હિન્દૂ ધર્મ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોને વારંવાર પૂછવામાં આવે છે પરંતુ તેના કોઈ સંતોષકારક જવાબ મળતા નથી. આથી આજે આપને એવા જ કેટલાક પ્રશ્નોના જવાબ જે પુરાણોમાં ખૂબ જ સટીક રીતે આપવામાં આવ્યા છે. જે આજે અમે આપને જણાવીશું.
*સૌપ્રથમ ગણેશ પૂજન કેમ કરવામાં આવે છે.?
-ગણેશજીને વિઘ્નહર્તા અને રિદ્ધિ-સિદ્ધના સ્વામી માનવામાં આવે છે. ગણેશજીનું સ્મરણ, ધ્યાન, જાપ અને પૂજનથી સમસ્ત ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ગણેશજીને બુદ્ધિના દેવતા, સાક્ષાત પ્રણવ સ્વરૂપ અને જલ્દી પ્રસન્ન થનાર દેવ છે. આ જ કારણ છે કે શુભ કાર્યોમાં સૌપ્રથમ ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. આના આધાર પર ભારતીય સમાજમાં એક ઉક્તિ પણ પ્રચલિત થઈ ગઈ છે. જ્યારે કોઈ નવા કામનો આરંભ કરવામાં આવે છે ત્યારે પહેલા કહેવાય છે કે ‘કાર્યના શ્રી ગણેશ થઈ ગયા’. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતી વખતે ‘શ્રી ગણેશાય નમઃ’ ના ઉચ્ચારણ કરતા નિમ્ન મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે છે.:
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ:। निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा।
*આચમન ત્રણવાર જ કેમ?.
-વેદો મુજબ ધાર્મિક કાર્યોમાં ત્રણવાર આચમન કરવાને પ્રધાનતા આપવામાં આવી છે. કહેવાય છે કે ત્રણ વાર આચમન કરવાથી શારીરિક, માનસિક અને વાચિક ત્રણે પ્રકારના પાપોથી મુક્તિ મળે છે અને અનુપમ અદ્રશ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ કારણથી દરેક ધાર્મિક કાર્યમાં ત્રણ વાર આચમન કરવું જોઈએ.
*શ્રી યંત્રની પૂજા કેમ કરવામાં આવે છે ?
-વેદો મુજબ શ્રી યંત્રમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોય છે. કલિયુગમાં શ્રી યંત્રને કામધેનુ સમાન માનવામાં આવે છે. એના મંત્ર સિદ્ધ થવા પર બધા પ્રકારની શ્રી અર્થાત ચારેવ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. આ યંત્રમાં વાસ્તુદોષ નિવારણની અદ્દભુત ક્ષમતા છે. એમાં બ્રહ્માંડની ઉતપતિ અને વિકાસનું પણ પ્રદર્શન છે.
*કરવા ચોથ પર ચંદ્રમાની પૂજા કેમ કરવામાં આવે છે?
-ચંદ્રમા મનના દેવતા છે. આ કારણથી આપણાં મનની સ્થિતિ ચંચળ, સ્થિરતા અને પ્રસન્નતા વગેરેને નિયંત્રિત કરે છે. મસ્તક પર બન્ને ભ્રમરના મધ્ય સ્થાનને ચંદ્રમાનો ભાગ કહેવાય છે. અહીંયા ચંદ્રમાનો પ્રસન્ન કરવા માટે ચંદન રોલી વગેરેનું તિલક લગાવવામાં આવે છે અને મહિલાઓ બિંદી લગાવે છે.
કરવા ચોથના ચંદ્રમાની પ્રસન્નતા માટે દિવસે ઉપવાસ રાખવામાં આવે છે અને ફરી રાત્રે ચંદ્રમા ઉદય થઈ જાય છે, ત્યારે અર્ધ્ય આપીને તેનું વિધિવત પૂજન કરવામાં આવે છે.
ત્યારપછી સૌભાગ્યશાળી મહિલાઓ અન્ન-જળ ગ્રહણ કરે છે. કરવા ચોથનું આ વ્રતને મનાવવા પાછળ ધન-માન, સૌભાગ્ય અને પતિની દરેક સંકટથી રક્ષાને મુખ્ય કારણ બતાવવામાં આવે છે.
*પરણિત સ્ત્રીઓ માંગમાં સિંદૂર કેમ સજાવે છે?
-માંગમાં સિંદૂર સજાવવું એ સુહાગન સ્ત્રીઓનું પ્રતીક માનવામાં આવે છે. આ જ્યાં મંગલદાયમ માનવામાં આવે છે, ત્યાં જ આનાથી એમના રૂપ-સૌંદર્યમાં પણ નિખાર આવી જાય છે. માંગમાં સિંદૂર સજાવવું એ એક વૈવાહિક સંસ્કાર પણ છે.
