીચડી વહાલી છે. તેના અપાર અને અમાપ ગુણ છે. એ માત્ર ચાર કલાકમાં ડાયજેસ્ટ થઈ જાય છે. ખીચડી ખાવાથી મન પણ નિર્મળ થાય છે. આપણા ત્યાં કહેવત છે કે જેવું અન્ન, તેવું મન.

કહે છે કે, ભારતમાં જો જંકફૂડને બદલે ખીચડીનું પ્રચલન કરવામાં આવે તો ભારતની અનેક સમસ્યાઓ ઉકલી જાય.

માંદગી ઘટી જાય.

લોકોનાં તન અને મન સ્વસ્થ થાય.

આત્મહત્યાઓ ઘટી જાય.

બ્રહ્મ ખીચડીમાં વિવિધ પ્રકારનાં શાકભાજી હોય છે જે ખાનાર ને ભોજનના સંતોષની અનુભૂતિ કરાવે છે.
બીજું ફુદીના ખીચડી જે ઘણા રોગો મટાડે છે.

ખીચડી મારી લાડકવાયી - ગુજ્જુમિત્રો
image source

આપણી અનેક વાનગીઓ વિશિષ્ટ છે. દેશી હાંડવો 500 વર્ષ જૂનો છે. અનેક ચટણીઓ 100-150 વર્ષ જૂની છે. આ બધાં પોષક તત્વોનો ભંડાર છે. તેમનું કહેવું છે કે, ખીચડીમાં તો 16 પ્રકારનાં પોષક તત્વો હોય છે. તેમાં એનર્જી (280 કેલેરી), પ્રોટીન (7.44 ગ્રામ), કાર્બોહાઈડ્રેટ (32 ગ્રામ), ટોટલ ફેટ (12.64 ગ્રામ), ડાયેટરી ફાઈબર (8 ગ્રામ), વિટામીન એ (994.4 આઈયુ) વિટામીન બી 6 (0.24 મિલી ગ્રામ), વિટામીન સી (46.32 મિલી ગ્રામ), વિટામીન ઈ (0.32 આઈયુ), કેલ્શિયમ (70.32 મિલી ગ્રામ), આર્યન (2.76 મિલિ ગ્રામ), સોડિયમ (1015.4 મિલી ગ્રામ), પોટેશિયમ (753.64 મિલી ગ્રામ), મેગ્નેશિયમ (71.12 મિલી ગ્રામ), ફોસ્ફરસ (138.32 મિલી ગ્રામ) અને જીંક (1.12 મિલી ગ્રામ) હોય છે.

benefits of khichdi for good health - ખીચડી ખાવાથી આ રોગો થઇ જાય છે દૂર – News18 Gujarati
image soucre

ખીચડી માટીના વાસણમાં બનાવવામાં આવે તો તેની ગુણવત્તા અને સ્વાદ વધી જાય છે તેવું કહેવાય છે. જૂના કાળમાં લોકો માટીના વાસણમાં જ ખીચડી બનાવતા હતા.

તૈતરિય ઉપનિષદ ના એક શ્લોકનો હવાલો કહે છે કે, અન્ન બ્રહ્મ છે કારણ કે, અન્નથી જ દરેક પ્રાણી ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયા પછી અન્નથી જ તે જીવિત રહે છે અને છેલ્લે મરણ પશ્ચયાત પણ અન્નમાં જ પ્રવેશ કરી જાય છે.

ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, મનુષ્યના શરીરમાં હું જઠરાગ્નિ સ્વરુપે વસુ છું. તેમણે એમ પણ કહ્યું છે કે, આયુષ્ય, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનાર, સડો ન થાય અને સ્થિર રહે તેવો, હૃદયને વલોપાત ન કરાવે તેવો, રસાવાળો, ચીકાશવાળો હોય તેવા આહારના પદાર્થો સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે. આપણી ખીચડીમાં આ બધા ગુણ સામેલ છે.

Benefits Of Khichdi Do Not Underestimate Khichdi Know Other Health-benefits | Benefits Of Khichdi: ખીચડી વજન ઉતારવાની સાથે આ રોગમાં પણ છે ઔષધ સમાન
image source

એ સમય ખૂબ ઝડપથી આવશે કે લોકો સનાતન સત્યને સમજીને પાછા ભારતીય ખાણીપીણી તરફ પાછા વળશે. ખીચડી તેમાં સર્વોત્તમ છે એટલે લોકો ચોક્કસ ખીચડીમય બનશે. અને એ વખતે લોકોનું સ્વાસ્થ્ય સુધરશે. ભલે આપણે અત્યારે ખીચડીને ભૂલી ગયા છીએ પણ દેશ-વિદેશના અનેક વ્યંજનો કરતાં આપણી આ ખીચડી હજારો ગણી ચડિયાતી છે.

એક બાજુ કરોડો યુવાનો રોજ ફાસ્ટફૂડ ખાઈને પોતાનું આરોગ્ય બગાડી રહ્યા છે અને બીજી બાજુ તેઓ ખીચડી જેવા પરમ ખોરાકથી દૂર રહીને મોટું નુકસાન પણ વેઠી રહ્યા…!!

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju