હિન્દૂ ધર્મમાં શુક્રવારનું ખાસ મહત્વ છે કારણ કે આ દિવસે ધન તેમજ સંપન્નતાની દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે માન્યતા છે કે આ દિવસે અમુક કામ કરવાથી માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. ખાસ કરીને રાતના સમયે વાસ્તુ અનુસાર શુક્રવારે અમુક કામ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ, શાંતિ અને ધનમાં બરકત રહે છે ચાલો અમે આજે તમને જણાવી દઈએ શુક્રવારે મહાલક્ષ્મીના અમુક મહાઉપાય
માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપના
શુક્રવારની રાત્રે કોઈપણ મંદિરમાં માતા લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરો. સાથે જ 7 મોઢા વાળો ઘીનો દીવો કરો. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં બરકત જળવાઈ રહે છે. સાથે જ “ऊं हीं हीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः” નો જાપ જરૂર કરો.
નહિ થાય ધન અને ધાન્યની તંગી
શુક્રવારની રાત્રે 7 નારિયેળ પીળા કપડામાં બાંધીને રસોડાની પૂર્વ દિશામાં મૂકી દો. માન્યતા છે મેં આવું કરવાથી ધન અને ધાન્યમાં કોઈ કમી નથી આવતી.
પતિ પત્ની માટે ટુચકો
દામ્પત્ય જીવનમાં અડચણ આવી રહી છે કે ક્લેશ રહે છે તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સોળ શણગાર ચડાવો. માન્યતા છે કે એનાથી પતિ પત્નીના સંબંધમાં મધુરતા આવે છે.
ગાયને ખવડાવો રોટલી
તાજી રોટલીમાં ગોળ મૂકીને દરેક શુક્રવારે ગાય, કાળા કૂતરા કે કીડીઓને ખવડાવો. માન્યતા છે કે એનાથી જીવન પર માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.
સફેદ મીઠાઈઓનો ભોગ ચડાવો
સફેદ રંગના મિષ્ટાન માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે એટલે દર શુક્રવારે એમને સફેદ મીઠાઈ જેવી કે બરફી, ખીર વગેરેનો ભોગ લગાવો. એનાથી માતા પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પુરી કરે છે.
શુક્રવારે દેવી લક્ષ્મીને આ અત્તર ચઢાવો
1. દેવી લક્ષ્મીને મોગરાના અત્તર અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ તો રહે જ છે સાથે સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે.
2. એવું માનવામાં આવે છે કે શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીને ગુલાબનું અત્તર ચઢાવવું જોઈએ. આનાથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે.
3. જો તમે માનસિક રીતે પરેશાન છો તો કેવડાનું અત્તર મહાલક્ષ્મીને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી માનસિક શાંતિ મળે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર રહે છે.
4. સૌભાગ્ય વધારવા માટે માતાને ચંદનનું અત્તર અર્પિત કરવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરની બહાર નીકળતી વખતે ચંદનનું અત્તર લગાવવું જોઈએ. તેનાથી કામ અને વ્યવસાયમાં પ્રગતિની તકો વધે છે.
મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More
ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More