સંસારમાં દરેક વ્યક્તિ માટે તેના શરીરમાં રક્ત હોવું આવશ્યક હોય છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં રક્તની કમી હોય તો તેના શરીરમાં અન્ય વ્યક્તિનું લોહી ચઢાવવામાં આવે છે. આપણને હંમેશા એવું જ લાગે છે કે, દુનિયામાં સૌથી મોંઘુ લોહી માનવ લોહી જ છે, પરંતુ એવું નથી. સમુદ્રમાં રહેતા એક જીવનું રક્ત દુનિયામાં સૌથી વધુ મોંઘું છે. આ જીવનું નામ હોર્સશુ છે, જેમાં ભૂરા રંગનું લોહી મળી આવે છે. તેના લોહીમાં એવા ત્તત્વ મળી આવે છે, જે ઓક્સિજનને શરીરના તમામ ભાગોમાં લઈ જાય છે. આ લીલા લોહીના ઉપયોગથી શરીરમાં રહેતા હાનિકારક બેક્ટેરીયા વિશે માલૂમ કરી શકાય છે. આ કારણે તેના લોહીની કિંમત લગભગ 10 લાખ રૂપિયા પ્રતિ લીટર છે. આ પ્રજાતિ 45 કરોડ વર્ષોથી પૃથ્વી પર જીવિતું છે.
વિજ્ઞાન આપણા માટે વરદાન છે. આજે વૈજ્ઞાનિકો દિવસરાત મહેનત કરીને એવા દવાઓ બનાવે છે, જે માણસોની ગંભીર બીમારીઓથી બચાવે છે. પંરતુ આ જ વિજ્ઞાન કોઈ બીજા જીવ માટે અભિશાપ પણ છે. આ અભિશાપ તેમના માટે મોત લઈને આવે છે. કંઈક આવું જ થઈ રહ્યું છે કેકડાઓની પ્રજાતિની સાથે. ઉત્તરી અમેરિકાના સમુદ્રમાં હોર્સશુ કેકડા મળી આવે છે. તેનો આકાર ઘોડાની નાળની જેમ હોય છે. તેથી તેને હોર્સશૂ ક્રેબના નામથી ઓળખવામાં આવે છે. જોકે, તેનું વૈજ્ઞાનિક નામ Limulus Polyphemus છે. આ કેકડાને માણસો માટે વરદાનરૂપ માનવામાં આવે છે. પરંતુ તેની ખૂબી એ છે કે, આ જ ખૂબી અભિશાપ બની ગઈ છે. હવે આ જીવની માત્રા પણ ઓછી થઈ રહી છે.
ખૂન માટે થાય છે ખૂન
માનવામાં આવે છે કે હોર્સશૂ ક્રેબ આ ધરતી પર છેલ્લા 45 હજાર વર્ષોથી છે, અને સદીઓથી તેમનામાં કોઈ બદલાવ આવ્યો નથી. અન્ય પ્રાણીઓની જેમ તેનું લોહી લાલ નહિ, પરંતુ ભૂરું હોય છે. આવું એટલા માટે કે, તેના લોહીમાં માનવીય લોહીની જેમ હિમોગ્લોબિલન અને આયર્ન નથી હોતું, પરંતુ હીમોસ્યાઈનિન નામનુ ત્તત્વ હોય છે. જે લીલો રંગ આપે છે. હીમોસ્યાઈનિન શરીરમાં ઓક્સિજનને પહોંચાડવાનું કામ કરે છે.
આ હોર્સશૂના લોહીની એક ખાસિયત એ છે કે તે ખરાબ બેક્ટીરિયાની સટીક ઓળખ કરે છે. માનવીય શરીરમાં જે દવાઓનો ઉપયોગ થાય છે, તેમાં રહેલા હાનિકારક બેક્ટેરીયાની ઓળખ કરવા માટે તે સક્ષમ છે. આ માટે તેનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે. સાથે જ તેની દવાઓના ખતરા અને દુષ્પ્રભાવોની માહિતી પણ મળે છે. આ કારણોથી જ તેનું લોહી 10 લાખ રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. તેનું લોહી કાઢવા માટે દર વર્ષે અંદાજે 5 લાખ કેકડાઓની મારી નાખવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, આ લોહી કાઢવાની પ્રક્રિયા બહુ જ ખૌફનાક હોય છે. જેમાં જીવતા કેકડાને સ્ટેન્ડમાં ફીટ કરીને તેમના મોઢામાં સીરિન્જ ભોંકીને પાઈપના માધ્યમથી ધીરે ધીરે લોહી કાઢવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વધુ લોહી નીકળી જવા પર કેકડાઓની મોત થવા લાગે છે. જે કેકડા બચી જાય છે, તેમને પાણીમાં ફરીથી છોડી દેવાય છે.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More