અહીં એક તળાવમાં પાણી ઓછું થવા પર વર્ષો પહેલા ડુબેલું એક ગામ ફરીથી દેખાવા લાગ્યું છે. આ ગામ 12મી સદીમાં વસાવવામાં આવ્યું હતું અને તેમાં લોઢાનું કામ કરતાં લોકો રહેતા હતા. આ ટસ્કન ગામની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જાણકારો અનુસાર અંદાજે 26 વર્ષ પહેલા પણ પાણી ઓછું થવાથી આ ગામ દેખાવા લાગ્યું હતું. સ્થાનિક લોકો આ ગામ પાણીમાંથી બહાર આવે તે ઘટનાને અપશુકન માને છે.
આ અંગે છપાયેલા એક અહેવાલ અનુસાર આ ગામને આ વેલીમાં 12મી સદીમાં વસાવવામાં આવ્યું હતું. ઈટલીના આ વિસ્તારમાં લોકો આ ગામને ઘોસ્ટ વિલેજ કહે છે અને તે પાણીમાંથી બહાર આવે તેને અપશુકન માને છે. આ ગામ અંગે અન્ય એક વાયકા પણ પ્રસિદ્ધ છે જે અનુસાર ઈટેલિયન મુલીનોઈસોલા વેબસાઈટ અનુસારા વર્ષ 1947 સુધી આ ગામ આબાદ હતું અને થોડા લોઢાનું કામ કરતાં લોકો અહીં રહેતા હતા. આ ગામ નજીક એક બંધ બનાવવામાં આવ્યો છે પરંતુ આ પહેલા કોઈ કારણોસર આ ગામ ડુબી ગયું. જો કે જાણવા એમ પણ મળે છે કે આ ગામ પાણીમાં ડુબે તે પહેલા તેને ખાલી કરી દેવામાં આવ્યું હતું એટલે તેમાં કોઈનો જીવ ગયો ન હતો.
ઈટલીના મીડિયા રિપોર્ટ અનુસરા ફેબ્રિક ડી ક્રેઝિન નામના બંધમાં કોઈ કામ ચાલી રહ્યું છે જેના કારણે તળાવમાંથી પાણી ઘટાડવામાં આવ્યું છે. ઈટલીના આર્કિયોલોજિકલ સર્વે અનુસાર આ લેક પ્રાકૃતિક રીતે નહીં પરંતુ બંધ બનાવતી વખતે અસ્તિત્વમાં આવ્યું છે. આસપાસના લોકો આ ગામને લઈને અનેક વાર્તાઓ સંભળાવે છે અને તેનું દેખાવું તેને અપશુકન માને છે.
સ્થાનિકોના જણાવ્યાનુસાર જ્યારે અહીં બંધ બનાવાયો ત્યારે આ ગામને બળજબરીથી ખાલી કરાવવામાં આવ્યું ત્યારથી આ ગામને મનહૂસ માનવામાં આવે છે. આ પહેલા અહીં તળાવમાં વર્ષ 1994માં પાણી ઘટ્યું હતું અને તળાવમાં ડુબેલું ગામ દેખાવા લાગ્યું હતું.
અન્ય એક સત્ય પણ છે કે છેલ્લીવાર જ્યારે આ ગામ તળાવમાંથી બહાર દેખાવા લાગ્યું હતું ત્યારે અંદાજે 10 લાખ જેટલા પ્રવાસીઓ આ નજારો જોવા આવ્યા હતા. બંધ બનાવતી કંપનીનું જણાવવું છે કે આ ગામ દેખાવું તે કોઈ અસામાન્ય બાબત નથી. હાલ બંધમાં કામ ચાલી રહ્યું છે તેથી ગામ દેખાવા લાગ્યું છે.
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More
ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More