નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બધાની નજર એ વાત પર રહેશે કે નિર્મલા સીતારમણ નોકરીયાત લોકોને ટેક્સમાં કોઈ રાહત આપશે કે નહીં. પરંતુ બજેટ પહેલા નાણામંત્રીએ વરિષ્ઠ નાગરિકોને મોટી ભેટ આપી છે. આ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વરિષ્ઠ નાગરિકોને આપેલા વચનને પૂર્ણ કરતા નાણા મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
ટ્વિટમાં શું કહ્યું
ટ્વિટ અનુસાર 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો, જેમની પાસે પેન્શન અને બેંકો પાસેથી વ્યાજ તેમની આવકના સ્ત્રોત તરીકે છે, તેમને રાહત મળશે. આ સિવાય તેમને ઇનકમ ટેક્સ પણ નહીં ભરવો પડે. આવકવેરામાં રાહતને લઈને બજેટ 2022 પહેલા ચર્ચાઓ ચાલી રહી છે. નોકરિયાત લોકો આવકવેરાના સ્લેબમાં રાહતની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તે પહેલા વૃદ્ધો માટે સારા સમાચાર આવ્યા છે.
કરમુક્તિ મળશે
આ ટ્વીટમાં નાણા મંત્રાલયે કહ્યું કે 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. જેમની આવક પેન્શન અથવા બેંકોમાંથી વ્યાજ છે તેમને રાહત આપવામાં આવશે. આ માટે સરકારે ઇન્કમ ટેક્સ એક્ટમાં એક નવી કલમ ઉમેરી છે. 75 વર્ષથી વધુ વયના નાગરિકોને લાભ આપવા માટે આવકવેરા કાયદા 1961ના નિયમોમાં સુધારો કરીને નવી કલમ 194-પી ઉમેરવામાં આવી છે. આ સુધારા અંગે બેંકોને પણ જાણ કરવામાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે કહ્યું છે કે આને લગતા ફોર્મ અને શરતો માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેમજ ટેક્સના નિયમ 31, નિયમ 31એ, ફોર્મ 16 અને 24ક્યુમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. નાણામંત્રીએ બજેટ 2022માં પણ આની જાહેરાત કરી હતી. હવે જે બેંકમાં વૃદ્ધોનું ખાતું હશે, તેમની આવક પર જે પણ ટેક્સ લાગશે તે બેંક કાપી લેશે. ટેક્સ રિટર્નમાં છૂટ માટે સિનિયર સિટીઝને ફોર્મ 12BBA ભરીને બેન્કમાં જમા કરાવવાનું રહેશે.
મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More
विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More
चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More
जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More
अमिताभ बच्चन को उनकी लंबी फिल्मोग्राफी और ऑन-स्क्रीन करिश्मा के लिए एक जीवित किंवदंती कहा… Read More
रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More