જો તમને એવું લાગતું હોય કે તમે બધું જ જોઈ લીધું છે અને પૃથ્વી પરની બધી જ મહાન જગ્યાઓ જોઈ લીધી છે. તો અમે તમારા માટે એક સર્પ્રાઇઝ લઈને આવ્યા છીએ. આજના આ લેખમાં અમે તમારી માટે એવી જગ્યાઓની યાદી લઈને આવ્યા છે જેને તમે તમારી બકેટ લિસ્ટમાં ચોક્કસ સમાવશો કારણ કે તે તમારી કલ્પનાશક્તિ કરતાં પણ ક્યાંય વધારે અદ્ભુત છે.
શું તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે તમે પહાડોથી ઘેરાયેલા હોવ અને તેની મધ્યમાં આવેલા ગરમ ઝરામાં સ્નાન લઈ રહ્યા હોવ ? મેમથ નામ તેના વિશાળ પહાડોના કારણે આપવામાં આવ્યું છે અને અહીંના તળાવોના પાણી સ્ફટિક જેવા સ્વચ્છ હોય છે.
આપણે બધા ટર્કીને તેના કલરફૂલ અને બ્રાઇટ લેન્ડસ્કેપ્સ માટે ઓળખીએ છીએ. તેમ છતાં ઘણા બધા લોકો ટર્કીશ રાજ્યના આ ઐતિહાસિક સ્થળ અને તેના સૌંદર્યથી અજાણ છે. અહીં તમને હોટએયર બલૂનની ટૂઅર કરાવવામાં આવે છે જે સૂર્યોદયથી શરૂ થાય છે. તેમાં પ્રવાસ કરીને તમે ઊંડી ખીણો, કેનયન્સ અને અન્ય આકર્ષણો જોઈ શકો છો.
આ ગરમ પાણીનું ઝરણુ એ વિશ્વમાં ત્રીજા નંબરનું ગરમ પાણીનું વિશાળ ઝરણું છે. તેમાં પ્રથમ ક્રમ ન્યુઝિલેન્ડના ફ્રાઇંગ પેનના ઝરણાનો આવે છે અને બીજો ક્રમ આવે છે ડોમિનિકન રિપબ્લીકના બોઇલિંગ લેકનો. આ ઝરણું 370 ફૂટનો ડાયામિટર ધરાવે છે જે એક ફુટબોલ ગ્રાઉન્ડ કરતા મોટો છે.
સ્મૂ કેવ સ્કોટલેન્ડની ખુબ જ રસપ્રદ અને પૌરાણિક ગુફાઓ છે. તે બ્રિટેનની સૌથી મોટી ગુફાઓમાંની એક છે. સ્મૂ કેવ નામનો અર્થ થાય છે કાણું/છીદ્ર/બાકોરુ અથવા તો છૂપાવાની જગ્યા. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે ત્યાં વધારે પ્રવાસીઓ નથી માટે જ આ જગ્યાનો અનુભવ તમારે ચોક્કસ લેવો જોઈએ.
જ્યારે તમે ‘આર્કટિક’નું નામ સાંભળો ત્યારે તમારા મગજમાં સૌ પ્રથમ વિચાર શું આવે છે ? જો તમારો ખ્યાલ એવો હોય કે તે અત્યંત ઠંડુ, રુક્ષ, શુષ્ક હશે તો તમારા આ બધા જ વિચારો ત્યારે હવામાં ઓગળી જશે જ્યારે તમે આ હોટેલની મુલાકાત લેશો. આ હોટેલ કોઈ બીબાઢાળ હોટેલ નથી. આ હોટેલ બનેલી છે અગણિત ગ્લાસ ઇગ્લુની.
જંગલની મધ્યમાં આ હોટેલ આવી છે જેમાં અગણિત ગ્લાસ ઇગ્લુ આવેલા છે. આ પારદર્શક ઇગ્લુમાંથી તમે નોર્ધન લાઇટ્સનું સુંદર, ભાવવિભોર કરતું અદ્ભુત દ્રશ્ય નિહાળવા મળશે. કદાચ તમને યાદ હશે તો વિરાટ-અનુશ્કા પોતાના લગ્ન બાદ હનિમુન માટે ફિનલેન્ડ જ ગયા હતા જ્યાં તેમણે નોર્ધન લાઇટ્સ એન્જોય કરી હતી.
