પિરિયડ્સમાં હોય ત્યારે સ્ત્રીઓને અથાણાં અડવાની ના પાડવામાં આવે છે

આજે પણ ઘણી સ્ત્રી પીરિયડ્સ દરમિયાન અથાણાંને અડતી નથી. એ આવું કેમ કરે છે, એ એમને પોતાને પણ ખબર નથી. ઘરની વડીલ સ્ત્રીઓ આવું કરે છે એટલે એ પણ આ નિયમને અનુસરે છે. આખરે પીરિયડ્સના સમયે સ્ત્રીઓને અથાણાંને અડવાણી ના શા માટે પાડવામાં આવે છે?

પીરિયડ્સ દરમિયાન અથાણાંને અડવાની ના પાડવા પાછળ આ છે માન્યતા.

image source

આપના દેશમાં આજે પણ ઘણી જગ્યાએ પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓ કિચન, મંદિર, અથાણું, છોડ વગેરેને અડતી નથી. એવું માનવામાં આવે છે કે પીરિયડ્સ દરમિયાન જો સ્ત્રીઓ આ વસ્તુઓને અડકે તો એ વસ્તુઓ અશુદ્ધ થઈ જાય છે. આપના દેશમાં આજે પણ ઘણી જગ્યાએ પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓ સાથે અછૂત જેવો વ્યવહાર કરવામાં આવે છે.

પીરિયડ્સ દરમિયાન અથાણું ન અડવા પાછળ આ છે હકીકત.

image source

પહેલાના સમયના સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન કિચન, મંદિર, છોડ વગેરેને ન અડવા દેવા પાછળ કારણ હતા. એ સમયે સ્ત્રીઓ પાસે શૌચાલય, સેનેટરી પેડ, સાબુ વગેરેની સુવિધાઓ નહોતી. સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન કપડાનો ઉપયોગ કરતી હતી. એવામાં હાઈજિન જાળવી રાખવા માટે સ્ત્રીઓને કિચન, મંદિર, અથાણું, પાપડ વગેરેને અડવાની ના પાડવામાં આવતી હતી પણ લોકોએ ધીમે ધીમે એને અશુદ્ધ કહેવાનું શરૂ કરી દીધું. જો સ્ત્રીઓ સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે તો એમાં શુભ અશુભ જેવી કોઈ વાત જ નથી. પીરિયડ્સ દરમિયાન જો સ્ત્રીઓ હાઈજિનનું ખાસ ધ્યાન રાખે તો એ કોઈપણ વસ્તુને અડી શકે છે.

છોકરીઓ માને છે પીરિયડ્સને એક બીમારી.

image source

હાલમાં જ ભારતમાં લગભગ એક લાખ છોકરીઓ પર શોધ કરવામાં આવી જેમાં જાણવા મળ્યું કે અડધી છોકરીઓને તો એ ખબર જ નથી કે પીરિયડ્સ શુ છે. જ્યારે આ છોકરીઓ પહેલી વાર પીરિયડ્સમાં થઈ તો રક્ત સ્ત્રાવ અને ભયાનક દુખાવાના કારણે ચિંતામાં મુકાઈ ગઈ હતી. એમાંથી અમુકને લાગ્યું કે એ હવે મરવાની છે કે પછી એમને કોઈ ગંભીર બીમારી થઈ ગઈ છે.

image source

પીરિયડ્સને લઈને સમાજ તો સદીઓથી આવો જ હતો અને આવનારા સમયમાં પણ આવો જ રહેશે જ્યાં સુધી એનો હાઉ બનાવીને રાખવામાં આવશે અને એ વિશે ખુલીને વાત નહિ કરવામાં આવે. સ્ત્રીઓએ સમજવું પડશે કે આ રક્ત એ છે જે એમને જીવનનું સર્જન કરવાની શક્તિ આપે છે તો પછી એના માટે શરમમાં શુ કામ મુકાવું પડે. એમને આ વાત પર ગર્વ હોવો જોઈએ.

image source

તો મારા દેશની છોકરીઓ હવે શરમમાં મુકાવાનો વારો એમનો છે જે પીરિયડ્સને અપરાધ માનીને છોકરીઓને સજા આપે છે. હિંમત કરો, પેડ્સ પોતે જાતે જ ખરીદો. અથાણાંને હાથ લગાવીને બતાવો કે પીરિયડ્સમાં એને અડવાથી એ ખરાબ નથી થતું. આ માન્યતાઓ તમારે જાતે જ તોડવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

Recent Posts

આજ કા રાશિફળ 31 જુલાઈ: મહિનાનો આખરી દિવસ આ રાશિફળને સારો લાભ મળે છે, વાંચો દૈનિક રાશિફલ

મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More

4 weeks ago

આજનું રાશિફળ ૧૯ જુલાઈ: આ ચાર રાશિના જાતકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More

1 month ago

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

2 months ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

2 months ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

3 months ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

3 months ago