શરીર રચના વિજ્ઞાન મુજબ સૌભાગ્યવતી સ્ત્રીઓ જે સ્થાન પર સિંદૂર સજાવે છે, તે સ્થાન બ્રહ્મરંધ અને અહિંમ નામના મર્મસ્થળની ઠીક ઉપર છે. સ્ત્રીઓનું આ મર્મસ્થળ ખૂબ કોમળ હોય છે.
તેની સુરક્ષાના નિમિત્ત સ્ત્રીઓ ત્યાં સિંદૂર લગાવે છે. સિંદૂરમાં કેટલીક ધાતુ વધુ પ્રમાણમાં હોય છે. જેના કારણે ચહેરા પર જલ્દી કરચલીઓ પડતી નથી અને સ્ત્રીના શરીરમાં વિદ્યુતીય ઉત્તેજના નિયંત્રિત હોય છે.
*પૂજામાં તુલસીનું મહત્વ કેમ?
-બ્રહ્મવૈવર્તમાં કહેવાય છે કે સહસ્ત્રો ઘડા અમૃતથી સ્નાન કરીને પણ ભગવાન વિષ્ણુને એટલી તૃપ્તિ નથી થતી, જેટલી એક તુલસીનું પાન ચઢાવવાથી પ્રાપ્ત કરી લે છે. પ્રતિદિન તુલસી ચઢાવીને વિષ્ણુજીની પૂજા કરનાર વ્યક્તિને એક લાખ અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે.
*સંકલ્પ કરવો જરૂરી કેમ છે?
-ધાર્મિક કાર્યોને શ્રદ્ધા-ભક્તિ, વિશ્વાસ અને તન્મયતા સાથે પૂર્ણ કરવાની ધારણ શક્તિનું નામ જ સંકલ્પ છે. દાન એવમ યજ્ઞ વગેરે સદકર્મોનું પુણ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેને સંકલ્પ સાથે પૂરું કરવામાં આવ્યું હોય. કામનાનું મૂળ જ સંકલ્પ છે અને યજ્ઞ સંકલ્પથી જ એ પૂર્ણ થાય છે.
*ધાર્મિક કાર્યોમાં શંખનાદ કેમ કરાય છે?
-અર્થવવેદ મુજબ શંખ અંતરિક્ષ, વાયુ, જ્યોતિમંડલ અને સુવર્ણથી સંયુક્ત હોય છે. શંખનાદથી શત્રુઓનું મનોબળ નબળું પડી જાય છે. પૂજા અર્ચનાના સમયે જે શંખનાદ કરે છે તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે અને તે ભગવાન શ્રી હરિ સાથે આંનદપૂર્વક રહે છે. આ કારણથી બધા ધાર્મિક કાર્યોમાં શંખનાદ જરૂરી છે.
*ચરણ સ્પર્શની પરંપરા કેમ?
-ચરણ સ્પર્શની ક્રિયામાં અંગ સંચાલનની શારીરિક ક્રિયાઓ વ્યક્તિના મનમાં ઉત્સાહ, ઉમંગ અને ચૈતન્યતાનો સંચાર કરે છે. આ ક્રિયા પોતાના માં જ એક લઘુ વ્યાયામ છે ઉપરાંત યૌગિક ક્રિયા પણ છે. જેનાથી મનનો તણાવ, આળસ અને મનની મલિનતાથી મુક્તિ પણ મળે છે.
*વૃક્ષ પૂજનનું મહત્વ કેમ?
-ભારતીય ધર્મ સંસ્કૃતિમાં વૃક્ષોને અત્યંત પવિત્ર અને દેવતા સ્વરૂપ માનવામાં આવ્યા છે. મનુ સ્મૃતિ મુજબ વૃક્ષ યોની પૂર્વ જન્મના કર્મોનું પરિણામ માનવામાં આવે છે. વૃક્ષોને જીવિત અને સુખ દુઃખનો અનુભવ કરવા વાળા માનવામાં આવ્યા છે.
પરમાત્માએ વૃક્ષનું સર્જન સંસારના કલ્યાણ માટે કર્યું છે. જેથી તે પરોપકારના કાર્યોમાં લાગેલા રહે છે. વૃક્ષ ભીષણ ગરમીમાં તપીને પણ અન્ય પ્રાણીઓને શીતળ છાયો પ્રદાન કરે છે.
સદપુરુષ સમાન આચરણ કરતા વૃક્ષ પોતાનું સર્વસ્વ બીજાના કલ્યાણ માટે અર્પિત કરી દે છે. વૃક્ષોની સઘન છાયા નીચે બેસીને અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓએ ઠંડી, ગરમી અને વરસાદથી બચીને તપસ્યા કરી અને સિદ્ધિને પ્રાપ્ત કરી છે.