બાગેશ્વર ધામ સરકાર એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજકાલ હેડલાઇન્સમાં છે. તાજેતરમાં જ તેમનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે નાગપુર સ્થિત એક અંધવિશ્વાસ વિરોધી સંગઠને તેમની કહેવાતી ચમત્કારિક શક્તિને પડકારી હતી. ત્યાર બાદ બાગેશ્વર સરકારના નિવેદનો હેડલાઇન્સમાં રહ્યા છે. તેમના ચમત્કારોની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે…
મધ્યપ્રદેશના બુંદેલખંડના છતરપુર વિસ્તારમાં રહેતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ મહારાષ્ટ્ર સ્થિત અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના પડકારનો જવાબ આપ્યો હતો.