સુખી દાંપત્ય જીવનનો આધાર પતિ-પત્ની વચ્ચેના વિશ્વાસ અને પ્રેમ પર હોય છે. જો પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ હોય તો દાંપત્યજીવનમાં કોઈ જ સમસ્યા આવતી નથી. પરંતુ જો બંને વચ્ચે વિશ્વાસની ખામી હોય તો સંબંધમાં સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. જો દાંપત્યજીવનમાં મધુરતા ન હોય તો કેટલાક લોકોનું મન ઘરની બહાર ભટકવા લાગે છે. આવી સ્થિતીમાં પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ ઓછો થઈ જાય છે અને ક્લેશ વધી જાય છે.
દાંપત્યજીવન જો બરાબર ન હોય તો તેની અસર પરિવાર માળા પર પણ પડે છે. ઘરમાં માતા-પિતા, સંતાનોને પણ કંકાશનું વાતાવરણ વિચલિત કરી શકે છે. તેમાં પણ જો પતિ-પત્ની વચ્ચે લડાઈ ઝઘડા રોજ થવા લાગે તો સંબંધ તુટતાં પણ સમય નથી લાગતો. ઘરમાં જ્યારે આવી સ્થિતી સર્જાય ત્યારે જ તેનો ઉપાય પણ કરી દેવો જોઈએ. આવી સ્થિતીનું સમાધાન જ્યોતિષ શાસ્ત્ર અને અન્ય ગ્રંથોમાં આપવામાં આવ્યું છે. આ સમાધાન કેટલાક સરળ ઉપાય છે. આ ઉપાય કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને ક્લેશ દૂર થઈ જાય છે.
– દરેક માસની પૂનમની તિથી પર ઘરમાં ખીર બનાવવી. ખીર બનાવી તેને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને ધરાવવી અને પછી તે પ્રસાદ પતિ-પત્નીએ સાથે ગ્રહણ કરવો.
– પતિ વારંવાર ક્રોધ કરતો હોય તો પત્નીએ દરરોજ શિવ મંદિરમાં જઈ શિવલિંગનો જળાભિષેક કરી અને લાલ ગુલાબના ફૂલ ચઢાવવા.
– પતિનું મન બહાર ભટકતું હોય તો પત્નીએ આ ઉપાય કરવો. ઉપાયમાં કરેણના પીળા ફૂલને પાણીમાં વાટી અને તેનું તિલક પતિના કપાળ પર કરવું.
– દાંપત્યજીવનમાં સર્જાયેલી સમસ્યાઓને શીર્ઘ દૂર કરવી હોય તો પત્નીએ રોજ શિવ-પાર્વતીની પૂજા કરવી જોઈએ. શિવ-પાર્વતીજીના આશીર્વાદથી દાંપત્યજીવનની સમસ્યાઓ ઝડપથી દૂર થશે અને પરસ્પર પ્રેમ પણ વધશે.
– પતિ-પત્ની બંનેએ દર ગુરુવારે ભગવાન વિષ્ણુના મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ. દર્શન કરવા જતી વખતે પીળા વસ્ત્ર પહેરવા અને ભગવાનને પીળી મીઠાઈ ધરાવવી.
– જે સ્ત્રીને પતિનો પ્રેમ ન મળતો હોય તેણે રોજ કેળાના વૃક્ષને જળ ચઢાવવું અને ગુરુવારના દિવસે તેના મૂળમાંથી એક ટુકડો તોડી અને ઘરે લાવવો. આ ટુકડાને લાલ દોરાની મદદથી પતિના હાથ પર બાંધી દેવો. પતિનો પ્રેમ મળવા લાગશે.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More