આ થીમ પર બનેલા કૉફીબારની જીવનમાં એકવાર મુલાકાત જરૂર લેજો…

પુસ્તકો માણસના એટલા સારા મિત્રો છે કે, તેવી દોસ્તી માણસને બીજે ક્યાંય નહિ મળે. જ્યાં સુધી પુસ્તકો પાસે હોય છે, તો માણસ ક્યારેય કંટાળતો નથી. અને માણસ કંટાળે પણ કેમ. તેમાં દુનિયાની અચંબિત પમાડે તેવી કેવી કેવી વસ્તુઓ હોય છે. જરા વિચાર કરો કે, મનને આરામ આપે તેવું કાફે હોય, જ્યાં તમે ચા કે કોફીની ચુસ્કી લેતા લેતા ઢગલાબંધ પુસ્તકોના પાના પલટાવી શકો છો. તો આજે અમે તમને ભારતના એવા કેટલાક કાફે વિશે બતાવીશું, જ્યાં તમે તમારા મિત્રો કે એકલા જ પુસ્તકો વાંચીને સમય વિતાવી શકો છો.

કિતાબખાના, મુંબઈ

image source

મુંબઈના કોલાબામાં ફ્લોરા ફાઉન્ટેનની પાસે આવેલી આ જગ્યા પર તમે એકવાર જશો, તો તમને પરત આવવાનું મન નહિ થાય. જ્યારે તમે કિતાબ ખાનાની જૂની બિલ્ડિંગ તરફ આગળ વધશો તો તમને એક અલગ જ અહેસાસ થશે. મોટો હોલ અને બધી જગ્યાએ માત્ર પુસ્તક અને પુસ્તકો જ જોવા મળશે. તમે થોડા આગળ જશો, તો એક નાનકડું કાફે દેખાઈ આવશે. પુસ્તકોની ખરીદી કર્યા બાદ તમે અહી એક ચાની ચુસ્કી લેશો તો તે તમારામા સ્ફૂર્તિ લાવી દેશે.

ચા બાર, દિલ્હી

image source

દિલ્હીનું દિલ એટલે કે કનોટ પ્લેસ વિસ્તારમાં તમે જાઓ તો એકવાર તો ઓક્સફો્ર્ડ ભૂક સ્ટોર જવું જરૂર બને છે. પુસ્તકોના ઢગલામાં મસાલા ચા અને મસ્કા બન તમારું દિલ ખુશ કરી દેશે. અહીં તમને એક અલગ પ્રકારની શાંતિ મળી રહેશે. તેના દરવાજા પર જ તમને મોટા સુંદર ચિત્રો જોવા મળશે, જે તમને મંત્રમુગ્ધ કરી દે તેવા છે.

પગદંડી ચા કેફે, પૂણે

image source

આ નાનકડું બૂક કાફે નિસંદેહ પોતાનામાં એક અલગ પ્રકારની જગ્યા છે, અને પુસ્તક પ્રેમીઓ માટે તે બહુ જ સારી જગ્યા સાબિત થઈ છે. અહી તમામ પ્રકારના પુસ્તકો અને મેનુમાં કંઈક સારું ખાવાનું મન પણ તમે બનાવી શકો છો.

કાફે ફિક્શન, ગંગટોક

image source

ગંગટોકની વાદીઓમાં એક જગ્યા એવી છે, જ્યાં તમને કંઈક અલગ હોવાનો અહેસાસ થશે. અહીં આવીને તમે ખોવાઈ જશો. બહુ જ ઉત્તમ એવી બેસવાની જગ્યા અને બહારની તરફ સુંદર નજરા… અહીં તમને એક અલગ દુનિયામાં આવી ગયાનો અહેસાસ થશે. એકવાર અહીં વાંચીને જોજો.

બૂક્સ એન્ડ બ્રૂ, ચંદીગઢ

image source

એક અલગ પ્રકારના વિચારવાળું આ કાફે ચંદીગઢમાં પુસ્તક પ્રેમીઓ માટે હવે હોટ ફેવરિટ જગ્યા બની ગઈ છે. કાફેની સુંદરતા અને આરામદેહ માહોલ બહુ જ શાંતિ પ્રદાન કરે છે. સાથે જ એવું ખાવાનું, જે તમારા ખિસ્સા પર જરા પણ ભારી ન પડે તો કેવું લાગે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

Recent Posts

આજ કા રાશિફળ 31 જુલાઈ: મહિનાનો આખરી દિવસ આ રાશિફળને સારો લાભ મળે છે, વાંચો દૈનિક રાશિફલ

મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More

4 weeks ago

આજનું રાશિફળ ૧૯ જુલાઈ: આ ચાર રાશિના જાતકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More

1 month ago

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

2 months ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

2 months ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

3 months ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

3 months ago