કોઈપણ વ્યક્તિનાં શરીરમાં જે અંગ સૌથી વધુ ધ્યાન ખેંચે એ છે એ વ્યક્તિની આંખો. શરીરનું સૌથી કિંમતી અંગ પણ આંખો છે. આ આંખોને વધુ ખુબસુરત બનાવવા માટે વર્ષોથી લોકો આંખમાં કાજળ આંજતાં આવ્યાં છે. કાજળ ભરેલી આવી આંખો માટે એક ગુજરાતી ગઝલકાર કહે છે.
“કાજળ ભર્યાં નયનનાં કામણ મને ગમે છે
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.”
કાજળ તમારી આંખોને વધુ નિખારવાનું કામ કરે છે. આંખે કાજળ અને કપાળે બિંદી કરીને પણ સ્ત્રીઓ સોળે શણગાર સજી હોય એવું સૌંદર્ય ધરાવતી લાગે છે. પહેલાં લોકો આંખોને ખુબસુરત બનાવવા કાજળ, મેષ કે સૂરમાનો ઉપયોગ કરતાં પણ હવે એનું સ્થાન આઈ લાઈનરે લઈ લીધું છે.
આઈલાઈનર અત્યારનાં નવા જમાનાની કાજળ છે. આઈલાઈનરને ઉપયોગમાં આવે હજુ માંડ એકાદ દશકો જ વીત્યો છે પણ પોતાની વિશેષતાઓનાં લીધે આઈલાઈનર ખૂબ ઝડપથી સ્ત્રીઓની પસંદ બની ગયું.
ઉપયોગ કરવામાં સરળ, ઝડપથી નહીં ફેલાવાના અને લાંબો સમય સુધી આંખમાં ટકી રહેવાનાં પોતાની આગવી વિશેષતાઓનાં લીધે આઈલાઈનર ટ્રેન્ડિંગ બની ગયું છે.
આમ છતાં જો તમે સ્ત્રી હશો તો તમે અનુભવ્યું હશે કે આઈલાઈનરનો ઉપયોગ કરતી વખતે ઘણીવાર હાથ ધ્રૂજે છે. જેનાં લીધે આઈલાઈનર એ જગ્યાએ લાગતું નથી જ્યાં લગાવવું હોય. આનાં લીધે તમારો પૂરો લૂક ખરાબ થઈ જાય છે. જે આઈલાઈનર તમને ખુબસુરત બનાવે એ જ તમારાં રૂપને બગાડવાનું કામ કરી જતું હોય છે.
જો તમે આ સમસ્યાનો સામનો કરો છો તો અમે તમારાં માટે એક ખાસ વીડિયો લાવ્યાં છીએ, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે આઈલાઈનરનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ.
એકવાર તમે આ વીડિયો જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે તમે આઈલાઈનર લગાવતી વખતે એવી તે કઈ ભૂલો કરો છો જેનાં લીધે તમારો હાથ ધ્રૂજે છે. જો આ વીડિયોમાં કહ્યાં મુજબનાં સ્ટેપને અનુસરસો તો તમારી આ પ્રોબ્લેમમાંથી તમને અવશ્ય છુટકારો મળી જશે એની ગેરંટી.
તમે આ વીડિયો જોવો અને જો આમાં કહેવામાં આવેલી ટ્રિક તમારાં માટે કારગર નીવડે તો તમારી મહિલા મિત્રો સાથે પણ શેર કરો.
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More
બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More