લોકો પોતાની આવકમાંથી દર મહિને થોડું થોડું સેવિંગ કરીને પોતાના પસંદની કાર કે બાઈક ખરીદતા હોય છે. કાર હોય કે બાઈક, તેને લાંબા સમય સુધી મેઈનટેઈન રાખવા માટે તેને સમય સમય પર સર્વિસિંગની જરૂર પડે છે. જોકે, ગાડી ખરીદી લેવી તો સરળ છે, પણ તેને ખરીદીને ઘરે લાવ્યા બાદ તેનું સમય સમય પર ધ્યાન રાખવું બહુ જ મુશ્કેલ થઈ પડે છે. તમારી પસંદગીની બાઈકને વર્ષોવર્ષ મેઈનટેઈન રાખવા માટે જરૂરી છે કે, તમે સમય-સમય પર તેનું ધ્યાન રાખો. આજે અમે તમને બતાવીએ કે,
એન્જિનની રેગ્યુલર સર્વિસ
તમારી બાઈકને સારી રાખવા માટે તેના એન્જિનની રેગ્યુલર સર્વિસ કરાવવી જરૂરી છે અને સર્વિસિંગ દરમિયાન કાર્બોરેટેર અને વાલ્વની સફાઈ જરૂર કરાવજો. દર 1500 કિલોમીટરના બાદ કાર્બોરેટરને સાફ કરીને તેની સાથે જ બાઈકના સ્પાર્ક અને પ્લગનું પણ ધ્યાન રાખો.
સારું એન્જિન ઓઈલ ઉપયોગ કરો
બાઈક માટે સૌથી જરૂરી છે તેનુ એન્જિન ઓઈલ. તેથી તેની ખાસ સંભાળ રાખવી. બાઈકના એન્જિનના સારા પરર્ફોમન્સ માટે તેમાં સારું એન્જિન ઓઈલનો ઉપયોગ કરો. ખરાબ એન્જિન ઓઈલ સાથે બાઈક ચલાવવાથી ન માત્ર માઈલેજ પર અસર પડે છે, પરંતુ તેનાથી એન્જિનની લાઈફ અને પર્ફોમન્સ પર પણ અસર પડે છે .
એર ફિલ્ટરની સફાઈ જરૂર કરો