એ તો તમને પણ ખબર હશે કે કરોડો વર્ષ પહેલા પૃથ્વી પર વિશાળકાય જાનવરોનું અસ્તિત્વ હતું અને ખાસ કરીને એ શ્રેણીમાં આવતા ડાયનાસોર વિષે તો ફિલ્મો પણ બની ચુકી છે. પરંતુ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે તમને એવા જાનવર વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જે અંદાજે 3 કરોડ 70 લાખ વર્ષ પહેલા પૃથ્વી પર હતા અને તેને દુનિયાના સૌથી મોટા સ્તનધારી જાનવર પણ કહેવાતા. તેનું કદ એટલું મોટું હતું કે આજના સમયમાં જોવા મળતા ગેંડા પણ તેની તુલનામાં નાનકડા લાગે. તો ચાલો તેના વિષે થોડી વિસ્તારથી વાત કરીએ.
વૈજ્ઞાનિક ભાષામાં એ જાનવરને ” પૈરાસેરાથેરીયમ ” નામથી ઓળખવામાં આવે છે. અસલમાં તે ગેંડા પરિવારની જ એક પ્રજાતિ હતી અને તેની ચામડી પણ ગેંડાની જેમ જાડી અને અતિ સખત હતી જેના પર બંદૂકની ગોળી પણ બેઅસર રહે. તમને જાણીને નવાઈ લાગશે કે પૈરાસેરાથેરીયમ વિશાળકાય જાનવર હોવા છતાં માંસાહારી નહિ પણ શાકાહારી હતા અને કદાચ એ જ કારણે તે અન્ય નાના પશુઓ અને જાનવરો સાથે હળીમળીને રહેતા હતા.
પૈરાસેરાથેરીયમ નામના આ જાનવરની ઊંચાઈ લગભગ 26 થી 40 ફૂટ જેટલી હતી એટલે કે આ જાનવરો લગભગ એક મકાન જેવડી ઊંચાઈ ધરાવતા હતા. એ ઉપરાંત તેનો વજન અંદાજે 15 થી 20 ટન આસપાસ હતો. પૈરાસેરાથેરીયમની સૌથી ખાસ વાત એ હતી કે તેની ગરદન જિરાફની જેમ લાંબી હતી. જો કે વૈજ્ઞાનિકો આ જાનવર વિશે વિસ્તૃત કહી શકાય એટલી માહિતી નથી મેળવી શક્યા કારણ કે આ જાનવરના સંપૂર્ણ અવશેષો હજુ સુધી ક્યાંય મળી નથી આવ્યા. પૈરાસેરાથેરીયમની પૂંછડીનો આકાર પણ અનુમાનિત જ છે.
પૈરાસેરાથેરીયમ જાનવરના શરીરના અમુક અવશેષો સૌપ્રથમ વ્ર્સષ 1846 માં પાકિસ્તાનના બલુચિસ્તાન ખાતે મળી આવ્યા હતા. એ સિવાય ચીન અને રશિયા સહીત અનેક પશ્ચિમી દેશોમાં પણ તેના અવશેષો મળ્યા હતા. નોંધનીય છે કે અનેક દેશો આ પૈરાસેરાથેરીયમ જાનવર અંગે સંશોધન કરવા માટે અધ્યયન કરી રહ્યા છે.
પૈરાસેરાથેરીયમ ધરતી પર લુપ્ત થવા અંગે એવું મનાય છે કે લગભગ એક કરોડ 10 વર્ષ પહેલા સુધી આ જાનવરો પૃથ્વી પર એશિયા અને પશ્ચિમી યુરોપના વિસ્તારોમાં અસ્તિત્વ ધરાવતા હતા પરંતુ બાદમાં જળવાયું પરિવર્તન અને વંશવેલો આગળ ન વધવાને કારણે તેઓ ધીરે ધીરે પૃથ્વી પરથી વિલુપ્ત થઇ ગયા હતા.