લગ્નમાં કે પછી કોઈ પ્રાઇવેટ ઇવેન્ટ પર પણ બોલીવુડ સેલિબ્રિટીની હાજરી આજકાલ ફેશન બની ગઈ છે. આ સ્ટાર્સ જે પાર્ટી કે ઇવેન્ટમાં સામેલ થઈ જાય છે એ ઇવેન્ટની રોનક જ વધી જાય છે. આ જ કારણ છે કે ઘણા લોકો પોતાના લગ્નમાં આ સ્ટાર્સને લાખો કરોડો રૂપિયા આપીને બોલાવે છે જેથી એમના લગ્ન કે પાર્ટીને લોકો વર્ષો સુધી યાદ રાખે. પણ શું તમે જાણો છો શાહરૂખ ખાન, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા અનવ કેટરીના કેફ જેવા આ જાણીતા કલાકારો પોતાની એક પરફોર્મન્સ માટે કેટલા પૈસા ચાર્જ કરે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે જો તમે આ સ્ટાર્સને તમારી પાર્ટીમાં બોલાવવા માંગતા હોય તો તમારે કેટલા પૈસા ખર્ચ કરવા પડશે.
શાહરુખ ખાન.
કિંગ ખાનના ફેન્સ ઇન્ડિયામાં જ નહીં આખી દુનિયામાં છે. પોતાની લોકપ્રિયતાને જોતા શાહરુખ કોઈપણ ઇવેન્ટમાં સામેલ થવાના 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને જો એમને પરફોર્મ કરવાનું કહેવામાં આવે તો આ ફિસ વધી ને 7થી 8 કરોડ રૂપિયા થઈ જાય છે. ખબરોનું માનીએ તો દુબઈની એક હોટેલમાં 30 મિનિટના પરફોર્મન્સ માટે શાહરુખ ખાને 8 કરોડ રૂપિયા લીધા હતા.
અક્ષય કુમાર.
ખિલાડી અક્ષય કુમારની તો આખી દુનિયા દિવાની છે. આમ તો અક્ષય આ પ્રકારના ઇવેન્ટ ઓછા અટેન્ડ કરે છે અને જો ઇવેન્ટ મોડી રાત્રે ન હોય તો જ અગ્રી થાય છે. કારણ કે એમને મોડી રાત્રે ઘરની બહાર રહેવું ગમતું નથી. એ કોઈ ઇવેન્ટમાં સામેલ થવા માટે 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને જો એમની પાસે ડાન્સની ડિમાન્ડ કરવામાં આવે તો તે 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. કોઈ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે અક્ષય 8 થી 1પ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
કેટરીના કેફ.
ઇવેન્ટ્સ અને પાર્ટીઝમાં એકટર કરતા વધારે તો એક્ટ્રેસની ડિમાન્ડ હોય છે. એમની પરફોર્મન્સ અને ડાન્સ જોવું લોકો વધુ પસંદ કરે છે. વાત જો શીલા કી જવાની…એટલે કે કેટરીના કેફના ડાન્સ મુવ્સની કરવામાં આવે તો લોકો સાંભળતા જ દીવાના થઈ જાય છે. કેટરીના કોઈ ઇવેન્ટમાં ડાન્સ પરફોર્મન્સ માટે 2.5 કરોડ રૂપિયા લે છે. જ્યારે બ્રાન્ડ પ્રમોશન માટે ઓછામાં ઓછા 5 થી 6 કરોડ રૂપિયા લે છે.
રણવીર સિંહ.
પોતાની એનર્જી, જોશ અનવ ફેશન લુકસ માટે આખી ઇન્ડસ્ટ્રીમાં જાણીતા રણવીર સિંહ કોઈ ઇવેન્ટમાં સામેલ થવા માટે 70 લાખ રૂપિયા લે છે, પણ આ માઉન્ટ ફક્ત ઇવેન્ટમાં સામેલ થવાની છે. જો એમની પાસે ડાન્સ પર્ફોર્મન્સ પણ કરાવવાનું હોય તો એ 1 કરોડ રૂપિયા એક્સ્ટ્રા લે છે.
કરીના કપૂર.
બેબો એટલે કે કરીના કપૂરના સુંદરતા પર આખી દુનિયા ઘાયલ છે. કરીના કોઈ ઓફીસ કે દુકાનના ઉદ્દઘાટન માટે 30 થી 60 લાખ રૂપિયા લે છે. પણ જો એમને પાર્ટીમાં બોલાવવી હોય તો 1 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. અને જો ડાન્સ પણ કરાવવો હોય તો આ ફી વધીને 1.5 કરોડ રૂપિયા થઈ જશે.
સલમાન ખાન.
બોલિવુડના દબંગ ખાન ઘણા વર્ષોથી લોકોના લગ્ન અને પાર્ટીઓમાં પરફોર્મ કરી રહ્યા છે અને લોકોની સૌથી ફેવરિટ ચોઇસમાં પણ સામેલ છે. એમનું નામ સાંભળતા જ એમનો ખાસ અંદાજ લોકોની આંખો સામે આવી જાય છે. સલમાન કોઈ પાર્ટીમાં ડાન્સ કરવાના 1.25 થી 2 કરોડ રૂપિયા લે છે.
અનુષ્કા શર્મા.
કેપટન કોહલીની પત્ની અનુષ્કા શર્મા કોઈ પાર્ટીમાં સામેલ થવાના 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે અને ડાન્સ માટે 70 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તો કોઈ બ્રાન્ડ પ્રમોશન માટે અનુષ્કા 25 થી 40 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
પ્રિયંકા ચોપરા.
હોલીવુડ અને બોલિવુડમાં ડંકો પાડનારી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા જે આજકાલ હોલીવુડ પ્રોજેકટમાં વધુ ધ્યાન આપી રહી છે તે આજે પણ ઇવેન્ટ્સમાં બોલાવવામાં આવનારી સૌથી ચર્ચિત કલાકાર છે અને પાર્ટી અને ઇવેન્ટમાં સામેલ થવા માટે એ 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
સની લિયોની.
બોલીવુડની બેબી ડોલ સની લિયોનીનું નામ સાંભળતા જ એમની એક ઝલક જોવા માટે લોકો ઉતાવળા થઈ જાય છે. લગ્ન કે પાર્ટીમાં 30 મિનિટથી ઓછા સ્ટેજ પરફોર્મન્સ માટે સની 25થી 35 લાખ રૂપિયા લે છે.
ઋત્વિક રોશન
ઇન્ડસ્ટ્રીના અમુક ઉમદા ડાન્સર- એક્ટરમાંથી એક ઋત્વિક રોશનનો અંદાજ જ એટલો જબરદસ્ત હોય છે કે કોઈપણ એમને એમના ફંક્શનમાં બોલાવવાની ઈચ્છા રાખે. ઋત્વિકની કોઈ પાર્ટીમાં એક પરફોર્મન્સની કિંમત 2.5 કરોડ રૂપિયા છે.
રણબીર કપૂર.
રણબીર કપૂર એક ડાન્સ પરફોર્મન્સ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
મલાઈકા અરોરા.
મલાઈકા અરોરા જ્યારે સ્ક્રીન પણ આઈટમ ડાન્સ કરે છે ત્યારે એમના ડાન્સ મુવ્સથી ખબર નહિ કેટલાના દિલ ધડકી ઉઠે છે, તો વિચારો એમને લાઈવ પરફોર્મન્સ કરતા જોવું એ કેવો અનુભવ હશે. મલાઈકા બીજા સ્ટાર્સની સરખામણીએ સસ્તી પણ છે અને એક પરફોર્મન્સના 25- 35 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More