અલગ અલગ મંદિરમાં મળતા અલગ અલગ પ્રસાદનું જાણો શું છે મહત્વ
આપણા દેશમાં કરોડો લોકો વસે છે અને તેઓ અનેક ઘણા ધર્મો અને પરંપરાઓનું પાલન કરે છે.આ જ કારણ છે કે દેશમાં હજારો મંદિરો,અને ધર્મો અને લાખો ધાર્મિક સ્થળ છે.
દરેક ધાર્મિક સ્થળની પોતાની પરંપરાઓ અને માન્યતાઓ હોય છે. તેવી જ રીતે વિવિધ ધાર્મિક સ્થળોએ મળતા પ્રસાદમાં પણ વિવિધતા હોય છે.
કેટલાક મંદિરોનો પ્રસાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે જેને વારંવાર ખાવા મન લલચાય છે.
તો સાથે જ કેટલાક મંદિરોમાં મળતા પ્રસાદ વિચિત્ર લાગે છે. તો ચાલો આજે જાણીએ વિવિધ પ્રકારના પ્રસાદ અને તેના મહત્વ વિશે.
ચોકલેટ પ્રસાદ
ચોકલેટનો પ્રસાદ સાંભળીને મન ખુશ થઈ જાય છે. તો જાણી લો કે કેરળના અલેપ્પીમાં બનેલા મંદિર થેક્કન પલાની બાલસુબ્રમણિયાના મંદિરમાં ભગનાન બાલામુરુગનને ચોકલેટનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને ખાસ વાત એ છે કે પ્રસાદમાં ભક્તોને પણ ચોકલેટ આપવામાં આવે છે.
ડ્રાય ફ્રૂટ કે મીસરીનો પ્રસાદ
માતા વૈષ્ણોદેવીના મંદિર ઉપરાંત અન્ય માતાજીના મંદિરમાં ભક્તો દર્શન કરવા જાય છે ત્યારે તેમના પ્રસાદમાં ડ્રાયફ્રૂટ્સ કે સાકર ધરવામાં આવે છે. આ પ્રસાદ જૂટની થેલીઓમાં આપવામાં આવે છે.
અન્ન બ્રહ્મ અથવા મહાપ્રસાદ
ભગવાનને અન્ન અથવા તો મહાપ્રસાદકા અર્પણ કરવામાં આવે છે. આ પ્રસાદની વિશેષતા એ છે કે તેને મંદિર પરિસરની અંદર જ રાંધવામાં આવે છે. ભગવાનને ધરાવ્યા બાદ આ પ્રસાદ ‘આનંદ બજાર’ માં વેંચવા માટે આવે છે.
મઠડી ઠોર
શ્રીનાથ દેવતાનું મંદિર જે રાજસ્થાનના નાથદ્વારમાં છે, તેને મથડી અથવા ઠોરનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ મીઠાઈને ઘીમાં તળવામાં આવે છે અને પછી ખાંડની ચાસણીમાં બોળી તેને મીઠી કરવામાં આવે છે.
શ્રીવારી લાડુ
શ્રીવારી લાડુનો પ્રસાદ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ પ્રસાદ તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરને અર્પણ કરવામાં આવે છે.
‘પોટુ’ નામના વિશેષ રસોડામાં આ પ્રસાદ ચણાના લોટ, ઈલાયચી, કાજુ, દેશી ઘી, ખાંડ અને કિસમિસનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.
આ પ્રસાદની સૌથી ખાસ વાત એ છે કે જીઆઈ એક્ટ 1999 હેઠળ આ લાડુને ભૌગોલિક સૂચક તરીકે ફૂડ આઈટમ્સમાં નોંધવામાં આવ્યા હતા. મંદિરના વિશેષ પૂજારીઓ મળીને આ પ્રસાદ તૈયાર કરે છે.
બાળ ભોગ
બાલ ભોગ પ્રસાદ મથુરાના વૃંદાવન સ્થિત બાંકે બિહારી મંદિરમાં ભક્તોને વહેંચવામાં આવે છે. આ જ પ્રસાદ લડ્ડુ ગોપાલ અને બાંકે બિહારીને પણ અર્પણ કરવામાં આવે છે. આ પ્રસાદમાં બટાકાની સૂકી સબજી, ચણાના લોટના લાડુ અને કચોરીનો સમાવેશ થાય છે.
નૂડલ્સ પ્રસાદ
કોલકાતાના ચાયનીઝ કાલી મંદિરમાં ચાઇનીઝ નૂડલ્સ, ચોપ સુય, શાકભાજી અને ચોખામાંથી બનાવેલો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ મંદિર કોલકાતાના ટાંગરા જે ચાઈનીસ વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યાં સ્થિત છે.
ઉંદરનો ચાખેલો પ્રસાદ
તમને ઉંદરનો ચાખેલો પ્રસાદ તેવું સાંભળવામાં વિચિત્ર લાગશે પણ તે સાચું છે. રાજસ્થાનના બીકાનેરના કરણી માતાના મંદિરમાં લોકો આ અનોખો પ્રસાદ મેળવવા માટે દૂર-દૂરથી આવે છે.
આ મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે કરણી માતાને દૂધનો પ્રસાદ ચઢાવ્યા પછી આ પ્રસાદ ઉંદરોને આપવામાં આવે છે. ઉંદર ચાખે ત્યારબાદ જ આ પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે.
ઉડી પ્રસાદ
શિરડીમાં સાંઈ બાબાના મંદિરના મુખ્ય પ્રસાદ તરીકે ઉડી આપવામાં આવે છે. આ પેકટમાં પૂજાનું લખાણ અને હવનની રાખમાંથી બનેલો પ્રસાદ હોય છે. સાંઇ ભક્તોને આ પ્રસાદમાં ખૂબ વિશ્વાસ હોય છે.
કહાડ પ્રસાદ
શીખ ધર્મમાં કહાડ પ્રસાદ અર્પણ કરવાની પ્રથા છે. ગુરુદ્વારાથી લઈ ધાર્મિક કાર્યક્રમોમાં મુખ્ય પ્રસાદ કહાડનો હોય છે.કેટલાક લોકો તેને હલવા પ્રસાદ પણ કહે છે.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More