આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણા દેશમા મોટાભાગના લોકો ઈશ્વર પર અતુટ શ્રદ્ધા ધરાવતા લોકો છે. પોતાનુ કોઈપણ કાર્ય અહી લોકો ઈશ્વરનુ નામ લીધા વગર શરુ કરતા નથી. આપણા દેશમા ધર્મનુ જ્ઞાન આપતા અનેકવિધ મહાન લોકો જન્મ લઇ ચુક્યા છે અને તેમણે પોતાના અનુભવના તમામ નીચોડ પોતાના શાસ્ત્રોમા ઉલ્લેખ કરેલા છે.
આજે આ લેખમા આપણે આવા જ એક મહાન વ્યક્તિના શાસ્ત્ર વિશે વાત કરવાની છે કે, જેમા ઉલ્લેખ કરવામા આવેલ નીતિ-નિયમોનુ જે કોઈપણ યોગ્ય રીતે પાલન કરે છે, તેમના જીવનમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની સમસ્યાઓ આવતી નથી તો ચાલો જાણીએ.
આચાર્ય ચાણક્યને તો આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ. તેમણે પોતાના નીતિશાસ્ત્રમા જીવન સાથે સંકળાયેલ અનેકવિધ પાસાઓનો ઉલ્લેખ કર્યો છે. પોતાના આ શાસ્ત્રમા આચાર્યે પૈસા, વ્યવસાય, નોકરી, બઢતી, દુશ્મનાવટ સિવાય સ્વચ્છતા અને શુદ્ધતા અંગે પણ વાત કરી છે.
આજે અમે તમને આચાર્ય દ્વારા રચિત એક એવા દિવ્ય શ્લોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના ઉચ્ચારણમા તમને અમુક એવી પવિત્ર વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેનુ સેવન તમે પૂજા કાર્ય કર્યા પહેલા પણ કરી શકો છો, તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ?
આચાર્યના નીતિશાસ્ત્રમા જણાવેલો આ શ્લોક કઈક આ પ્રમાણે છે. ઇક્ષુરાપ: પાયો મૂળમ તમ્બુલમ ફલામસૌધમ્. ભક્ષાયૈતપિ કર્તવ્ય: સ્નાન દનાદિકા: ક્રિયાપદ:. આ શ્લોક મુજબ તમે આ વિશેષ વસ્તુઓનુ સેવન કર્યા બાદ પણ તમારા ધાર્મિક કાર્ય પતાવી શકો છો.
આચાર્યએ જણાવેલા આ શ્લોકમા એવુ કહેવામા આવ્યુ છે કે, આપણા શાસ્ત્રોમા પાણી, શેરડી, દૂધ, કંદ, સોપારી, ફળ અને દવાને ખુબ જ પવિત્ર ગણવામા આવ્યા છે. તેથી, તેનુ સેવન કર્યા પછી પણ વ્યક્તિ કોઈપણ ધાર્મિક કાર્ય કરી શકે છે. સામાન્ય રીતે ભારતીય લોકોની સમજણ કઈક અલગ જ હોય છે.
સામાન્ય રીતે ભારતીય લોકોમા એવી માન્યતા છે કે, પૂજા-અર્ચના કર્યા પછી જ પાણી, દૂધ, ફળો અને દવા પીવી જોઈએ પરંતુ, આચાર્યના મત મુજબ માંદગી અથવા અન્ય કોઈપણ પરીસ્થિતિમા દૂધ, પાણી, ફળો, કંડમુલ, સોપારી પાન, શેરડી અને દવા પી શકાય છે પરંતુ, આચાર્ય જણાવે છે કે, આ વસ્તુઓનુ સેવન કરવાથી વ્યક્તિને ક્યારેય પણ કોઈપણ પ્રકારનુ પાપ નથી લાગતુ. આ સાત વસ્તુઓનુ સેવન કરવાની સાથે કોઈપણ વ્યક્તિ પૂજા પાઠ અને ધાર્મિક કાર્ય કરી શકે છે.
મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More
विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More
चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More
जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More
अमिताभ बच्चन को उनकी लंबी फिल्मोग्राफी और ऑन-स्क्रीन करिश्मा के लिए एक जीवित किंवदंती कहा… Read More
रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More