સીરિયા અને તુર્કીમાં 7.9ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી છે. ભૂકંપ એટલો ભયાનક હતો કે યુરોપના ગ્રીસ અને મધ્ય પૂર્વના લેબેનોન-સીરિયામાં અનુભવાયો હતો. આ ભૂકંપથી સૌથી વધુ નુકસાન સીરિયા અને તુર્કીને થયું છે. બંને દેશોમાં આવેલા ભૂકંપના કારણે 200થી વધુ લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભયંકર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અહીં અનેક ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે. બિલ્ડિંગના કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. ઘટના સ્થળે બચાવ ટીમો હાજર છે. ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં ક્યાંકને ક્યાંક ઇમારતો ધરાશયી થતી જોવા મળી રહી છે, તો કેટલાક વાહનો કાટમાળના કારણે તૂટી ગયા છે. ચાલો તસવીરોમાં જોઇએ તુર્કી અને સીરિયામાં ભૂકંપ બાદની સ્થિતિને.
સોમવારે વહેલી સવારે દક્ષિણ-પૂર્વીય તુર્કી અને સીરિયામાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ કારણે અનેક ઇમારતો ધરાશાયી થઇ ગઇ હતી. જાણકારી મુજબ સીરિયા અને તુર્કીમાં ભૂકંપના કારણે 200થી વધુ લોકોના મોત થયા છે. કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. 900થી વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે. મોતનો આંકડો હજુ વધવાની આશંકા છે.
તુર્કી અને સીરિયામાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં ઈમારતોની અંદર ફસાયેલા લોકો મદદની આજીજી કરતા જોવા મળ્યા છે. આ ભૂકંપનું કેન્દ્ર તુર્કી-સીરિયાની સરહદથી લગભગ 90 કિલોમીટર દૂર તુર્કીના શહેર ગાઝિયાન્ટેપની ઉત્તરે હતું. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગાને ટ્વિટ કરીને કહ્યું કે ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં શોધ અને બચાવ ટીમો સતત કામગીરી કરી રહી છે. અમે આશા રાખીએ છીએ કે અમે ઓછામાં ઓછા જાનમાલના નુકસાન સાથે મળીને આ હોનારતમાંથી બહાર આવીશું.
જાણો ભૂકંપ બાદ પણ અહીં લગભગ 6 આંચકા અનુભવાયા છે. તુર્કીના ગૃહ પ્રધાન સુલેમાન સોયલુએ કહ્યું છે કે લોકોએ ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં ન જવું જોઈએ, સાવચેતી રાખવી જોઈએ. બિલ્ડિંગના કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની અમારી પ્રાથમિકતા છે. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.
તુર્કીમાં, મલાત્યા પ્રાંતના ગવર્નર હુલુસી સાહિને માહિતી આપી હતી કે ત્યાં ઓછામાં ઓછી 130 ઇમારતો ધરાશાયી થઈ છે. આ સાથે જ દિયરબાકીર સિટીમાં ઓછામાં ઓછી 15 ઇમારતો ધરાશાયી થઇ છે. આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ સીરિયામાં સીરિયન સિવિલ ડિફેન્સે જણાવ્યું હતું કે બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારોમાં સ્થિતિ વિનાશકારી છે. કાટમાળ નીચે ઘણા લોકો દટાઈ ગયા છે. લોકોને ખુલ્લી જગ્યામાં રહેવાનું કહેવામાં આવ્યું છે.
યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્રગાજિયાન્ટેપથી લગભગ 33 કિલોમીટર દૂર હતું. અનેક પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયા બરફના તોફાનની ચપેટમાં છે. આ પહેલા તુર્કીમાં વર્ષ 1999માં ભયંકર ભૂકંપ આવ્યો હતો, જ્યારે 17 હજારથી વધુ લોકોના મોત થયા હતા.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More