ગર્ભાસ્થા પછી બાળકના જન્મ બાદ ઘણી મહિલાઓને સ્તનમાં દૂધ ઓછું આવે છે, અથવા તો બિલકુલ આવતું નથી? આ સમસ્યા માતા માટે પીડાદાયક બને છે. નવજાત બાળક માટે માતાનું દૂધ સર્વોત્તમ માનવામાં આવે છે. પરંતુ કેટલીક મહિલાઓના સ્તનમાં દૂધની ખામીના કારણે બાળકને દૂધ પ્રાપ્ત નથી થતું.
જેને લીધે માતાના દૂધમાંથી મળતા બાળક માટે જરૂરી પોષકતત્ત્વોથી બાળક વંચિત રહી જાય છે. માતાનું દૂધ બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ ફયદાકારક અને પોષણક્ષમ છે. વધુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન હોય છે.
માનું પ્રથમ ઘાટું દૂધ બાળકને અનેક બીમારીઓ સામે લડવા માટે શક્તિ આપે છે. જ્યારે બાળકને જરૂરી માત્રામાં માનું દૂધ પ્રાપ્ત ન થાય ત્યારે બાળકનું વજન ઘટવા લાગે છે. આવો માતાના સ્તનમાં દૂધ વધારવા માટે ક્યા ખાધ્ય પદાર્થો લઇ શકાય છે તે અંગે જાણીએ.
લીલા શાકભાજી
લીલાપાનવાળા શાકમાં ખનીજ, આયર્ન અને કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. જે સ્ત્રી સ્તનપાન કરાવે છે તે લીલા શાકભાજી લઇ શકે છે. પાલક, મેથી, સરસો વગેરે. તેમજ બીજા અન્ય શાક જેમકે કોબીજ, બ્રોકોલી સ્તનપાન કરાવતી માતા માટે યોગ્ય માનવામાં આવે છે. પાલકમાં વિટામિન-એ રહેલું હોય છે જે બાળકના સ્વાસ્થ્યના વિકાસ માટે સારું માનવામાં આવે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શાકાહાર કરતા લોકો માટે કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. પાલકમાં ફેલેટ પણ હોય છે જે લોહીની ઊણપ દૂર કરે છે.
ડ્રાય ફ્રૂટ
કાજુ, બદામ અને પિસ્તા વગેરે ડ્રાય ફ્રૂટમાં પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન પ્રચુર માત્રામાં રહેલું હોય છે. આ સુકામેવા લેવાથી સ્તનમાં દૂધની ઊણપ ઓછી થાય છે. આ સુકામેવાને દૂધમાં મિક્સ કરીને પણ લઇ શકાય છે.
મેથીના બી
મેથીના બીમાં પ્રચુર માત્રામાં ઓમેગા-૩ પ્રાપ્ત થાય છે. તે બાળક અને મા બંને માટે ફયદાકારક હોય છે. તે બાળકના મગજના વિકાસ માટે ઉત્તમ ગણાય છે.
જીરું
દૂધની ઊણપને દૂર કરવાની સાથે -સાથે જીરું પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તેમજ એસિડિટી અને પેટ ફુલવાથી રાહત આપે છે. જીરામાં કેલ્શિયમ અને રાઇબોફ્લેવિન પ્રચુર માત્રામાં હોય છે. જિરાનું પાણી બનાવીને પણ પી શકાય છે.
સુવા
સુવાના પાન આયર્ન , મેગ્નેશિયમ, અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. એવું માનવામાં આવે છે કે સુવાથી સ્તનમાં દૂધની ખામી દૂર થાય છે. પાચનક્રિયા તેમજ ગેસમાં રાહત મળે છે તેમજ સારી ઊંઘ આવે છે. વડીલો સ્તન પાન કરાવતી માતાને સુવાનું પાણી પિવાની સલાહ આપતા હોય છે.
દૂધી, તુરિયા, ટીંડોળા
દૂધી, તુરિયા, ટીંડોળા જેવાં શાક દૂધની ખામી દૂર કરવામાં મદદ કરે છે. તેમજ આ શાકમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે. તેમજ આ શાક પૌષ્ટિક અને સરળતાથી પચી જાય છે.
ગાજરનો જ્યૂસ
ગાજરના જ્યૂસમાં વિટામિન-એ હોય છે જે મહિલાઓના દૂધના ઉત્પાદનમાં સહાયક બને છે. આ ઉપરાંત તેમાં બિટાકેરોટિન હોય છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓ જ્યૂસ અથવા સુપ પી શકે છે.
ખસખસ
ખસખસ સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ઉત્તમ માનવામાં આવે છે. તે સારી ઊંઘ આપે છે તેમજ તેમાં રહેલું આયર્ન એનિમિયા સામે રક્ષણ આપે છે. બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે છે. અને ચહેરા પર ચમક લાવે છે.
પાણીસ્તનપાન કરાવતી માતાએ દીવસમાં 11.5 લીટર જેટલું પાણી પીવું જોઇએ.કેમકે માતાનું શરીરે ડીહાઇડ્રેટ રહેવું ખૂબ જરૂરી છે.સ્તનપાન પહેલા અથવા સ્તનપાન પછી 1 ગ્લાસ પાણી ફરજીયાત પીવું જોઇએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ગુજ્જુની ધમાલ
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More