આ પર્વતનું નામ 1916માં એડિથ કાવેલ નામની ઇંગ્લીશ નર્સના નામપરથી રાખવામાં આવ્યું છે. તેણીને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મન સૈનિકો દ્વારા મારી નાખવામાં આવી હતી કારણ કે તેણી ઘવાયેલા બેલ્જિયમ સૈનિકોની સારવાર કરી રહી હતી. આ જગ્યામાં તમે પાઇના જંગલની સુગંધ અનુભવશો, અને વિશાળ માઉન્ટ એડિથ કાવેલની ભવ્યતા અનુભવી શકશો અને સામે આવેલી કાવેલ એરિયાની એન્જલ ગ્લેશિયરને પણ જોઈ શકશો.
મેક્સિકો પોતાની સેનોટેઝ માટે જાણીતુ છે. સેનોટે એટલે ભુ જળ, અન્ડરગ્રાઉન્ડ વોટર. મેક્સિકોના અગણિત સેનોટેમાં ઈક-કિલ સેનોટે તમારા હૃદયના ધબકારા ચુકાઈ જાય તેટલું સુંદર છે. જો તમારે આ અદ્ભુત સેનોટેમાં આવવું હોય તો તમારે 26 મિટર નીચે ઉતરવું પડશે. ઇક-કિલનું પાણી 40 મિટર એટલે કે બાર માળની ઇમારત જેટલું ઉંડું છે અને તેનું ડાયામિટર 60 મિટર છે.
ચેનલ આઇલેન્ડ્સના સમુહમાંનો એક આઇલેન્ડ છે સાર્ક જે ઇંગ્લિશ ચેનલની દક્ષીણપશ્ચિમ બાજુએ આવેલો છે જેને પૃથ્વીનું છુપાયેલું સ્થળ માનવામાં આવે છે. આ આઇલેન્ડ પર માત્ર 500 જણ જ રહે છે. આ આઇલેન્ડ પર કાર પર પ્રતિબંધ છે અને અહીં માત્ર ટ્રેક્ટર્સ અને ઘોડાથી ચાલતા વાહનોને જ પરવાનગી આપવામાં આવેલી છે.
આ કેનયન કોલોરાડો નદીમાં આવેલી છે. તે નેવાડા અને એરિઝોના રાજ્ય વચ્ચે ફેલાયેલી છે. તેની રચના લગભગ 15 મિલિયન એટલે કે 150 લાખ વર્ષ પહેલા થઈ હતી અને તેનું નામ કાળા જ્વાળામુખીના પથ્થરો પરથી પાડવામાં આવ્યું છે જે તે વિસ્તારમાં ખુબ જ મળી આવે છે.
ટોન્ગરીરો એ એક નેશનલ પાર્ક અને એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે ન્યુ ઝીલેન્ડમાં આવેલી છે. વર્ષ 2000થી 2003 દરમિયાન અહીં ફિલ્મ લોર્ડ ઓફ ધી રિંગ્સના ત્રણ ભાગનું શુટિંગ કરવામાં આવ્યું હતું.
સોકોડ્રા આઇલેન્ડ પર આવેલા છોડ આ જગ્યાને બધી જ જગ્યાઓથી અલગ પાડે છે તેના કારણે આ જગ્યા જાણે પૃથ્વીની નહીં પણ કોઈ બીજા જ ગૃહની હોય તેવું લાગે છે. આ જગ્યા એટલા માટે પણ જાણીતી છે કારણ કે આ આઇલેન્ડ પર લગભગ કોઈ જ રોડ નથી. ઉપરાંત આ જગ્યામાં અગણિત ગુફાઓ આવેલી છે અને અહીં વહાણોનો ભંગાર પણ ખુબ જોવા મળે છે.
આ દ્રશ્ય જોઈ તમને સ્વર્ગમાં જાંખતા હોવ તેવું નથી લાગી રહ્યું ? આ જળધોધો ઘેરા વૃક્ષોથી ઘેરાયેલા હોવાથી ભાગ્યે જ જોવામાં આવે તેવા છે. જો તમે આ જગ્યા જોવા માગતા હોવ તો તમારે તમારી આસપાસની જગ્યાઓથી ખુબ જ જાગૃત રહેવું પડશે ત્યારે જ તમે આ સુંદર દ્રશ્ય જોઈ શકશો.
