ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ની ઓસ્કરમાં ભારતની એન્ટ્રી બની

ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ (છેલ્લો શૉ)ને ઓસ્કર અવૉર્ડ્સ માટે ભારતની ઑફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મે આ વર્ષની સુપરહિટ ફિલ્મો એવી એસ. એસ. રાજામૌલિની ‘RRR’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પણ પાછળ છોડી દીધી છે. હવે આ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ ફિલ્મ આવતા વર્ષે અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા ‘એકેડમી અવૉર્ડ્સ’ યાને કે ‘ઓસ્કર અવૉર્ડ્સ’માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ’ની કેટેગરીમાં વિશ્વભરની ફિલ્મો સાથે સ્પર્ધામાં ઊતરશે. ભારતમાં 14 ઓક્ટોબરે આ ‘છેલ્લો શૉ’ ફિલ્મ રિલીઝ થશે.

image socure

સ્વાભાવિક રીતે જ સૌને આશા હતી કે પશ્ચિમના દેશોમાં લોકોને ઘેલું લગાડનારી અને બોક્સ ઑફિસ પર ટંકશાળ પાડનારી એસ. એસ. રાજામૌલિની મેગ્નમ ઓપસ ફિલ્મ ‘RRR’ની જ ઓસ્કર માટે પસંદગી થશે. તેની સાથે કાશ્મીરી પંડિતોની વેદનાને વાચા આપતી અને બોક્સ ઓફિસ પર સરપ્રાઇઝિંગ રીતે સુપરહિટ જનારી વિવેક અગ્નિહોત્રીની અનુપમખેર-પલ્લવી જોશી સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિલેક્ટ થવાના પણ નક્કર ચાન્સ હતા.

ભારતની ઓસ્કર માટેની ઓફિશિયલ એન્ટ્રી બનવા માટે તેલુગુ રોમેન્ટિક હિટ ફિલ્મ ‘શ્યામ સિંઘા રોય’ પણ રેસમાં હતી. આ ફિલ્મમાં કીર્તિ સુરેશ, સાઈ પલ્લવી, નાની જેવાં સ્ટાર્સ હતાં. જ્યારે મલયાલમ સુપરસ્ટાર ફહાદ ફાસિલની સર્વાઇવલ ડ્રામા ફિલ્મ ‘મલયાંકુંજુ’ પણ ઓસ્કર એન્ટ્રી બનવાની દોડમાં હતી. પરંતુ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જ્યુરીએ ફાઇનલી એક ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ પર પસંદગીનો કળશ ઢોળ્યો.

image soucre

નવ વર્ષના બાળક સમય (ભાવિન રબારી)ની વાર્તા કહેતી આ ફિલ્મ ‘છેલ્લો શૉ’ સિનેમાને પ્રેમપત્ર છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામ ચલાલાના એક નાનકડા સિનેમા હૉલના પ્રોજેક્શનિસ્ટ ફઝલ (ભાવેશ શ્રીમાળીની સાથે દોસ્તી કેળવીને ફિલ્મો જોનારા બાળકના સિનેમા પ્રત્યેના લગાવની આ દાસ્તાન છે. આ ફિલ્મની વાર્તા 1988માં આવેલી ખ્યાતનામ ઇટાલિયન ફિલ્મ ‘સિનેમા પેરેડિસો’ની યાદ અપાવે છે. આ ફિલ્મ પણ તે વર્ષનો બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો ઓસ્કર જીતી હતી.

image socure

નલિન પંડ્યા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મમેકર છે. તેમણે બનાવેલી ‘સમ્સરા’, ‘વેલી ઑફ ફ્લાવર્સ’, ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસિસ’ જેવી ફિલ્મોએ વિશ્વ સિનેમાના તખ્તા પર મજબૂત જગ્યા બનાવી છે. અત્યાર સુધીમાં તેમણે બનાવેલી ફીચર લેન્થ, શોર્ટ અને ડૉક્યુમેન્ટરી ફિલ્મોનો ટોટલ 21 જેટલો થાય છે.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 weeks ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 weeks ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 weeks ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 weeks ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 weeks ago