વડાપ્રધાન મોદીએ ગરીબ મહિલાઓ માટે મફત ગેસ સિલિન્ડર માટે યોજના બહાર પાડી છે. આમ ગરીબ સ્ત્રીઓને પણ લાકડાના કે છાણાના ઇંધણથી મુક્તિ મળી છે અને તેઓ હવે સરળ રીતે ધૂમાડા વગર રસોઈ બનાવી શકે છે. પણ ગેસ સિલિન્ડર વાપરવાના ઘણા બધા જોખમ રહેલા છે. તેની પાઈપમાં સમસ્યા હોઈ શકે છે તો વળી ક્યારેક સિલિન્ડરના સિલમાં સમસ્યા હોઈ શકે છે તો વળી ક્યારેક સિલિન્ડરમાં પણ કોઈ ખામી હોઈ શકે છે અને તેના કારણે ભયંકર અકસ્માત સર્જાય છે. અને ઘણીવાર તો પરિવારના સભ્યોને ગંભીર ઇજા પણ થાય છે તો વળી જીવ ખોવાનો પણ વારો આવતો હોય છે.
આમ એલપીજી ગેસનો ઉપયોગ કરતી વખતે આપણે ઘણી બધી સાવચેતી રાખવી પડે છે. તેમજ તેના કારણે જો કોઈ અકસ્માત થાય તો કંપની તેની ભરપાઈ કરી આપવા માટે બંધાયેલી હોય છે. સામાન્ય નિયમ પ્રમાણે તમે જ્યારે ગેસ સિલિન્ડરનું કનેક્શન લો છો ત્યારે જ તમને કંપની તરફથી 50 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ આપવામાં આવે છે. અને તેનો ઉપયોગ સિલિન્ડરના કારણે જો કોઈ અકસ્માત થાય જેમ કે ગેસ લીકેજ, ગેસના કારણે બ્લાસ્ટ અને તેનાથી તમને જાનમાલનું નુકસાન થાય તો તમે તે કવરથી આર્થિક મદદ મેળવી શકો છો. અને આ કવર માટે ગેસ કંપની તેમજ વિમા કંપની બન્ને વચ્ચે ભાગીદારી થયેલી હોય છે. દા.ત. ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ તેમજ હિન્દુસ્તાન પેટ્રોલમિય પોતાના જે રસોઈ ગેસ વેચે છે તેઓ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પાસેથી પોતાના સિલિન્ડરનું ઇન્શ્યોરન્સ કરાવે છે.
અકસ્માત માટે ડિલર તેમજ ગેસ કંપની જવાબદાર હોય છે
જો તમારા ગેસ સિલિન્ડરમાં કોઈ ક્ષતી હોય જેમ કે લીકેજ હોય કે તે ડેમેજ હોય અને કોઈ અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી ગેસ કંપનીના ડીલર તેમજ કંપનીની પોતાની હોય છે. આ નિર્ણય નેશનલ કન્ઝ્યુમર ફોરમ દ્વારા લેવામાં આવ્યો હતો. લગભગ 16 વર્ષ પહેલાં થયેલી દુર્ઘટનાના પગલે આ મહત્ત્વનો નિર્ણય ગ્રાહકોના પક્ષે લેવામાં આવ્યો હતો.
2014માં નેશનલ કન્ઝ્યુમર ફોરમ દ્વારા માર્કેટિંગ ડિસિલ્પિન માર્ગદરર્શિકા બહાર પાડવામા આવી હતી. તેમાં તેમણે જણાવ્યું છે કે જો ડિલર કે કંપની દ્વારા ખામીયુક્ત સિલિન્ડર આપવામાં આવ્યો હોય તો તેના કારણે થયેલા નુકસાનની જવાબદારી કંપની કે ડીલર ગ્રાહક પર ન નાખી શકે. આમ ગ્રાહક સુધી સંપુર્ણ સુરક્ષિત નુકસાન રહિત ગેસ સિલિન્ડર પહોંચાડવાની જવાબદારી કંપની તેમજ ડિલરની છે.
જો એલપીજી ગેસ સિલિન્ડરની ક્ષતિના કારણે કોઈ નુકસાન થાય તો પ્રતિ વ્યક્તિ 10 લાખ રૂપિયાની સહાય મળી શકે છે. જોકે તે સહાય કેટલીક શરતોને આધિન મળે છે. જેમ કે ગેસ સિલિન્ડરની દૂર્ઘટના રજિસ્ટર્ડ ગ્રાહકના ઘરે થયેલી હોવી જોઈએ, તેની નોંધણી ડિલરની ઓફિસમાં થઈ હોય, ડિલરને ત્યાંથી કર્મચારી અથવા તો ગ્રાહક દ્વારા સિલિન્ડરને લઈ જવામાં આવ્યો હોય. આ ઉપરાંત જો ગ્રાહકના ઘરને એટલે કે તેની સંપત્તિને બ્લાસ્ટના કારણે કોઈ નુકસાન થયું હોય તો તેના પર પણ 2 લાખ સુધીનો વિમો મળે છે.
