આપણા રોજિંદા જીવનમાં હવે મિલાવટ ઘર કરી ચૂકી છે. દૂધ, તેલ અને મસાલામાં મિલાવટ બાદ હવે તમારી રસોઇમાં આવતા ચોખામાં પણ મિલાવટ થવા લાગી છે. માર્કેટમાં હાલના દિવસોમાં ચીનના પ્લાસ્ટિકના ચોખાનો ઢેર થઇ રહ્યો છે. તેને રોકનાર કોઇ નથી. આ ચોખા એટલી ચાલાકીથી બનાવવામાં આવે છે કે તમે સરળતાથી તેને ઓળખી શકતા નથી, કે જે ચોખા તમારી ભૂખ સંતોષે છે તે અસલી છે કે નકલી?
શું તમે જાણો છો કે કેવી રીતે બને છે નકલી ચોખા
આ ચોખા ચીનના શાંગચીમાં બટાકા, શલગમ અને પ્લાસ્ટિકને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેમાં રેઝિન પણ સામેલ છે. રેઝિનના ઝાડથી નીકળતું આ એક પ્રકારનું લિક્વિડ છે, જેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રિયલ પ્લાસ્ટિક અને ફુગ્ગા બનાવવામાં કરવામાં આવે છે. આ ચોખાની સૌથી વધારે ખપત દક્ષિણ ભારત, ગુજરાત, બિહાર અને યૂપીમાં છે.
મળતી માહિતી અનુસાર એક વાટકી પ્લાસ્ટિક ચોખા ખાવાનો અર્થ છે તમારા પેટમાં એક પ્લાસ્ટિકની થેલી પહોંચી ગઇ છે. તેને ખાવાથી પેટનું કેન્સર, નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર, ખરાબ ડાઇજેશન, આંતરડા અને લિવરનું ઇન્ફેક્શન, પેટને લગતી બીમારીઓ જેમકે એસિડિટી અને ચક્કર આવવાની તકલીફ થઇ શકે છે. કેટલીક ખાસ યૂઝફૂલ ટિપ્સની મદદથી તમે આ પ્લાસ્ટિકના ચોખાને સરળ રીતે ઓળખી શકાય છે.
જાણો પ્લાસ્ટિકના ચોખા હેલ્થને માટે કઇ રીતે નુકશાન કરે છે, આ ટિપ્સથી ઓળખો…
પ્લાસ્ટિકના ચોખા ચઢવતી સમયે પ્લાસ્ટિકના બળવા જેવી સ્મેલ આવે છે. સૂંઘીને ખાતરી કરી શકાય છે.