Categories: ક્રિકેટ

IPL 2023: આઈપીએલએ અચાનક વિદેશી ખેલાડીઓને આપ્યો મોટો ઝટકો, આ નિયમ હેઠળ ટીમમાં સામેલ નહીં થાય ટીમ

ભારતીય ક્રિકેટ બોર્ડે તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કર્યો છે. ક્રિકેટ ઉપરાંત ફૂટબોલ, રગ્બી, બાસ્કેટબોલ અને બેઝબોલ જેવી રમતોમાં પણ આ નિયમ પહેલાથી જ લાગુ છે, જ્યારે આઇપીએલમાં તેનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવશે. પરંતુ આ નિયમને લગતી એક મોટી અપડેટ સામે આવી છે, જેને જાણીને ક્યા વિદેશી ખેલાડીઓ બિલકુલ ખુશ નહીં થાય.

IPLમાં આ રીતે લાગુ થશે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમો

image soucre

ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ અંતર્ગત કેપ્ટન મેચ દરમિયાન 11 રમવાના ખેલાડીને બદલે અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરી શકે છે. ઓક્ટોબરમાં સૈયદ મુસ્તાક અલી ટી -૨૦ ટૂર્નામેન્ટ દરમિયાન બીસીસીઆઈ દ્વારા આ નિયમની ચકાસણી કરવામાં આવી હતી અને રાજ્યની ટીમોએ આ પગલાને આવકાર્યું હતું. પણ મીડિયા રિપોર્ટ જણાવે છે કે, આઇપીએલમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ માત્ર ભારતીય ખેલાડીઓ પર જ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનો ઉપયોગ વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં લાવવા માટે ન થઈ શકે.

આઈપીએલની તમામ ટીમોને આપવામાં આવ્યું અપડેટ

image soucre

ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર તમામ ફ્રેન્ચાઈઝીઓને પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું છે કે, કોઈ વિદેશી ખેલાડી સબસ્ટીટ્યૂટ તરીકે અન્ય વિદેશી ખેલાડીને રિપ્લેસ કરી શકે તેમ નથી. આ સાથે જ કોઈ પણ વિદેશી ખેલાડી ભારતીય ખેલાડીના રિપ્લેસમેન્ટ તરીકે આવી શકે નહીં. હાલમાં જ બીસીસીઆઈએ આ નિયમ વિશે જાણકારી આપતા કહ્યું હતું કે, “આઈપીએલ 2023થી એક નવા પરિમાણને જોડવા માટે એક કોન્સેપ્ટ રજૂ કરવામાં આવશે, જેમાં ટીમ દીઠ એક સબસ્ટિટ્યૂટ ખેલાડી આઈપીએલની મેચોમાં વધુ સક્રિય રીતે ભાગ લઈ શકશે.” આ સાથે સંબંધિત નિયમો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. ”

ટીમોને ઇમ્પેક્ટ પ્લેયર્સથી ફાયદો થાય છે

image soucre

ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ હેઠળ ટીમ ચાર ખેલાડીઓમાં ફેરફાર કરી શકે છે, આવો કોઇ પણ વિકલ્પ જોકે, ઇનિંગની 14મી ઓવર પહેલા જ કરી દેવામાં આવશે. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે જોડાનાર ખેલાડી પણ પોતાનો ક્વોટા નાંખી શકશે કે પછી નવા બેટ્સમેનની જેમ બેટિંગ કરી શકશે.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 weeks ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 weeks ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 weeks ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 weeks ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 weeks ago