ગેસ સિલિન્ડરની ખામીના કારણે જો દુર્ઘટના બની હોય અને તેમાં કોઈ વ્યક્તિનો જીવ જાય તો તેના પરિવારજનોને 50 લાખ સુધીનું વળતર મળે છે. અને ઘાયલને 40 લાખ સુધીનું વળતર મળે છે. તમને આ વિમા કવર સંપૂર્ણ મફત મળે છે. આ ઉપરાંત તમને 25000 સુધીની તાત્કાલિક મદદ પણ આપવામા આવે છે.
વિવિધ શૈત્રણિક સંસ્થાઓ, સરકારી હોસ્પિટલો, રિસર્ચ લેબ, મિડ ડે મિલ યોજના, અનાથ આશ્રમ તેમજ વૃદ્ધાશ્રમ જેવી સમાજ કલ્યાણ સંસ્થાઓ કે જ્યાં એપલીજી ગેસનો ઉપયોગ થતો હોય ત્યાં તેમજ ધંધાદારી જગ્યાઓ જેમ કે હોટલો, રેસ્ટોરન્ટ્સ, ખાનગી હોસ્પિટલો, ખાનગી લેબોરેટરીઓ, સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં કાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોય તેમને પણ આ ઇન્શ્યોરન્સનો ફાયદો મળે છે.
જોકે ઘણા બધા લોકોને આ જાણકારી નથી હોતી માટે તેઓ તેનો લાભ પણ નથી ઉઠાવી શકતી.
આવો અકસ્માત સર્જાય ત્યારે એલપીજી ડિસ્ટ્રીબ્યૂટરને તેની જાણકારી આપવાની હોય છે ત્યાર બાદ તેના સાથે સંબંધીત વીમા કંપનીને તેઓ જાણકારી આપે છે અને ત્યાર બાદ વિમાની પ્રક્રિયા પૂરી કરવામા આવે છે. ત્યાર બાદ તમારી એફઆઈઆરની કોપી, ડેથ રિપોર્ટ તેમજ ઇજાગ્રસ્તોની સારવારના ખર્ચાના બીલ સાથે સંબંધિત દસ્તાવેજ પણ આપવા પડે છે.
તે બધું જમા કરાવીને તમે તમારા ઇન્શ્યોરન્સનો ક્લેમ કરી શકો છો. તમને એ પણ જણાવી દઈએ કે સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કર્યા બાદ જ ગેસ સિલિન્ડર ખરીદવો જોઈએ. હંમેશા લોકો તેની એક્સપાયરી ડેટ નથી જોતા. અકસ્માતના સમયે કંપનીઓ એક્સપાયરી ડેટવાળા ગેસ સિલિન્ડર પર ઇન્શ્યોરન્સ આપવાની ના પાડી દે છે.
વળતર આ પ્રમાણે મળી શકે છે
આ બાબતની વિગતવાર જાણકારી http://mylpg.in ની વેબસાઇટ પર આપવામાં આવેલી છે જેમાં જણાવ્યા પ્રમાણે જ્યારે કોઈ ગ્રાહક એલપીજી કનેક્શન ખરીદે છે ત્યાર બાદ જો ગેસ સિલિન્ડર ખામીના કારણે કોઈ દૂર્ઘટના ઘટે તો પિડિતને 50 લાખ સુધીનો વીમો આપવામાં આવે છે.
આ નિયમ હેઠળ તમને વધારેમાં વધારે 50 લાખ સુધીનો વિમો મળી શકે છે. તેમજ જો આ દૂર્ઘટનામાં કોઈ ઘાયલ થયું હોય તો 10 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે.
અકસ્માત બાદ ગ્રાહકે તરત જ નજીકના પોલીસ સ્ટેશને અકસ્માતની ફરિયાદ નોંધાવવાની રહે છે અને સાથે સાથે તમારા ડીસ્ટ્રીબ્યુટરને પણ તે વિષે જાણકારી આપવાની હોય છે.
વિતરક કંપની ત્યાર બાદ ગ્રાહક તરફથી વિમા કંપની પાસે વળતર માટે દાવો કરે છે. ત્યાર બાદ વિમા કંપની બધી જ તપાસ કરીને રકમ વિતરક કંપનીને આપે છે અને ત્યાર બાદ વિતરક કંપની તે રકમ ગ્રાહકના ખાતામાં જમા કરાવે છે. આમ ગ્રાહકે સીધો જ વિમા કંપનીનો સંપર્ક કરવાની કોઈ જ જરૂર નથી રહેતી.
Con Lo Traguardo Di Rtbet login, inizia navigando sul loro sito ufficiale utilizzando un browser… Read More
Ogni messa a disposizione che proponiamo è accompagnata da termini chiaramente definiti — niente regole… Read More
Crea una password robusta con lo scopo di proteggere il tuo account da accessi non… Read More
The Particular site’s games are usually arranged directly into several clear parts, meaning an individual… Read More
The Particular styles associated with video games lengthen coming from slot devices in order to… Read More
We All calculate each the particular maximum brightness within a 10% windowpane and also the… Read More