આજે અમે તમારા માટે કિન્નરોના ભગવાન અને તેમના લગ્ન વિશેની મહત્વપૂર્ણ બાબતોને લઈને આવ્યા છીએ, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો હશો કે આવું ખરેખર થાય છે ? સ્ત્રીઓ અને પુરુષો સિવાય માનવ યોનિમાં ત્રીજો વર્ગ પણ છે, જેને આપણે વ્યંઢળ અથવા કિન્નર નામથી જાણીએ છીએ. આજના સમયમાં કિન્નરને થર્ડ જેન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. કિન્નરની ઓળખ તેના નૃત્ય સમુદાય તરીકે ઓળખાય છે.
કિન્નર ક્યારેય માતાપિતા બની શકતા નથી
કિન્નર ક્યારેય માતાપિતા બની શકતા નથી. ઘરે ઘરે માગીને કિન્નરો પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે કોઈના ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય અથવા જ્યારે કોઈના ઘરમાં લગ્ન હોય છે, તો તે ઘરે,કિન્નરો તેમની ખુશીમાં પૈસા લેવા તેમના ઘરે જાય છે અને તેમણે વ્યંઢળને ખુશ કરવા માટે લોકો પૈસા આપે પણ છે. એવું કહેવામાં આવે છે કે કિન્નરને ક્યારેય નિરાશ કરવા ન જોઈએ, નહીં તો તેનો શ્રાપ લાગે છે.
કિન્નરોના ભગવાન ઈરાવાન છે
જો આપણે કિન્નરોના ભગવાનની વાત કરીએ તો, તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કિન્નરોના ભગવાન અર્જુન અને નાગ કન્યા ઉલુપીના સંતાન ઈરાવાન છે, જેને લોકો આજે અરાવન તરીકે ઓળખે છે. ઇરાવન કેવી રીતે વ્યંઢળોના ભગવાન બન્યા અને તે શા માટે એક રાત માટે લગ્ન કરે છે તેનો સીધો સંબંધ મહાભારતના યુદ્ધ સાથે છે. આ વાર્તા કહેતા પહેલા તમને એમ પણ કહી દઈએ કે તેમના લગ્ન કઈ જગ્યાએ થાય છે અને લગ્ન પછી શું થાય છે.
ન્નરના લગ્ન ફક્ત એક રાત માટે જ થાય છે
તમે કિન્નરો વિશે ઘણુ સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને વ્યંઢળો વિશે વિશે જે જણાવવા જઈ રહ્યા છીએ તે તમે ક્યારેય નહી શાંભળ્યું હોય. જીહા મિત્રો, આજે આપણે વાત કરીશું કિન્નરના લગ્નની, એવું કહેવામાં આવે છે કે કિન્નરના લગ્ન ફક્ત એક રાત માટે જ થાય છે, તે પણ ભગવાન સાથે. કિન્નરો ભગવાનની મૂર્તિ સાથે લગ્ન કરે છે.
વિધવા બનીને આખી જિંદગી વિતાવે છે
કિન્નરના લગ્નની ઉજવણી માટે તામિલનાડુના કુવાગન જવુ પડશે. અહીં દર વર્ષે, વ્યંઢળના લગ્નની ઉજવણી તમિળ નવા વર્ષની પ્રથમ પૂર્ણિમાએ શરૂ થાય છે. જે ફક્ત 18 દિવસ સુધી ચાલે છે જેમાં કિન્નરો 17 મા દિવસે લગ્ન કરે છે. સોળે શણગાર સજીને મંગળસૂત્ર પહેરાવીને કિન્નરના લગ્ન થાય છે અને લગ્નના બીજા દિવસે ઇરાવન દેવની પૂજા કરવામાં આવે છે અને દેવની મૂર્તિને આખા શહેરમાં ફેરવવામાં આવે છે અને ત્યાર બાદ મૂર્તિને તોડી નાખવામાં આવે છે. જે પછી વ્યંઢળ પોતાના શરીર પરનો બધો શણગાર ઉતારી વિલાપ કરે છે અને વિધવા બનીને આખી જિંદગી વિતાવે છે. તો આવો જાણીએ લગ્નથી લઈને વિધવા સુધીનો આખુ જીવન.
કોઈ રાજકુમાર બલિદાન આપવા તૈયાર ન હતો
તમને જણાવી દઈએ કે મહાભારત યુદ્ધ પહેલા પાંડવોએ મા કાલીની ઉપાસના કરી હતી. આ પૂજામાં રાજકુમારની બલિ ચઢાવવાની હતી જ્યારે કોઈ રાજકુમાર બલિદાન આપવા તૈયાર ન હતો, ત્યારે ઇરાનન એટલે કે કિન્નરોના ભગવાને કહ્યું કે હું બલિદાન આપવા તૈયાર છું, પરંતુ બલિદાન પહેલાં તેણે એક શરત મૂકી હતી કે તે લગ્ન કર્યા વિના બલિદાન આપશે નહીં. જે પછી પાંડવો પાસે નક્કી કરવાનો કોઈ રસ્તો નહોતો કે કઈ રાજકુમારી ઇરાવાન સાથે લગ્ન કરશે અને બીજા જ દિવસે વિધવા થઈ જશે.
કિન્નરો ઇરાવનને તેમના દેવતા માને છે
શ્રીકૃષ્ણજીએ ત્યારે આ સમસ્યાનો હલ બતાવ્યો, શ્રીકૃષ્ણે જાતે મોહિનીનું રૂપ ધારણ કર્યું અને ઇરાવન સાથે લગ્ન કર્યા. બીજે દિવસે ઇરાવનને બલિદાન આપ્યું અને શ્રી કૃષ્ણએ વિધવા તરીકે શોક વ્યક્ત કર્યો. આ ઘટના પછી જ કિન્નરો ઇરાવનને તેમના દેવતા માને છે. સાથે તેમની પૂજા કરે છે અને દર વર્ષે તમિળ નવા વર્ષની પૂર્ણીમાએ લગ્ન કરે છે.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More