ઝલક દિખલા જા 10: ફેમસ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 10’ ઘણા વર્ષો બાદ 3 સપ્ટેમ્બરે પરત ફરી રહ્યો છે. આ સિઝનને માધુરી દીક્ષિત, કરણ જોહર અને નોરા ફતેહી જજ કરી રહ્યા છે. જ્યારે મનીષ પોલ આ શોને હોસ્ટ કરશે. આ વખતે આ શો એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે આ વખતે ડાન્સ સ્કિલ્સ બતાવવા માટે ‘બિગ બોસ’ની ટ્રોફી જીતનારા બે વિનર્સ શિલ્પા શિંદે અને રૂબીના દિલૈક છે. બીજું કારણ છે પારસ કલનાવત, જેને આ શોના કારણે રાતોરાત ‘અનુપમા’માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે રૂબીનાથી લઈને પારસ કલનાવત સુધીના આ સ્ટાર્સ આ શો કરવા માટે સ્પર્ધકો તરીકે કેટલી ફી લઈ રહ્યા છે? જાણો આ સવાલનો જવાબ.
અમારી સહયોગી વેબ સાઇટ બોલીવૂડલાઇફમાં પ્રકાશિત અહેવાલો અનુસાર, રૂબીના દિલૈક આ શોમાં સનમ જોહર સાથે પરફોર્મ કરતી જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર રૂબીના એક એપિસોડ માટે લગભગ 7 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે.
‘ભાભી જી ઘર પર હૈં’માં અંગૂરી ભાભીનો રોલ કરીને ફેમસ થયેલી શિલ્પા શિંદે લાંબા સમય બાદ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક્ટ્રેસ એક એપિસોડ માટે લગભગ 5 લાખ રૂપિયા લઇ રહી છે.
‘ખતરોં કે ખિલાડી સીઝન 12’માં જોવા મળેલી ફૈઝલ શેખ ‘ઝલક દિખલા જા સીઝન 10’ માટે લગભગ 10થી 11 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે. તેવો અંદાજ.
આ ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લેવા માટે અહેવાલો અનુસાર ટીવીની બોલ્ડ એક્ટ્રેસ નિયા શર્મા એક એપિસોડના લગભગ અઢી લાખ રૂપિયા લઈ રહી છે. નામ જાહેર થયા બાદથી જ નિયા સતત વીડિયો શેર કરી રહી છે.
‘અનુપમા’માં સમરનો રોલ કરનાર પારસ કલનાવત કોઇથી છૂપાયેલો નથી. અહેવાલો અનુસાર, પારસ કલનાવત આ શોનો ભાગ બનવા માટે પ્રતિ એપિસોડ લગભગ 50,000 રૂપિયા ચાર્જ કરી રહ્યો છે.
આ શોમાં કપિલ શર્માની દાદીનો રોલ કરનાર અલી અસગર આ વખતે ડાન્સમાં હાથ અજમાવશે. રિપોર્ટ્સ અનુસાર અલી અસગર એક એપિસોડ માટે લગભગ 2 લાખ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે.
અમૃતા ખાનવિલકર ‘ઝલક દિખલા જા સીઝન ૧૦’ નો ભાગ બનવા માટે લગભગ ૧ લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે. જ્યારે નીતિ ટેલર એક એપિસોડ માટે લગભગ દોઢ લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે.
સીરિયલ ‘કુંડલી ભાગ્ય’માં લોકોનું દિલ જીતનાર ધીરજ ધૂપર આ વખતે આ શોનો ભાગ બની રહ્યો છે. સમાચાર મુજબ તે એક એપિસોડ માટે લગભગ અઢી લાખ રૂપિયા લઇ રહ્યો છે. જ્યારે સેલિબ્રિટી શેફ જોરાવર કાલરા એક એસિપોડ માટે લગભગ 50 હજાર રૂપિયા લઇ રહ્યા છે.
મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More
विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More
चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More
जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More
अमिताभ बच्चन को उनकी लंबी फिल्मोग्राफी और ऑन-स्क्रीन करिश्मा के लिए एक जीवित किंवदंती कहा… Read More
रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More