શું તમે કુળદેવતા –કુળ દેવીની પુજા કરો છો ? તો જાણીલો આ ખાસ વાત
કુળદેવતા અને કુળ દેવીની પુજા કરતી વખતે ન કરશો આ ભૂલ
આપણા બધાના કુટુંબમાં આપણે પ્રસંગોપાત, વાર તહેવારે અને કેટલાકના ઘરે તો નિયમિત કુળદેવી અને કુળદેવતાની પુજા કરવામાં આવે છે.
લગ્ન પુર્ણ થઈ ગયા બાદ ખાસ નવી આવેલી વહુને કુળદેવી-દેવતાના દર્શન કરવા માટે તેમના મંદીરે લઈ જવામા આવે છે. અને ત્યાં વિધિવત કુળદેવી-દેવતાની પુજા કરવામાં આવે છે.
જો તમે પણ નજીકના ભવિષ્યમાં કુળદેવતા કે કુળદેવીના દર્શને જવાના હોવ અથવા તેમના માટે પુજા રાખવાના હોવ તો જાણીલો આ ખાસ વાતો.
– જો તમે વાર તહેવારે કે પછી લગ્નના પ્રસંગે જ કુળદેવતા કે કુળદેવીને યાદ કરતા હોવ તો તમારે તેવું ન કરવું જોઈએ તમારે તમારા ઇષ્ટ દેવની જેમ તમારા કુળદેવી-દેવતાની પણ પુજા કરવી જોઈએ.
ઘરમાં જ કુળદેવતા-દેવીની પુજા કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં હંમેશા હકારાત્મક વાતાવરણ રહે છે અને તેમનો આશિર્વાદ હંમેશા તમારી સાથે રહે છે.
– તમેજ્યારે કુળદેવતાને કે કુળ દેવીને ચોખા અર્પણ કરો ત્યારે તે અખંડિત હોયતેનું ખાસ ધ્યાન રાખવું એટલે કે તેમને હંમેશા આખા ચોખા જ ચડાવવા. તમારે કુળદેવતા કે કુળદેવીને હળદરમાં રગદોળેલા પાણીમાં પલાળેલા ચોખા ચડાવવા જોઈએ તેમ કરવાથી કુળદેવતા-દેવી પ્રસન્ન થાય છે.
– કુળદેવતાની પુજા કરતી વખતે તેમની સમક્ષ હંમેશા શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ આ ઉપરાંત તમારે ચંદન-કપૂરનો ધૂપ તેમજ અગરબત્તી પણ કરવા જોઈએ. સાથે સાથે તમારે તમારા કુળદેવતાને નિયમિત સ્નાન પણ કરાવવું જોઈએ.
– જો તમે વિધિવત કુળદેવતા-દેવીની પુજા કરાવતા હોવ તો તમારે તેમાં પાનનો સમાવેશ પણ કરવો જોઈએ. અને તેમાં સોપારી, લવીંગ, ગુલકંદ અને ઇલાઈચી પણ મુકવા જોઈએ. તેમ કરવાથી કુળદેવતા પ્રસન્ન થાય છે.
– જેમ તમે તમારા મંદીરમાં તમારા આરાધ્ય દેવી દેવતાની પુજા નિયમિત કરો છો તેવી જ રીતે તમારે તમારા કુળદેવી-દેવતાની પુજા પણ નિયમિત, સવાર-સાંજ કરવી જોઈએ.
તેમની સમક્ષ પણ દીવો પ્રગટાવવો જોઈએ. તેમ કરવાથી ઘરમાં વાસ્તુદોષ નથી રહેતો અને ઘરમાં હકારાત્મકતા ફેલાય છે.
– કુળદેવી-દેવતા સમક્ષ દીવો પ્રગટાવ્યા બાદ તેમની સામે આસન પાથરીને શાંત મને બીરાજવું જોઈએ.એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે પુજા કરતી વખતે જે આસનનો ઉપયોગ કરો છો તેના પર બેસો જરૂર પણ તેને તમારા પગેથી ખસેડો નહીં તેને હાથે જ લો.
– કુળદેવતા-દેવીને નિયમિત પ્રસાદ પણ ચડાવવો જોઈએ. પ્રસાદમાં તમે ઘરે બનાવેલા ભોજનની પ્રથમ થાળી પણ તેમને ધરાવી શકો છો. ઘણા ઘરોમાં રિવાજ હોય છે કે એક નાનકડી થાળી ભગવાનને પિરસવામાં આવે છે.
– કુળદેવતા-કુળદેવી પર તમે જ્યારે ક્યારેય પણ પુષ્પાંજલી કરો અથવા તેમની સમક્ષ પુષ્પ અર્પણ કરો ત્યારે તમારે તેને ધોયા વગર અર્પણ ન કરવા જોઈએ.
– જો તમારી પાસે તમારા મંદીરમાં તમારા કુળદેવી-દેવતાની તસ્વીર કે મૂર્તિ ન હોય તો તમારે નિરાશ ન થવું. તમે સોપારીને પાનમાં બાંધીને તેના પર નાડાછડી બાંધીને તેમને કુળદેવી-દેવતા સમજી તેમનુ સ્મરણ કરી શકો છો.
તેના પર તમારે લવિંગ મુકવું જોઈએ અને સાથિયો પણ બનાવવો જોઈએ.
– પુજા ઘરમાં રોજ કળશમાં પાણી ભરી રાખો.અને તે કળશ પર સ્વસ્તિક પણ બનાવો. તેમજ રોજ સવારે સુર્યદેવને જળ અર્પણ કરો. અને સાથે સાથે કુળદેવતા-દેવીનું પણ સ્મરણ કરો.
બસ આટલી બાબતોનું કુળદેવતા- દેવીની આરાધના કરતી વખતે ધ્યાન રાખવાથી તેઓ ક્યારેય તમારાથી રુઠશે નહીં પણ પ્રસન્ન રહેશે અને ઘરમાં હંમેશા ખુશહાલી અને સમૃદ્ધિ રહેશે.
મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More
विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More
चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More
जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More
अमिताभ बच्चन को उनकी लंबी फिल्मोग्राफी और ऑन-स्क्रीन करिश्मा के लिए एक जीवित किंवदंती कहा… Read More
रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More