આ જગ્યાની મુલાકાત લેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અહીં લગભગ 150 વિસ્ટેરિયા ફૂલના છોડ આવેલા છે જે 20 અલગ અલગ જાતી ધરાવે છે. આ જાદુઈ ટનલને પુરબહારમાં જોવી હોય તો તમારે અહીં એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં આવવું જોઈએ.
આ જગ્યાને દુનિયાની અનોખી તેમજ રહસ્યમય જગ્યાઓમાંની એક માનવામાં આવે છે. સાન ઇગ્નાસિયો મિનિના ખંડેરો એ 17મી સદીના જેસુઇટ મિશન સંકુલો છે. આ બાંધકામોમાં એક હોસ્પિટલ, એક શાળા, એક ધર્મશાળા, અને એક પથ્થરનું ચર્ચ આવેલું છે જેનું ઇન્ટિરિયર લાકડાનું છે. આ બાંધકામો લગભગ 2 સદી સુધી અડીખમ હતા. જો કે ત્યાર બાદ ત્યાંના મૂળ રેહવાસીઓએ તેને નષ્ટ કરી દીધા.
બાજોઝ ડેલ તોરો, કોસ્ટા રિકાના આલાજુએલા રાજ્યનું ખુબ જ ઓછું જોવાયેલું સ્થળ છે. આ જગ્યા તમને છુપાયેલા જળધોધો તરફ લઈ જાય છે. અહીં તમને કેડ સમા સ્ફટિક જેવા સ્વચ્છ પાણીમાં હાઇક કરવા મળશે અને ત્યાર બાદ થોડી સીડીઓ ચડ્યા બાદ તમને જળધોધોનો જાદુઈ નજારો જોવા મળશે.
પેન્ટાગોનિયાની આ અદ્ભુત માર્બલ કેવ્સ છેલ્લા 6200 વર્ષના મોજાના ઘર્ષણના કારણે બનેલી છે. આ કુદરતી અજાયબીને તમે બોટમાં જઈને જ જોઈ શકો છો. આ જગ્યા વધારે રહસ્યમયી એટલા માટે લાગે છે કારણ કે આ માર્બલ કેવ્ઝનો રંગ વર્ષના દરેક સમયે બદલાયા કરે છે.
ઇથા એટલે ‘મોતીની માતા’. આ રેસ્ટોરન્ટ સમુદ્રી સ્તરથી 5 મિટર એટલે કે 16 ફૂટ નીચે કોનાર્ડ માલદિવ્સ રંગાલી આઇલેન્ડ પર આવેલું છે. ઇથા વિશ્વનું પ્રથમ ઓલ ગ્લાસ અન્ડરસી રેસ્ટોરન્ટ છે. અહીં તમને હજારો- લાખો માછલીઓને તરતી જોતાં જોતાં ભોજનનો આનંદ માણવાનો અનુભવ મળશે. અને તે પણ કોરી, હુંફાળી અને આરામદાયક સ્થિતિમાં.
આ બીચને આ અલગ રંગ ત્યાં ઉગતી વિશિષ્ટ વનસ્પતિ સુએડા વેરાના કારણે મળ્યો છે. ઉનાળા દરમિયાન આ વનસ્પતિ લીલી રહે છે પણ પાનખરમાં તેનો રંગ ઘેરો લાલ થઈ જાય છે જે તેને આ અદ્ભુદ સૌંદર્ય આપે છે. મોટા ભાગના રેડ બીચ નેચર રીઝર્વ છે માટે ત્યાં જાહેર જનતાનો પ્રવેશ નિશેધ છે. પ્રવાસીઓ માટે તેનો દૂરનો એક નાનકડો ટુકડો જ ખુલ્લો મુકાયો છે.
19. બીનેક રેર બુક્સ એન્ડ મેન્યુસ્ક્રીપ્ટ્સ લાઇબ્રેરી, યેલે યુનિવર્સિટિ
જો તમે પુસ્તકોના શોખીન હોવ તો તમારે આ જગ્યાની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. આ લાઇબ્રેરીના મુખ્ય હોલમાં 180000 પુસ્તકો છે. અને લાઇબ્રેરીના ભોંયરામાં દસ લાખથી પણ વધારે પુસ્તકો સમાવવામાં આવ્યા છે. અહીં દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતોનો મોટામાં મોટો સંગ્રહ છે. આ લાઇબ્રેરીમાંના હવામાનને ખાસ ચીવટથી બેલેન્સ કરવામાં આવ્યું છે. જેથી કરીને પુસ્તકોના કાગળને સાંચવી શકાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!