બોલીવૂડની આ અભિનેત્રીઓ પાસે છે પુષ્કળ પૈસો સંપત્તિની બાબતે ભલભલા સુપરસ્ટાર્સને પાછળ મુકી દે છે

બોલીવૂડ બેકગ્રાઉન્ડ ન ધરાવતા આશાસ્પદ યુવાનોએ તેમાં પ્રવેશવા માટે ઘણા બધા અવરોધોનો સામનો કરવો પડે છે. હા તેમના માટે બોલીવૂડ બેકગ્રાઉન્ડ ધરાવતા નવોદિતોની સરખામણીએ પ્રવેશ ઘણો અઘરો હોય છે પણ એ કમાલ માત્ર એક જ ફિલ્મ પુરતી અસર કરે છે ત્યાર બાદ તો તમારી ટેલેન્ટ જ તમને આગળ વધારે છે. અહીં નસીબ તો કામ કરે જ છે પણ તમારામાં લોકોને આકર્ષિત કવરાનો જાદૂ પણ હોવો જોઈએ.

પહેલાંના જમાના કરતાં આજે અભિનેત્રિઓને પણ તેમના પાત્ર પ્રમાણે રૂપિયા મળે છે. હા મહિલા પુરુષના વેતનમાં ઘણો બધો તફાવત છે જ પણ જ્યાં અભિનેત્રિનું પાત્ર મુખ્ય હોય ત્યાં તેને જ સૌથી વધારે વેતન મળે છે જે આપણે ફિલ્મ પદ્માવતમાં જોઈ લીધું. તેમ છતાં આ સ્ત્રી-પુરુષની વચ્ચેની વેતન અસમાનતાને લઈને માત્ર બોલીવૂડમાં જ નહીં પણ હોલીવૂડમાં પણ વિરોધ તો જોવા મળે જ છે.


તાજેતરમાં પરિણિતિ ચોપરાને પુછવામા આવ્યું કે અભિનેતા-અભિનેત્રી વચ્ચેના વેતન તફાવત વિષે તમારું શું કહેવું છે. ત્યારે તેણીએ જવાબ આપ્યો કે અમે લોકો અમારી વધારાની કમાણી એન્ડોર્સમેન્ટ દ્વારા કરી લઈએ છીએ. તેની આ વાત બિલકુલ સાચી છે. તમે જોયું હશે કે ઘણી અભિનેત્રીઓ આજે પડદા પર નથી દેખાતી તેમ છતાં પણ તેઓ જાહેરાતોમાં કામ કરીને લાખોની કમાણી કરી લે છે. આમ તેઓ તેમની ઇંકમ બેલેન્સ કરી જ લે છે.

એટલે કહી શકીએ કે ભારતીય અભિનેત્રીઓ પણ અભિનેતાઓથી કંઈ કમ નથી. આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણીબધી અભિનેત્રીઓ છે જે સંપત્તિના મામલામાં ભલભલા સુપરસ્ટાર્સને હંફાવી રહી છે તો ચાલો જાણીએ આ અભિનેત્રીઓ વિષે.

કેટરીના કૈફ


કેટરીના કૈફ છેલ્લા બે-ત્રણ વર્ષથી ફિલ્મોમાં જોવા નથી મળી પણ તેણી ટીવીના પરદે તો નવા-નવા એન્ડોર્સમેન્ટ કરતી જોવા મળી જ જાય છે. તમને જણાવી દઈએ કે તેણી એક એડ શૂટના એક દિવસના 4-5 કરોડ રૂપિયા વસુલે છે. કેટરીનાની અત્યાર સુધીની કમાણી જોતાં તેણીની કુલ સંપત્તિ 10 મિલિયન ડૉલર કરતા પણ વધારે છે.

કાજોલ


કાજોલ ભાગ્યે જ અમુક વર્ષે એક ફિલ્મ કરી રહી છે તેમ છતાં તેણીએ જે પણ કમાણી અત્યાર સુધીમાં કરી હતી તેનું એટલું વ્યવસ્થિત રીતે રોકાણ કરવામા આવ્યું છે કે આજે તેણી 16 મિલિયન ડૉલરની સંપત્તિ પોતાના નામે ધરાવે છે. જેને ભારતીય રૂપિયામાં ફેરવવામાં આવે તો તે લગભગ 114 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

અનુષ્કા શર્મા


અનુષ્કા શર્માના વિરાટ કોહલી સાથેના સંબંધો અને ત્યાર બાદ તેમના લગ્નએ ખુબ જ ચર્ચા જગાવી છે. અને એક ક્રિકેટરની પત્ની હોવાથી અને ખાસ કરીને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની પત્ની હોવાથી તેમજ સુપ્રસિદ્ધ બોલીવૂડ અભિનેત્રી અને પ્રોડ્યુસર હોવાથી તે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
તેની નાનકડી કેરિયરમાં તેણીએ ઘણો રૂપિયો કમાવ્યો છે. તેની હાલની સંપત્તિ 25 મિલિયન ડૉલરની છે. જેમાં ઉત્તરોત્તર વધારો જ થતો રહે છે. તેણી એક ફિલ્મના 10-12 કરોડ રૂપિયા વસૂલે છે.

