જ્યારે વ્યક્તિનો જન્મ થાય છે તો તેની સાથે જ તેનું મૃત્યુ પણ નક્કી થતું હોય છે. જીવન અને મૃત્યુનું ચક્ર સતત ચાલતું જ રહે છે. પૃથ્વી પર જન્મ લોનારો વ્યક્તિ મૃત્યુના આાગોશમાં જાય છે.
અને ફરી જન્મ લેવો એ પણ સત્ય છે. એક દિવસ મૃત્યુ આવશે તે નક્કી હોવા છતાં પણ વ્યક્તિ રોજ લડતો રહે છે અને સંપત્તિને લઈને પણ ઝઘડા કરે છે. જ્યારે તેમાંથી તે કંઈ પણ સાથે લઈને જવાનો નથી.
મૃત્યુ બાદ પણ વ્યક્તિને કંઈ મળવાનું નથી. તો તે અમીર છે કે ગરીબ તેનાથી શું ફરક પડે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું મૃત્યુ નક્કી છે. તો પછી કોઇ 100 વર્ષથી વધારે જીવે છે, કોઈનું અકાળે મૃત્યુ થાય છે અને કોઈ જન્મતાં જ મૃત્યુ પામે છે. આવું શા માટે થાય છે. આવો જાણીએ કારણ.
કયા લોકોનું 100 વર્ષથી પહેલાં જ મૃત્યુ થાય છે
કહેવાય છે ને કે જન્મ અને મૃત્યુ વ્યક્તિના નસીબમાં પહેલાંથી જ લખાયેલા હોય છે. તેને ભગવાન પણ ટાળી શકતા નથી. જે વ્યક્તિઓને વઘારે અભિમાન હોય, વધારે બોલવાની આદત હોય, જેનામાં ત્યાગનો અભાવ હોય, પોતાના પેટ પાળવાની ચિંતાની સાથે અવગુણનો ભંડાર હોય તેમના મૃત્યુ જલ્દી થાય છે.
અનેક લોકોએ મૃત્યુને લઈને અલગ અલગ વાતો કરી છે. પરંતુ સંત કબીર અને ભગ્વદ્ગગીતામાં આ વિશે કહેવાયું છે.કબીરના અનુસાર વૈદ્ ધનવંતરિ મરી ગયા, અમર ભયા નહીં કોઈ. એટલે કે ધનવંતરી જેવું ભાગ્યે જ કોઈ જન્મ્યું હશે અને ગીતા અનુસાર મૃત્યુશ્રરતિ મદભયાત્. એટલે કે આપણું ચિંતક કહે છે કે મૃત્યુ ભલે કેટલું ભયાનક અને કઠોર કહેવાય તે ભગવાન દ્વારા વિધાનની સાથે અનુશાસિત છે. આ સત્ય છે તેને આપણે બદલી શકતા નથી