આપણે સૌ શાકાહારી છીએં. આપણાથી હાથીનો પગ ખવાય? અને તે પણ ફ્લાહરમાં..? માળા હાળા અંગ્રેજોએ એક કંડમૂલનું નામ આપી દીધું “Elephant foot(Yam)”
આ નામ સાંભળીને ગભરાવાનું નથી… તે કંદમૂળ છે ” સુરણ ” તેનું બિલકુલ બટેટા જેવું શાક પણ થાય અને ફરાળી વાનગી પણ બને અને તે પણ સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર..! આ માટે વિડિયો જુઓ અને સમય મળ્યે જરૂર બનાવજો. બટેટા ચરબી વધારે છે સુરણ નહિ. આયુર્વેદમાં તેને શ્રેષ્ઠ આહાર માનવામાં આવ્યો છે. જાણીતા ભગવદ્દ કથાકાર સ્વ. પૂજ્ય ડોંદરેજી મહારાજ દરરોજ બાફેલા સુરણ સાથે ગૌમૂત્ર ખોરાકમાં લેતા.
ફાયદા:
૧. ચામડીના રોગોમાં ફાયદાકારક. ચામડીનું તેજ વધારે છે. કુષ્ઠ રોગ(કોઢ) વાળા માટે શ્રેષ્ઠ.
૨. સુરણમાં કેલશ્યમ, પોટેશ્યમ અને અનેક વિટામિન તથા પ્રોટીન તથા ફાઈબર(રેસા) સમાવિષ્ટ હોય છે. લોહી વર્ધક અને રક્ત સુધારક છે.
૩. ડાયાબિટીસના દર્દીઓ માટે બટેટાં ફાયદાકારક નથી પણ સુરણ શ્રેયકર છે.
૪. દરરોજ બટેટાની અવેજીમાં ખોરાકમાં લઈ શકાય છે.
૫. દિવસો સુધી સચવાઈ રહે છે. બગડતું નથી.
૬. ગર્ભવતી સ્ત્રીને પૂરતા પોષક તત્વોની જરૂર હોય છે તે સુરણ પૂરા પાડી શકે છે.
૭. બાફેલા સુરણનું પાણી ભાતના ઓસામણ અથવા બિટ અથવા ગાજર ના રસમાં ભેળવી તથા થોડા પ્રમાણમાં આદુનો રસ મેળવી બાળકને દરરોજ એક ચમચી આપવાથી બાળક શરીર તથા બુધ્ધિમાં તેજ થાય છે.
૮. ઊંધિયા ના શાકમાં વપરાય છે.
ગમે અને ફાવે તો સુરણ અજમાવજો.
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More
બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More