અમિતાભનો ‘જલસા’ બંગલો, જુઓ અંદરથી કેટલો સુંદર અને ભવ્ય લાગે છે…
આપણે બધા જાણીએ છીએ કે સદીના મહાનાયક તરીકેનું બિરુદ મેલવેલ બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમના પત્ની જયા બચ્ચન એક આદર્શ દંપતીના રૂપમાં ઓળખાય છે. માત્ર બોલિવુડનું જ નહીં બલ્કે આખા દેશમાં આ પરિવાર ખૂબ જાણીતું છે. તેમની નાનામાં નાની વાત પણ સમાચારમાં આવી જઈને ચર્ચાઈ જતી હોય છે.
તો આપણે તેથી અજાણ નથી કે તેઓ મુંબઈના ખૂબ જ જાણીતા અને રહિશ વિસ્તારમાં આવેલ જુહુના બંગલામાં જેનું નામ છે, જલસા બંગલો. વર્ષોથી એક એવી પ્રથા પણ ચાલી આવે છે કે તેમના ઘરની બાલ્કનીમાંથી બહાર આવે છે બિગ બી દર રવિવારે તેના ચાહકોને માટે હાથ ઊંચો કરીને શુભેચ્છાઓ પાઠવે છે.
આપને જાણીને નવાઈ લાગશે કે જૂજ મિનિટો માટે બિગ બીની એક ઝલક માત્ર મેળવવા માટે દર રવિવારે ૩૦ વર્ષથી પણ વધુ સમયથી સેંકડોની સંખ્યામાં આજની તારીખે પણ આ મહાન અભિનેતાના દર્શન કરવા તેમના ચાહકો દૂર-દૂરથી આવે છે.
આપણે અવારનવાર તેમના બ્લોગમાં અને ન્યૂઝમાં તેમના બંગલાની તસવીરોમાં આપણે બહારથી જોઈ છે, પરંતુ તમે ક્યારેય જલસાની અંદરની તસવીરો જોઇ છે, ખરી? તો ચાલો તમને જલસા બંગલોના અંદના ભવ્ય ડેકોર બતાવવા લઈ જઈએ.
જલસા બંગલો સાથે જોડાયેલ કેટલીક અજાણી વાતો…
ચાલો, જલસા બંગલોના અંદરથી ફોટોઝ જોવાની સાથે અમે આપને જલસાને લગતા રસપ્રદ અજાણ્યા તથ્યો જણાવવાથી શરૂઆત કરીએ અને જાણીએ કે જલ્સા કેવી રીતે અમિતાભ બચ્ચનનું ઘર બન્યું. હિન્દી ફિલ્મ જગતના બહુ જાણીતા ફિલ્મ દિગ્દર્શક રમેશ સિપ્પીએ અમિતાભને તેમની સુપર હિટ ફિલ્મ સત્તે પે સત્તામાં અભિનય કરવા બદલ આ બંગલો આપ્યો હતો.
અમિતાભે તેમનું મુંબઈમાં પહેલું જે મકાન ખરીદ્યું હતું તેનું નામ પ્રતિક્ષા બંગલો છે. જે જલસાથી માત્ર ૧ કિલોમીટર દૂર સ્થિત છે. પહેલું ઘર છે એટલે સ્વાભાવિક રીતે પ્રતીક્ષા અમિતાભના હૃદયની ખૂબ નજીક છે. આ બંગલોમાં તેમના માતાપિતાની યાદો તેમની સાથે જોડાયેલ છે.
જલસા બંગલો કેવો છે, આવો જોઈએ…
જલસા, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનો આ એકદમ રાજા શાહી બંગલો છે, જેનું ડેકોર અને બાહ્ય રચના જોઈએ તો એવું લાગે કે તે કોઈ મહેલથી ઓછું નથી. આજના સમયમાં તેની કિંમત આશરે ૧૦૦થી ૧૨૦ કરોડ જેટલી આંકવામાં આવે છે.
