માતા ‘આશાપુરી’ સ્વરૂપ. માતા શક્તિનુ આ એ સ્વરૂપ છે કે, જે લોકોની બધી જ આશાઓને પરિપૂર્ણ કરે છે.

ભગવતી જગદંબા એ શ્રદ્ધાળુઓના વિવિધ કાર્યોને સિદ્ધ કરે છે અને એ જ સિદ્ધિ અનુસાર નામ ધારણ કરીને જુદા-જુદા નામે પૂજાય છે. આદ્યશક્તિનુ એક આવુ જ સ્વરૂપ એટલે કે તેમનુ માતા ‘આશાપુરી’ સ્વરૂપ. માતા શક્તિનુ આ એ સ્વરૂપ છે કે, જે લોકોની બધી જ આશાઓને પરિપૂર્ણ કરે છે.

image source

આ ઉપરાંત ગુજરાત રાજ્યના નવસારી શહેરમાં દુધિયા તળાવની પાસે દેવી આશાપુરીનુ સુંદર મંદિર વિદ્યમાન છે પરંતુ, આ સ્થાનકની સૌથી મોટી વિશેષતા એ છે, અહી સર્જાયેલો દર્શનનો ત્રિવેણી સંગમ. લગભગ ૪૦૦ વર્ષ પ્રાચીન આ સ્થાનકમા માતા આશાપુરીના અત્યંત દિવ્ય રૂપના દર્શન થઈ રહ્યા છે.

image source

અહી માતાની એક તરફ પ્રભુ શ્રી ગણેશજી અને બીજી તરફ ઋષિ માર્કેંડય પણ બિરાજમાન થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તે ઋષિ માર્કંડેય જ હતા કે, જેમણે આદિશક્તિનો મહિમા ગાઈને તેમની કૃપાને પ્રાપ્ત કરી હતી. આમ, તો અનેકવિધ મંદિરોમા આ રીતે એક કરતા વધારે પ્રતિમાઓના દર્શન થતા હોય છે પરંતુ, આ ‘ત્રિમૂર્તિ’નું રહસ્ય સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દેનારું છે.

માતા આશાપુરીના સ્થાનકમા દર્શન દેતી આ ‘ત્રિમૂર્તિ’ વાસ્તવમા તો એક જ પ્રતિમાનો ભાગ છે એટલે કે એક જ શિલ્પમાં કંડારવામા આવેલા છે આ ત્રણ રૂપ ! સૌથી અગત્યની વાત તો એ છે કે, આ પ્રતિમાઓ સ્વયંભૂ જ મળી આવી હતી. પ્રચલિત કથા મુજબ મલ્હારરાવ ગાયકવાડ સરકારના સમયમાં માતાએ સ્વયં તેમના સ્વપ્નમાં આવી પોતે આ સ્થાન પર હોવાનો નિર્દેશ આપ્યો હતો.

image source

માતાના નિર્દેશ મુજબ ખોદતા અલભ્ય ત્રિમૂર્તિનું પ્રાગટ્ય થયુ. માતાએ સ્વપ્ન નિર્દેશ મુજબ જ પ્રગટ થઈ મલ્હારરાવ ગાયકવાડની આશા પૂરી કરી અને એટલે જ દેવી આશાપુરીના નામે અહી પૂજાયા. અનેક જીર્ણોદ્ધાર બાદ હાલ નવસારીમા માતાનું સુંદર મંદિર શોભાયમાન છે. પરંતુ, સૌથી રોચક વાત એ છે કે આ મૂર્તિને ક્યારેય તેના સ્થાન પરથી ખસેડવામા નથી આવતી.

image source

ગુજરાતમાથી તો મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ અહી દર્શન હેતુસર આવે જ છે પરંતુ, આ સાથે જ વિદેશમા વસતા ગુજરાતીઓ પણ જ્યારે નવસારી આવે ત્યારે માતા આશાપુરીના આશીર્વાદ અવશ્યપણે લે છે. આ સ્થાનકને લઈને એક એવી લોકવાયકા પણ છે કે અહીં આસ્થા સાથે આવનારને ક્યારેય પણ નિરાશ થવાનો વારો નથી આવતો. આ ઉપાંત માતા આશાપુરી નિઃસંતાનને સંતાનની પ્રાપ્તિ કરાવનાર પણ મનાય છે.

image soucre

આ સિવાય એક જ સ્થાન પર શ્રદ્ધાળુઓ શુભકર્તા દેવ વિનાયક, દીર્ઘ આયુષ્ય અર્પતા ઋષિ માર્કંડેય અને આશાઓને પૂર્ણ કરતા માતા આશાપુરીના દર્શન કરી રહ્યા છે. આ સાથે જ તેમના અહીં હાજરાહજૂર હોવાની અનુભૂતિ પણ કરી રહ્યા છે. ત્યારે સ્થાનકની આ દિવ્યતા જ તો શ્રદ્ધાળુઓને વારંવાર માતા આશાપુરીના મંદિરે ખેંચી લાવે છે. તો એકવાર આ મંદિરની મુલાકાત અવશ્યપણે લેજો, ધન્યવાદ!

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 weeks ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 weeks ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 weeks ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 weeks ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 weeks ago