છોકરીઓ તેમની લગ્નની બાબતને લઇને અનેક ઘણી ચિંતામાં રહેતી હોય છે. જો લગ્ન પહેલા છોકરીઓ અનેક બાબતોનુ ધ્યાન રાખતી નથી તો તેમને પાછળથી અનેક ઘણો પસ્તાવો થતો હોય છે. આ માટે જરૂરી છે કે, લગ્ન પહેલા નાની-નાની બાબતોનુ ધ્યાન રાખવુ. જો કે લગ્ન પછી છોકરીઓ પર અનેક પ્રકારની જવાબદારી આવી જતી હોય છે.
આ સાથે જ લગ્ન પછી છોકરીઓને સાસરીમાં અનેક પ્રકારના સવાલોના જવાબો આપવા પડતા હોય છે. આ બધા જ સવાલોના જવાબો આપવા માટે છોકરીઓ લગ્ન પહેલા જ અનેક રીતે પ્રેકટિકલ થવુ ખૂબ જ જરૂરી છે. જો તમે પ્રેકટિકલ નથી થતા તો તમારે અનેક લોકોના મેણાં-ટોણાં સાંભળવા પડે છે. તો જાણી લો તમે પણ આજે લગ્ન પછી છોકરીઓને કયા-કયા પ્રશ્નોના જવાબ આપવા પડે છે.
પ્રેગનન્સીને લઇને સવાલ
લગ્નના એક બે વર્ષ પછી ઘરના વડીલો પ્રેગનન્સીની બાબતને લઇને અનેક પ્રકારના સવાલો પૂછતા હોય છે. જો કે આ સવાલ સાસુ જ નહિં પરંતુ પરિવારજનોં પણ પ્રેગનેન્સીને લઇને અનેક પ્રકારના સવાલો પૂછતા હોય છે. જો કે ઘણી વખત તો આ સવાલ એટલો હાસ્યજનક લાગતો હોય છે કે, ઘરમાં વહુ લગ્ન કરીને આવી જ હોય ત્યાં અનેક લોકોને તેના ગુડ ન્યૂઝની ચિંતા થવા લાગતી હોય છે.
જમવાનુ બનાવવાનો શોખ છે
નવી વહુને આ સવાલ તો દરેક લોકો પૂછતા હોય છે કે તને જમવાનુ બનાવતા આવડે છે કે નહિં. આ સાથે જ રસોઇમાં કયા-કયા પ્રકારની વાનગીઓ બનાવતા આવડે છે. જો કે ઘણા ઘરમાં તો ફેમિલી મેમ્બર તેમની વહુ પાસે તેમને ભાવતી ડિશ બનાવડાવે છે અને પછી રસોઇ કેવી બની તેનુ રિઝલ્ટ પાસ કે નાપાસમાં આપતા પણ હોય છે. આ એક ભારતીય રીત-રિવાજ છે જેમાં નવી વહુને લગ્નના પહેલા જમવાનુ બનાવીને ઘરના લોકોને જમાડવાના હોય છે.
સાડી પહેરતા આવડે છે
સાડી ભારતીય પારંપરિક પોશાક છે જેમાં મહિલાઓ ખૂબસુરત લાગે છે. લગ્ન પછી અનેક ઘરોમાં મહિલાઓને સાડી પહેરવી ફરજીયાત હોય છે. આ માટે મોટાભાગના ઘરોમાં આજના આ સમયમાં વહુને લગ્ન પહેલા સાડી પહેરતા આવડે છે કે નહિં તે વિશે સવાલ પૂછવામાં આવે છે. જો લગ્ન પહેલા જ છોકરીને સાડી પહેરતા નથી આવડતી તેમ કહે તો તે રિલેશન વધુ ટકતા નથી અને આવા સંબંધો જલદી તૂટી પણ જાય છે. માટે આજના આ સમયમાં સાડી પહેરવાથી લઇને અનેક બાબતોમાં છોકરીઓને સ્માર્ટ થવુ ખૂબ જ જરૂરી છે.
ઘર બરાબર સંભાળી શકીશ કે નહિં
આ સવાલનો જવાબ મોટાભાગની છોકરીઓને ખોટા આપવા પડતા હોય છે. એ વાત સાચી છે કે, જો તમે લગ્ન પહેલા જ આ પ્રકારના સવાલો કોઇ પણ છોકરીને પૂછો છો તો તેના મનમાં આ પ્રશ્નને લઇને અનેક ઘણા સવાલો ઉભા થતા હોય છે. જો કે એ વાત એકદમ સાચી છે કે, જ્યારે કોઇ પણ છોકરી તેમના સાસરે જાય ત્યારે તેને થોડો સમય એડજેસ્ટ થતા વાર લાગે છે પરંતુ પછી તે એકદમ ઘરમાં હળીમળીને રહેતી થઇ જાય છે અને તેની સાસરીને પોતાનુ ઘર માનીને અપનાવી લે છે.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More