ઘરના આંતરિક ભાગને શાહી ટચ આપવા માટે, અરીસાવાળી આભલા મઢેલી છાજલીઓ, ફ્લોર ટુ સીલિંગ વિંડોઝ, ગ્લાસ ઝુમ્મર અને લક્ઝરીયસ પેઇન્ટિંગ્સ ફીટ કરવામાં આવેલ છે. વધુમાં તેના ઇન્ટિરિયર ડેકોરમાં લાકડાનો ઉપયોગ કરીને, ઘરને એકદમ આગવું ભવ્ય ઓપ અપાયો છે.
જે ઘરને અંદરથી પ્રકાશિત અને હૂંફાળો પણ બનાવે છે. તેનું લાઈટિંગ પણ એકદમ ગ્લેમરસ લુક આપે છે. આખા બંગલામાં વિવિધ જગ્યાઓએ બાળપણથી લઈને આજ સુધીના સમયના બચ્ચન પરિવારના સભ્યોના ફોટોગ્રાફ્સ ઘરની એક એક દિવાલ પર જોવા મળી શકે છે. બાહ્યના ભાગમાં એક નાનો છતાં સુંદર બગીચો પણ છે, જેમાં ઘણાં બધાં કુંડાઓમાં વેલ અને છોડ વાવેલા છે.
જાણો કેટલી છે સંપત્તિ આ પ્રખ્યાત દંપતી પાસે…
બોલિવૂડમાં સફળતા હાંસલ કર્યા પછી, જયા બચ્ચને વર્ષ ૨૦૦૪માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને સમાજવાદી પાર્ટી દ્વારા સાંસદ તરીકે ચૂંટાયા હતાં. ત્યાર બાદ વર્ષ ૨૦૧૮માં ચોથી વખત ઉમેદવારી નોંધાવતી વખતે જયા બચ્ચને એફિડેવિટ દાખલ કરીને પતિ અમિતાભ સાથે સંયુક્ત સંપત્તિની ઘોષણા કરતા કહ્યું હતું કે આ બંનેની કુલ કિંમત રૂ . ૧૦૦૦ કરોડ છે.
એક પ્રખ્યાત અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ દંપતી ૪૬૦ કરોડ રૂપિયા જેટલી જંગમ અને સ્થાવર મિલકત ધરાવે છે. આ સિવાય તેમની પાસે ૮૨ કરોડની જ્વેલરી છે.
તેમની પાસે જંગમ મિલકત ૫૪૦ કરોડની છે. આ સિવાય આ કપલ પાસે ૧૨ વાહનો છે. અને બ્રાંડની લક્ઝરી કાર ઉપરાંત આ પરિવારમાં નેનો કાર અને એક ટ્રેક્ટરની પણ રાખેલ છે.
વિદેશમાં પણ છે, તેમની મિલ્કત…
જયા અને અમિતાભની ભારત દેશમાં જ નહીં વિદેશમાં પણ સંપત્તિ છે. ફ્રાન્સમાં તેની પાસે રહેવાસી મિલકત ૩૧૭૫ ચોરસ મીટર જેટલી જમીન છે. લખનઉમાં તેમની પાસે ૨.૩ કરોડની કૃષિ જમીન છે. આટલું જ નહીં અમિતાભનું બારાબંકીમાં પણ ૫.૭ કરોડનો પ્લોટ છે.
અમિતાભ અને જયા પાસે મોંઘી ઘડિયાળો અને પેનનું કલેક્શન છે, જેની કિંમત લગભગ ૪ કરોડ રૂપિયા જેટલી હોવાનો અંદાજ કાઢવામાં આવે છે.
અમિતાભ પાસે એક પેન એવી પણ છે, જેની કિંમત ૯ લાખ રૂપિયા છે.
Con Lo Traguardo Di Rtbet login, inizia navigando sul loro sito ufficiale utilizzando un browser… Read More
Ogni messa a disposizione che proponiamo è accompagnata da termini chiaramente definiti — niente regole… Read More
Crea una password robusta con lo scopo di proteggere il tuo account da accessi non… Read More
The Particular site’s games are usually arranged directly into several clear parts, meaning an individual… Read More
The Particular styles associated with video games lengthen coming from slot devices in order to… Read More
We All calculate each the particular maximum brightness within a 10% windowpane and also the… Read More