14મી ફેબ્રુઆરીએજ શા માટે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે

જાણો શા માટે 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની કરવામાં આવે છે ઉજવણી

image source

ઇન્ટરનેટથી દુનિયાના ખૂણે ખૂણા જોડાતાં વિવિધ સંસ્કૃતિઓનું પણ જોડાણ થયું છે અને લોકો પોતાની અનુકુળતાએ તેનું અનુકરણ કરવા લાગ્યા છે. ફેબ્રુઆરી મહીનો આવે એટલે સૌ પ્રથમ લોકોને તેનો 28-29 દિવસનો ફંડા યાદ આવે અને ત્યાર બાદ 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે યાદ આવે.

પશ્ચિમ જગતમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી પ્રેમના દિવસ તરીકે કરવામા આવે છે. બસ હવે તો વેલેન્ટાઇન ડેને ગણતરીના દીવસો જ બાકી રહ્યા છે. આ પ્રકારના દિવસની ઉજવણી સામાન્ય રીતે કોલેજીયનો સૌથી વધારે કરતા હોય છે.

 

કોલેજમાં પણ વિવિધ દિવસની ઉજવણી ઓ કરવામા આવતી હોય છે. જેમ કે ચોકલેટ ડે, મિક્સ એન્ડ મેચ ડે, ટ્રેડીશનલ ડે, રોઝ ડે વિગેરે વિગેરે જો કે તમને જણાવી દઈએ કે 14મી ફેબ્રુઆરી પહેલાં સાત દિવસે એટલે કે 7મી ફેબ્રુઆરીના દિવસને રોઝ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે.

image source

પ્રેમી યુગલો આખું વર્ષ વેલેન્ટાઈન દિવસની રાહ જોઈ રહે છે. આ દિવસ પ્રેમી યુગલો વિવિધ રીતે સેલિબ્રેટ કરે છે, તેઓ એકબીજાને ભેટ આપે છે, ક્યાંક ફરવા જાય છે અથવા તો ક્યાંક રોમેન્ટિક લંચ લે છે. તો વળી કેટલાક લોકો આ દીવસે એકબીજા સમક્ષ પોતાના પ્રેમનું પ્રપોઝલ પણ મુકે છે.

અને હીન્દુ સમાજમાં આ દિવસો દરમિયાન લગ્ન સિઝન ચાલી રહી હોય છે તો કેટલાક યુગલ તો પોતાના લગ્ન દિવસ તરીકે ખાસ આ જ દિવસે પોતાના લગ્નની તારીખ નક્કી કરે છે.

જો તમને કુતુહલ થતુ હોય કે શા માટે 14મી ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇ ડે ઉજવવામાં આવે છે અને તેની પાછળ કારણ કે પછી તેનો ઇતિહાસ શું છે તો અમે તમારા માટે આજે તે જ માહિતી લઈને આવ્યા છે.

સંતના નામ પરથી દિવસનું નામ પડ્યું ‘વેલેન્ટાઇન ડે’

image source

આ દિવસની ઉજવણીનો ઉલ્લેખ એક ઇંગ્લિશ પુસ્તક ‘ઓરિયા ઓફ જેકોબસ ડી વૉરજિન’માં કરવામા આવ્યો છે. તે પ્રમાણે રોમના એક સંત વેલેન્ટાઈનની યાદમાં આ દિવસની ઉજવણી કવરામા આવે છે. એવું કહેવાય છે કે સેઇન્ટ વેલેન્ટાઇન વિશ્વભરમાં પ્રેમનો સંદેશ ફેલાવવા સતત પ્રયત્નશીલ રહેતા હતા.

image source

જો કે તે વખતે રોમ પર સામ્રાજ્ય ધરાવતા સમ્રાટ ક્લાઉડિયસને તેમની આ વાત જરા પણ પસંદ નહોતી. સમ્રાટને એવું લાગવા લાગ્યુ હતું કે જો રોમના લોકો પોતાના પરિવાર તેમજ પોતાની પત્ની સાથે લાગણીથી આટલા બંધાયેલા રહેશે તો તેઓ સૈન્યમાં જોડાશે નહીં.

image source

અને આ ભયથી જ ક્લાઉડિયસ પોતાના સૈનિકોને લગ્ન કરવા નહોતો દેતો. અને સમ્રાટની આ જ વિચારશરણીનો સંત વેલેન્ટાઇને વિરોધ કર્યો હતો અને તેના વિરોધમાં તેમણે એક યુગલના લગ્ન કરાવી દીધા હતા. અને તેમના આ પ્રયાસથી ગુસ્સે ભરાયેલા સમ્રાટ ક્લાઉડિયસે 14 ફેબ્રુઆરીના દિવસે સંત વેલેન્ટાઈનને સૂળી પર લટકાવી દીધા.

વેલેન્ટાઈન ડે પર પુષ્પ ભેટ આપવા પાછળનુ કારણ

image source

વેલેન્ટાઈન સંતને જ્યારે સમ્રાટ દ્વારા કારાવાસની સજા કરવામાં આવી ત્યારે લોકો તેમને ભેટરૂપે અવારનવાર ફૂલ તેમજ વિવિધ જાતના પ્રેમનો સંદેશો ફેલાવતા ઉપહારો ભેટ સ્વરૂપે આપતા હતા.

મૃત્યુના દિવસે સંત વેલેન્ટાઈને જેલના જેલરને એક ચિઠ્ઠી લખી હતી જેમાં લખ્યું હતું કે તેમની આંખો તેમના મૃત્યુ બાદ તેમની આંધળી દીકરીને આપી દેવી. બસ તો ત્યારથી જ પ્રેમના સંત એવા સેઇન્ટ વેલેન્ટાઈનની યાદમા આ દિવસની ઉજવણી પ્રેમના દિવસ તરીકે કરવામાં આવે છે.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 weeks ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 weeks ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 weeks ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 weeks ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 weeks ago