ઐશ્વર્યા રાય બચ્ચન


ઐશ્વર્યા રાય બચ્ચને છેલ્લે ફન્ને ખાનમાં કામ કર્યું હતું. તેણી હાલ ઘણી ઓછી ફિલ્મો કરે છે. તેમ છતાં તેણી એક ઇન્ટરનેશનલ સ્ટાર છે અને તેણી વિશ્વની મોટી-મોટી બ્રાન્ડને એન્ડોર્સ કરી રહી છે.

તેણી એક એક ફિલ્મના 9થી 10 કરોડ રૂપિયા ફી વસૂલે છે. આ ઉપરાંત તે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ભારતનું તેમજ લોરિયલ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત તેણી એક દિવસની એડ શૂટના 5થી 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

દિપીકા પદૂકોણ


આજના સમયમાં દિપીકા પદૂકોણ સૌથી વધારે કમાણી કરતી અભિનેત્રી છે. તેણીની કુલ સંપત્તિ 45 મિલિયન ડૉલર કરતાં પણ વધારે છે. તેની દર વર્ષની કમાણી 21 કરોડ કરતાં પણ વધારે છે. તેણી એક ફિલ્મના 15 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

દીપીકા પદૂકોણ બોલીવૂડની સૌથી વધારે ફી વસૂલતી અભિનેત્રી છે. તેણી એક એન્ડોર્સમેન્ટની એડ શૂટના એક દિવસના 7.5 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે જે. તમને જણાવી દીએ એન્ડોર્સમેન્ટના મામલામાં દિપીકા બોલીવૂડના સુપરસ્ટાર્સ શાહરુખ, સલમાન, આમિર, અમિતાભ, રનબીર કપૂર કરતાં પણ આગળ છે.

માધુરી દીક્ષીત


90ના દાયકામાં લાખો ભારતિયોના હૃદય પર રાજ કરનારી માધુરી દીક્ષીત આજે ભલે ગણીગાંઠી જ ફિલ્મો કરતી હોય પણ તેની પાસે આજની તારીખમાં ઢગલાબંધ એન્ડોર્સમેન્ટ, રિયાલીટી શોઝ છે આ ઉપરાંત તે પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે જેની હેઠળ તે મરાઠી ફિલ્મોનું નિર્માણ કરે છે.

માધુરી આજે તેની ચાલીસીમાં છે તેમ છતાં તેટલી જ મોહક અને સુંદર લાગી રહી છે. તેણીની કુલ સંપત્તિ 35 મિલિયન ડૉલર કરતાં પણ વધારે છે.

પ્રિયંકા ચોપરા


પ્રિયંકા ચોપરા આજે એક ઇન્ટરનેશનલ સ્ટાર થઈ ગઈ છે. તેણીના હાથમાં હાલ બે હોલીવૂડ પ્રોજેક્ટ્સ અને એક બોલીવૂડ ફિલ્મ છે આ ઉપરાંત અગણિત એન્ડોર્સમેન્ટ તો ખરા જ. તેણીની કુલ સંપત્તિ 40 મિલિયન ડૉલરની છે. તેણી એક ફિલ્મના 12 કરોડ રૂપિયા ફી વસુલે છે. બોલીવૂડની આ અભિનેત્રીઓ પાસે છે પુષ્કળ પૈસો સંપત્તિની બાબતે ભલભલા સુપરસ્ટાર્સને પાછળ મુકી દે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

Recent Posts

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

7 days ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

1 week ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 week ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 week ago

અમિતાભ બચ્ચન: યુઝરે કહ્યું- ‘સૂઈ જાઓ, તમે વૃદ્ધ થઈ છો’, બિગ બીએ આપ્યો યોગ્ય જવાબ !!

બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More

1 week ago

WTC ફાઇનલ: જો ફાઇનલ ડ્રો થાય તો કોણ વિજેતા બનશે? જાણો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કયા બોલનો ઉપયોગ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More

1 week ago