બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારની ગણતરી બોલિવૂડના દિગ્ગજ કલાકારોમાં થાય છે. અક્ષય કુમાર તેની કોમેડી અને સારા સંદેશ સાથેની ફિલ્મો અને તેની ફિટનેસ માટે જાણીતા છે.તેમણે પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તે પોતાની ફિલ્મો માટે સારી એવી રકમ લે છે. જણાવી દઈએ કે અક્ષય કુમાર એક વર્ષમાં 4 થી 5 ફિલ્મો કરે છે.તમામ અભિનેતા અને અભિનેત્રીઓ તેમની સાથે કામ કરવા માંગે છે
પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બોલીવુડની કેટલીક સુંદરીઓ છે જે અક્ષય કુમાર સાથે કામ કરવા નથી માંગતી. આવો વાત કરીએ એ હિરોઈનની જેઓ અક્ષય સાથે કામ કરવાથી સંકોચ અનુભવે છે.
શિલ્પા શેટ્ટી
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની ફિટનેસ માટે જાણીતી છે. શિલ્પા શેટ્ટી એક સમયે અક્ષય કુમારની ગર્લફ્રેન્ડ હતી અને તેમનું અફેર ઘણા વર્ષો સુધી ચાલ્યું. ત્યારપછી અક્ષય અને શિલ્પાનું બ્રેકઅપ થયું અને ત્યારથી તેઓને સાથે ફિલ્મ કરવાની બિલકુલ ઈચ્છા નથી.
રવિના ટંડન
અક્ષય કુમાર પણ રવિના ટંડનને ડેટ કરી ચૂક્યા છે અને તેમની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. પરંતુ, પછીથી રવીનાએ અક્ષય સાથે બ્રેકઅપ કર્યું કારણ કે અક્ષય હવે બીજી હસીનાને ડેટ કરી રહ્યો હતો. આ જ કારણ છે કે અભિનેત્રીએ અક્ષય સાથે કોઈ ફિલ્મ નથી કરી અને ન તો તે કરવા માંગે છે.
દિશા પટણી
બોલિવૂડની જાણીતી અભિનેત્રી દિશા પટણી પણ ખિલાડી એટલે કે અક્ષય કુમાર સાથે કામ કરવા નથી માંગતી. એકવાર એક દિગ્દર્શકે તેને અક્ષયની વિરુદ્ધ કાસ્ટ કરી હતી, પરંતુ દિશાએ અંગત કારણોસર ફિલ્મ નકારી કાઢી હતી.
કંગના રનૌત
બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌતે પણ અક્ષય કુમાર સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. કંગનાને અક્ષય કુમાર સાથે ફિલ્મ રુસ્તમ કરવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેને તેમાં તેનો રોલ પસંદ ન હતો, તેથી તેણે આ ફિલ્મ નકારી કાઢી હતી.
રાની મુખર્જી
રાની મુખર્જી તેના સમયની સુપરસ્ટાર હિરોઈન રહી છે, આજે પણ તે ફિલ્મો કરે છે. તેણે પણ અક્ષય સાથે કોઈ ફિલ્મ કરી નથી. કારણ કે રાનીએ અક્ષય સાથે સંઘર્ષ અને આવારા પાગલ દીવાના જેવી ફિલ્મો કરવાની ના પાડી હતી. બાદમાં જ્યારે આદિત્ય ચોપરાએ અક્ષયની સામે રાની સાથે ફિલ્મ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ અક્ષયે એક્ટ્રેસ પર પોતાનો બદલો લીધો અને ફિલ્મ કરવાની ના પાડી દીધી.
મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More
ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More