આ દેશમાં ઘુવડ અને બાજ કરે છે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા

સામાન્ય રીતે તમે જોયું હશે કે કોઈપણ દેશના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષાની જવાબદારી કમાન્ડો કે લશ્કરના જવાનો સંભાળતા હોય છે. રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીની એ સુરક્ષા એટલી ચુસ્ત હોય છે કે ત્યાં સામાન્ય માણસનું પ્રવેશવું લગભગ અશક્ય છે. પરંતુ આજે અમે તમને એક એવા દેશ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંના રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા પક્ષીઓ કરે છે અને તેનું એક ખાસ કારણ પણ છે.

image source

અસલમાં રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન અને તેના નજીકના પ્રમુખ સરકારી આવાસોની સુરક્ષા માટે તે દેશના રક્ષા વિભાગે પક્ષીઓને જવાબદારી સોંપી છે. આ પક્ષીઓમાં ઘુવડ અને બાજનો સમાવેશ થાય છે. બાજ અને ઘુવડની એક ખાસ ટીમ આ આવાસોની સુરક્ષા સંભાળે છે.

image source

આ દેશના રક્ષા વિભાગે રાષ્ટ્રપતિ ભવનની કડક સૃરક્ષા માટે એક ટીમ તૈયાર કરી છે. શિકારી પક્ષીઓની આ ટીમ 1984 થી રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા કરી રહી છે. કહેવાય છે કે આ ટીમમાં હાલ 10 થી વધુ ઘુવડ અને બાજ પક્ષી છે. આ બાજ અને ઘુવડને સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ તાલીમ પણ આપવામાં આવી છે.

image source

મીડિયા અહેવાલો અનુસાર આ શિકારી પક્ષીઓની ખાસ ટીમ 1984 માં જ બનાવવામાં આવી હતી. આ ટીમ બનાવવા પાછળનું કારણ દુશમનોની ચાલાકી અને ષડયંત્રોને નિષ્ફળ કરવા માટેનું નહિ પણ કાગડા અને અન્ય પક્ષીઓના ચરકથી રાષ્ટ્રપતિ ભવન અને અન્ય આસપાસના સરકારી આવાસોને ચોખ્ખું રાખવાનું છે. આ માટે બાજ અને ઘુવડને બંદોબસ્ત સોંપવામાં આવ્યો છે આ પક્ષીઓ કાગડાઓને જોઈને સીધા જ તેના પર હુમલો કરી દે છે અને તેને રાષ્ટ્રપતિ ભવનથી દૂર ભગાવી દે છે. આ પક્ષીઓની ટીમ સંઘીય ગાર્ડ સેવાનો પણ એક ભાગ છે.

image source

ક્રેમલિન અને તેની આસપાસના સરકારી આસપાસના આવાસોમાં ગંદકી ફેલાવતા પક્ષીઓથી સુરક્ષા માટે નિયુક્ત આ પક્ષીઓની ટીમમાં 20 વર્ષીય એક માદા ” અલ્ફા ” અને તેનો સાથી ” ફાઇલ્યા ” ઘુવડ છે. આ બન્ને પક્ષીઓ જયારે કોઈ કાગડો રાષ્ટ્રપતિ ભવન આસપાસ આવે કે તેનો અવાજ સંભળાય ત્યાં તરત જ પહોંચી જાય છે અને તેના પર ઝપટી તેને રાષ્ટ્રપતિ ભવનથી દૂર ભગાવી દે છે. આ પક્ષીઓની ટીમની સારસંભાળ માટે નિયુક્ત 28 વર્ષીય એલેક્સ વાલાસોવ કહે છે કે આ પક્ષીઓને રાખવનો હેતુ ફક્ત કાગડાઓથી છુટકારો મેળવવાનો જ નથી પરંતુ તેને સરકારી આવાસોથી દૂર રાખવાનો પણ છે જેથી તેઓ ત્યાં પોતાના માળા ન બનાવે.

image source

રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન અને તેની આસપાસના સરકારી આવાસોની દેખરેખ કરનાર પાવેલ માલ્કોવ કહે છે કે સોવિયત સંઘના શરૂઆતી સમયમાં આ સરકારી ઇમારતોની સુરક્ષા માટે કાગડાઓને મારી નાખવા અથવા દૂર ભગાવી દેવા માટે ગાર્ડ રાખવામાં આવ્યા હતા. સાથે જ તેને ડરાવવા માટે શિકારી પક્ષીઓના રેકોર્ડેડ અવાજો પણ ઉપયોગમાં લેવાતા પરંતુ આ બધા નુસખા નિષ્ફળ નીવડ્યા હતા.

image source

ઘુવડ ” ફાઈલ્યા ” ને તાલીમ આપનાર ડેનિસ સીડોગિન કહે છે કે તે રાત્રીના સમયે શિકાર માટે નિયુક્ત છે અને તે બિલકુલ શાંત રહીને જ શિકાર કરે છે. કાગડાઓ સામે લડવા આ એક ઘુવડ પણ કાફી છે. તે પોતાની મોટી મોટી આંખો સાથે પોતાના ગળાને 180 ડિગ્રી સુધી ફેરવી શકે છે અને પોતાના સ્થાને બેઠા બેઠા જ પાછળની બાજુએ જોઈ શકે છે. એટલું જ નહિ આ શિકારી પક્ષીઓને વિશેષ પ્રકારની તાલીમ પણ આપવામાં આવી રહી છે જેથી કોઈ નાનકડો ડ્રોન કેમેરો પણ રાષ્ટ્રપતિ ભવન આસપાસ દેખાય તો તેને પણ નિષ્ફળ કરી શકે.

Recent Posts

કુંભ રાશિમાં બુધનો ઉદયઃ કુંભ રાશિમાં બુધનો ઉદય થશે, આ રાશિઓ પર થઈ શકે છે ધનનો વરસાદ

કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More

3 weeks ago

અમિતાભ બચ્ચનની કારઃ અમિતાભ બચ્ચનના કલેક્શનમાં સામેલ છે આ લક્ઝરી કાર, જાણો વિગત

બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More

1 month ago

નવેમ્બર મહિનાનું રાશિફળ : તમામ 12 રાશિઓ માટે નવેમ્બર મહિનો કેવો રહેશે, વાંચો માસિક રાશિફળ

મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More

1 month ago

ધનતેરસ 2024: ધનતેરસ પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, આ પદ્ધતિથી કરો ભગવાન ધનવંતરીની પૂજા

ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More

1 month ago

દિવાળી પર જન્મેલા બાળકોના નામઃ જો દિવાળી પર ઘરે નાના મહેમાન આવ્યા હોય તો આ સુંદર અને આધુનિક નામ રાખો.

દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More

1 month ago

ધનતેરસ 2024: આવતીકાલે ધનતેરસ, જાણો ખરીદી અને પૂજા પદ્ધતિનો શુભ સમય

ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More

1 month ago