Svg%3E

આમ તો આગ્રા સમગ્ર વિશ્વમાં તાજમહલ માટે ફેમસ છે. પરંતુ આ શહેરથી પાસે આવેલ એક નાનકડું ગામ તેની એક અજીબોગરીબ માન્યતાને કારણે ફેમસ થઈ ગયું છે. જ્યાં આખું ભારત ચાનું દિવાનું છે. ભારતની દરેક ગલી, નુક્કડ, ચાર રસ્તા, હાઈવે પર ચાની દુકાનો મળી જાય છે. પરંતુ આ ગામની વાત કરીએ તો અહીં ક્યાંય ચાની દુકાન નથી. આગ્રાથી 2 કિલોમીટર દૂર સ્થિત આ ગામનું નામ છે કુઆ ખેડા. અહીં તમને એક પણ ચાની દુકાન નહિ મળે. આ પાછળનું કારણ જાણીને તમને લાગશે કે આ ગામ હજી પણ વીસમી સદીમાં જીવે છે.Svg%3E

હકીકતમાં, આ ગામમાં દૂધ વેચવું પાપ છે. તેમનું માનવું છે કે, જો કોઈ દૂધ વેચશે, તો સમગ્ર ગામમાં મુસીબતોનો પહાડ તૂટી પડશે. સાથે જ તે શખ્સની સાથે કંઈ પણ અનહોની થશે. આ માન્યતાને પગલે છેલ્લા અનેક દાયકાથી અહીં દૂધ વેચવા પર પ્રતિબંધ છે. અને જો અહીં દૂધ નહિ મળે, તો અહીં ચાની દુકાન કેવી રીતે ચાલશે. કમાલની વાત તો એ છે કે, અહીં દરેક ઘરમાં તમને ગાય-ભેંસ બાંધેલી મળશે. મતલબ કે દૂધનું ઉત્પાદન તો થાય છે, પંરતુ તેનો વ્યવસાય કરવામાં નથી આવતો.

આ ગામમાં દૂધ વેચાતુ નથી. દૂધ તો દરેક ઘરમાં હોય છે, તેથી જે દૂધ બચી જાય છે, તેને બીજા ગામના લોકોને રૂપિયા લીધા વગર દાનમાં આપી દેવાય છે. આ વિશે ગામના પ્રધાન રાજેન્દ્ર સિંહનું કહેવું છે કે, આવું ગામમાં અનેક વર્ષોથી ચાલી આવી રહ્યું છે. જો કોઈ પણ આ નિયમને તોડે છે, તો તેની સાથે કંઈ પણ અનહોની થઈ જાય છે.

ભલે તમે આ બાબતને અંધવિશ્વાસનું નામ આપો, પણ સત્ય એ છે કે ગામના લોકોના આ નિયમને કારણે ગામમાં ચાની એકપણ દુકાન નથી.Svg%3E

જાટવ સમુદાયની બહુમતીવાળા આ ગામમાં વિશ્વ દૂધ દિવસ પર લોકો એકબીજાને દૂધ વહેંચીને સેલિબ્રેટ કરે છે. આ ગામમાં લગભગ 9000 લોકો રહે છે, અને લગભગ દરેક ઘરમાં એક ગાય છે. ગામના લોકોના જણાવ્યા અનુસાર, અહીં એક દિવસમાં દૂધ ઉત્પાદન 30,000 લિટરની આસપાસ થાય છે. કુઆ ખેડા ગામમાં માન્યતા છે કે, જેણે પણ દૂધ વેચવાનો પ્રયાસ કર્યો છે, તેને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અનેકવાર તો ગાય મરી જવાની પણ ઘટના બની છે.

આજુબાજુના ગામના લોકો કરે છે મોટી કમાણીSvg%3E

આ ગામની આસપાસના ગામના લોકો ડેરી બિઝનેસ કરીને સારી કમાણી કરી લે છે. તે ગામના લોકો દૂધ અને અન્ય પ્રોડક્ટ વેચે છે. તો બીજી તરફ કુઆ ખેડાના રહેવાસીઓ દૂધ દાન કરીને પોતે ગર્વની લાગણી અનુભવે છે અન કહે છે કે, દૂધ વેચવા માટે અમે બહારના લોકોને ક્યારેય ના પાડતા નથી.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju