આપણે આપણા ઘરને આપણી સગવડ પ્રમાણે સાફ સફાઈ કરતા હોઈએ છીએ. ઘણા એવા લોકો હશે જેમણે પોતાના ઘરમાં સાફ સફાઈ માટે બાઈ આવતી હોય છે અને અમુક લોકો પોતાના ઘરમાં જાતે જ સાફ સફાઈ કરતા હોય છે.
તમે ભલે ઘરમાં રોજ સાફ સફાઈ કરતા હશો પણ અમુક એવી જગ્યા કે વસ્તુઓ હોય છે જે સાફ કરવાના રહી જાય છે અથવા આપણને એવું લાગતું હોય છે કે એ વસ્તુઓ કે જગ્યા રોજ સાફ કરવી પડે એટલી જરૂરી નથી.પણ આજે અમે તમને જણાવીશું કે એવી ઘણી વસ્તુઓ કે જગ્યા છે જે તમારે દરરોજ સાફ કરવી જ જોઈએ.
૧ ઘરનો મુખ્ય દરવાજો :
ઘરનો મુખ્ય દરવાજો તમારે નિયમિત સાફ કરવો જોઈએ. આમ કરવાથી ઘરમાં પોઝીટીવ એનર્જી આવે છે અને ઇન્ફેકશન થવાનો ડર પણ રહેતો નથી.
૨. ડીશ ટુવાલ :
ડીશ અથવા વાસણ કોરા કરવા માટે જે રૂમાલ કે કપડાનો તમે ઉપયોગ કરતા હોવ તેને પણ રોજ ધોવામાં લેવો જોઈએ. આ એટલા માટે કરવાનું કે જયારે તમે વાસણ કોરા કરો છો તો જે તે વાસણ પર રહેલ કીટાણું એ રૂમાલમાં કે કપડા પર લાગે છે. બસ એ કીટાણું એ ક્યાય ફેલાય નહિ એટલા માટે તમારે એ ટુવાલ પણ રોજ બદલવા અને ધોવા જોઈએ.
૩. રસોડું અને બાથરૂમ :
રસોડું અને બાથરૂમની ટાઈલ્સ અને દિવાલો દરરોજ સાફ કરવી જોઈએ. ઘરમાં સૌથી વધુ ગંદકી આ બે જ જગ્યાએ થતી હોય છે. એટલા માટે શક્ય હોય તો પ્રયત્ન કરો કે આ બે જગ્યાઓ દરરોજ સાફ થાય અને બની શકે એટલા સારા એન્ટી બેક્તીરીયલ લીક્વીડથી સાફ કરો જેથી ઘરમાં રહેતા પરિવારજનોને કોઈપણ બીમારી થાય નહિ.
૪. રીમોટ કંટ્રોલ :
રીમોટ ભલે ટીવીનું હોય કે એસીનું એને દરરોજ સાફ કરવું જ જોઈએ આમ એટલા માટે કે આખો દિવસ ઘરના લગભગ દરેક વ્યક્તિ એ રીમોટ હાથમાં લેતા જ હોય છે અને બાળકો તો ગંદા હાથથી પણ વાપરતા હોય છે. અને તેના પર અનેક કીટાણું અને જીવાણું લાગેલા હોય છે તો કોઈને પણ ઇન્ફેકશન લાગે નહિ અને બીમાર ના થાય એટલા માટે દરરોજ તમારે રીમોટ સાફ કરવા જોઈએ.
૫ : પર્સના પટ્ટા/ હેન્ડલ :
જો તમે ફીમેલ છો તો તમારા દરરોજ વપરાશમાં આવતા પર્સને અને તેના હેન્ડલને જરૂર સાફ કરો. આના સિવાય પર્સના નીચેના ભાગને પણ સાફ કરો કારણ કે પર્સ કે બેગ આપણે ઘણી વાર એમજ જમીન પર મૂકી દેતા હોઈએ છીએ.
આટલી તકેદારી રાખશો તો તમારા ઘરમાં બીમારીઓ ઓઅછી આવશે અને ડોક્ટરની મુલાકાત ઓછી લેવી પડશે. બધાનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમારા બીજા મિત્રો સાથે પણ આ ઉપયોગી માહિતી શેર કરો.
મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More
विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More
चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More
जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More
अमिताभ बच्चन को उनकी लंबी फिल्मोग्राफी और ऑन-स्क्रीन करिश्मा के लिए एक जीवित किंवदंती कहा… Read More
रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More