વિશ્વમા ઘણા એવા સ્થળો અને ગામો આવેલા છે જે તેની ભવ્યતા અને આગવી ઓળખના કારણે ચર્ચામાં રહે છે. ગામમાં રહેતા લોકોને મળતી વૈભવી સુવિધાને કારણે તેની ઓળખ વિશ્વના સુદર ગામ તરીકે થતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ ગામ એવુ પણ હોય કે જ્યાં વિશ્વની સૌથી વૈભવી સુવિધા મળતી હોવા છતા લોકો રહેવા તૈયાર ન હોય. જી હા દોસ્તો આવુ જ એક ગામ છે ઉત્તરર કોરિયામાં જ્યાં મળતી સુવિધા તો કોઈ ફાઈવસ્ટાર હોટલથી કમ નથી પણ ત્યાં રહેવા કોઈ તૈયાર નથી. ઉત્તર કોરિયાના કિજોંગ-ડોંગ ગામ આવુ જ એક ગામ છે. કે જેની સુંદરતાના કેસમાં આ ગામનો કોઈ તોડ નથી, પરંતુ અહીંયા કોઈ વ્યક્તિ રહેવા તૈયાર નથી. આ ગામમાં આલીશાન બિલ્ડિંગ, સાફ-સુથરા રસ્તા, પાણીની ટાંકી, વિજળી, સ્ટ્રીટ લાઈટ સહિત તમામ પ્રકારની સુવિધાઓ છે. છતા પણ કોઈ અહિયા રહેવા તૈયાર નથી. તો ચાલો જાણીએ કે આખરે આ ગામમાં એવુ તે શું છે કે કોઈ રહેવા તૈયાર નથી.
યુદ્ધ વિરામ દરમિયાન આ ગામને બનાવવામાં આવ્યુ
તમને જણાવી દઈએ કે, કિંજોગ-ડોંગ ગામ સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાન મિલિટ્રીરહિત ઝોનમાં સ્થિત છે. વર્ષ 1953માં કોરિયન વોર બાદ થયેલ યુદ્ધ વિરામ દરમિયાન આ ગામને બનાવવામાં આવ્યુ હતુ. ઘણા લોકો આ ગામને પ્રોપગેંડા વિલેજ પણ કહે છે. લોકોનું આ માનવુ છે કે, આ ગામનું નિર્માણ એ માટે કરાવવામાં આવ્યુ છે કે જેથી ઉતર કોરિયામાં રહેતા લોકોને એવુ લાગે છે કે, અહીંયાના લોકોની લાઈફ ખૂબ જ લગ્ઝરી છે.
કિજોંગ-ડોંગનો ઈતિહાસ
કિજોંગ-ડોંગ ગામના નિર્મણનો કિસ્સો પણ ઘણો રસપ્રદ છે. વાસ્તવમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની વચ્ચે જ્યારે કોરિયાઈ યુદ્ધની અનૌપચારિક સમાપ્તિ થઈ, તે જ સમયે આ ગામનુ નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ સુધી ચાલેલા આ યુદ્ધમાં 30 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. આ બંને દેશને અલગ કરનાર ક્ષેત્રને ડિમિલિટ્રાઈઝ એરિયાના રૂપમાં ઓળખવામાં આવે છે. યુદ્ધ દરમિયાન બંને દેશોએ અહીંયા પોતાના નાગરિકોને હટાવી દીધા હતા.
આ ગામના લોકોને વિશેષ ઓળખાણપત્ર આપવામાં આવ્યુ
યુદ્ધ વિરામની જાહેરાત સમયે એ નક્કી કરવામાં આવ્યુ હતું કે, બંને દેશ સીમા પર માત્ર એક જ ગામને અકબંધ રાખી શકે છે અથવા ફરી નવું ગામ વસાવી શકે છે. એવામાં દક્ષિણ કોરિયાએ પોતાની સીમામાં હાજર ફ્રીડમ વિલેજના રૂપમાં ઓળખવામાં આવતા ડાઈસોન્ગ-ડોંગને અકબંધ રાખ્યું. અહીંયા પર લગભગ 226 લોકો રહે છે. એટલુ જ નહી આ ગામના લોકોને વિશેષ ઓળખાણપત્ર આપવામાં આવ્યુ છે અને રાત્રે 11 વાગ્યા બાદ કર્ફ્યૂ લાગી જાય છે.
લોકોમાં ભ્રમ પેદા કરવા દરરોજ ઘરમાં લાઈટ ચાલુ કરવામાં આવે છે
બીજી તરફ ઉત્તર કોરિયાએ પીસ વિલેજના રૂપમાં એક નવુ ગામ કિજોંગ-ડોંગનું નિર્માણ કરાવ્યુ. આ ગામને લઈને ઉત્તર કોરિયાનો એવો દાવો છે કે, અહીંયા પર 200 નિવાસી છે. બાળકો માટે કિંડરગાર્ડન, પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ સિવાય અહીંયા રહેતા લોકો માટે હોસ્પિટલ પણ છે, પરંતુ જાણકારોના મત પ્રમાણે આ ગામ એકદમ સુનસાન છે અને અહીંયા કોઈ રહેતુ નથી. લોકોમાં ભ્રમ પેદા કરવા માટે દરરોજ ઘરમાં લાઈટ ચાલુ કરવામાં આવે છે અને રસ્તા પર સફાઈકર્મી ઝાડુ લગાવતા નજર આવે છે, પરંતુ આ ગામમાં રહેનાર લોકો ક્યાંરેય જોવા મળતા નથી.
મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More
ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More