સવારે ઉઠીને સૌથી પહેલાં કરો આ 3 મંત્રનો જાપ, તમારા જીવનમાં નહીં રહે કોઇ અડચણ
હિન્દૂ ધર્મ પરંપરાનો ધર્મ માનવામાં આવે છે. આપના શાસ્ત્રોમાં ઘણી એવી વાતો છે જેનાથી આપણે સાવ અજાણ જ છે. અને જો કદાચ જાણતા પણ હોય તો પૂરેપૂરી માહિતી આપણી પાસે નથી હોતી. આપણા આ શાસ્ત્રોમાં કેટલાંક નિયમો, શુભ-અશુભ અને યોગ માટેનાં ઉપાય જણાવવામાં આવ્યા છે. જો આપણે આ શાસ્ત્રોમાં દર્શાવેલ ઉપાયનું નિયમિત રીતે પાલન કરીએ તો આપણને સફળતા અવશ્ય મળે છે.
આમ તો એવું જ કહેવામાં આવે છે કે સ્નાન કર્યા બાદ જ પૂજા પાઠ, પ્રભુ ભક્તિ કે પછી કોઇ શુભ કાર્ય હાથ પર લેવુ જોઈએ. પરંતુ જો સવારે ઉઠતાની સાથે જ ન્હાયા વગર પણ જો તમે આ મંત્રોનો જાપ કરશો તો તમારાં જીવનની ઘણી બધી તકલીફો દૂર થઇ જશે.
ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानुः शशी भूमिसुतो बुधश्च ; गुरुश्च शुक्रः शनि राहुकेतवः कुर्वन्तु सर्वे ममसुप्रभातम्..
આ મંત્રનો અર્થ થાય છે કે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ , રાહુ અને કેતુ આ દરેક દેવ મારી સવારને શુભ બનાવે. આ મંત્રને લઇને એવી માન્યતા પ્રવર્તે છે કે તેનો જાપ કરવાથી દેવી-દેવતા અને નવ ગ્રહ પ્રસન્ન થાય છે અને આપણને તેમની કૃપા મળે છે. એટલું જ નહીં નિયમિત આ મંત્ર બોલનાર વ્યક્તિને દરેક પ્રકારના દુર્ભાગ્યથી મુક્તિ મળે છે
कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती ; करमूले तू गोविंद: प्रभाते करदर्शनम्..
એવું કહેવામાં આવે છે કે સવારે ઉઠતાની સાથે જ તમારે તમારી હથેળી જોવી જોઇએ, કારણ કે એવું માનવામાં આવે છે કે આપણા હાથના આગળના ભાગમાં દેવી લક્ષ્મી, મધ્ય ભાગમાં દેવી સરસ્વતી અને હાથના મૂળભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આ કારણથી તમે જ્યારે સવારે ઉઠો કે તરત જ તમારેબન્ને હથેળીને એકસાથે જોઇને આ મંત્રનો જાપ કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
એવું પણ કહેવામાં આવે છે કે સવારે તમે જ્યારે ઉઠો અને જમીન પર તમારા પગ મુકો એ તમે પહેલા ધરતી માતાને પ્રણામ કરો, કારણ કે ધરતી માતા પર આપણે આખો દિવસ ચાલીએ છીએ. આખો દિવસ તેની પર ચાલીને કામ કરીએ છીએ. આ કારણથી સવારે ઉઠીને સૌથી પહેલા આપણે ધરતી માને પ્રમાણ કરીને તેમની માફી માંગવી જોઇએ. અને આ મંત્ર બોલવો જોઈએ
સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે |
વિષ્ણુપત્નિ નમસ્તુભ્યં, પાદસ્પર્શં ક્ષમસ્વમે
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More
ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More