Categories: ક્રિકેટ

મહેન્દ્ર સિંહ ધોની પોલીસની વર્દી પહેરીને હાથમાં પિસ્તોલ પકડેલી જોવા મળ્યો, તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

મહેન્દ્ર સિંહ ધોનીનો એક નવો ફોટો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે, આ તસવીરમાં તે એક પોલીસકર્મીની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.

image socure

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજકાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે. એમએસ ધોનીની ઘણી તસવીરો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હવે એમએસ ધોનીની વધુ એક તસવીર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરમાં એમએસ ધોની એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે.ખરેખર, આ તસવીરમાં ધોની પોલીસ અધિકારીનો યુનિફોર્મ પહેરેલો જોવા મળી રહ્યો છે. ધોનીનો આ નવો લુક જોઈને તમામ ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા છે. ચાહકોનું કહેવું છે કે હવે ધોની ક્રિકેટ છોડીને એક્ટિંગની દુનિયામાં પગ મૂકી રહ્યો છે.

image socure

વાસ્તવમાં ધોનીને ભારતીય સેનાની પેરા ફોર્સમાં લેફ્ટિનેન્ટ કર્નલનો માનદ રેન્ક આપવામાં આવ્યો છે. તેમણે ટ્રેનિંગ દરમિયાન સૈનિકો સાથે કાશ્મીરમાં પણ સમય વિતાવ્યો છે. હવે મહેન્દ્ર સિંહ ધોનીનો એક નવો ફોટો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે, આ તસવીરમાં તે પોલીસમેનના રોલમાં જોવા મળી રહ્યો છે. તસવીર શેર કરતી વખતે જણાવવામાં આવ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ એક જાહેરાત માટે પોલીસની આ વર્દી પહેરી છે.

ધોનીની આ તસવીર પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ એમએસ ધોનીના આ નવા લુક પર અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે આ લુકમાં ધોની મજબૂત લાગે છે. આ સાથે જ અન્ય એક યુવકે કહ્યું કે ધોની ચોક્કસ આઇપીએલ માટે જાહેરાત કરી રહ્યો છે, જેના માટે તેણે આ પોલીસ યુનિફોર્મ પહેર્યો છે.સાથે જ એક યુઝરે કહ્યું કે, ધોની સામે ડાયરેક્ટર રોહિત શેટ્ટીની પોલીસ પણ ફિક્કી પડી ગઈ છે. એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું કે, ધોની ફિલ્મ ‘સિંઘમ 3’માં કેમિયો કરવા માટે તૈયાર છે.

image soucre

મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હોય, પરંતુ તે હજુ પણ આઈપીએલ રમતો જોવા મળે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે ભારતને બે વર્લ્ડ કપ અપાવ્યા છે. ધોનીએ 15 ઓગસ્ટ, 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આઇપીએલમાં ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ ચાર વખત આ ટ્રોફી જીતી ચૂકી છે. 2022માં તેણે ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી દીધી હતી. તેના સ્થાને ફ્રેન્ચાઈઝીએ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો, પણ આઠ મેચ બાદ જાડેજાની કેપ્ટન્સીમાં ટીમનો દેખાવ કંગાળ રહ્યો. આ પછી ફરી એક વખત કેપ્ટનશીપ મહેન્દ્રસિંહને સોંપવામાં આવી હતી.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 weeks ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 weeks ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 weeks ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 weeks ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 weeks ago