સુંદર કપડાં અને શૃંગાર એક મહિલાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ જયારે તમને કોઈ કપડામાં બરાબર ફીટીંગમાં ના હોય કે પછી તમે એને પહેરીને પોતાની જાતને ભદ્દી મહેસુસ કરીએ ત્યારે આપણે ઘણા પરેશાન રહીએ છીએ. આ સ્ત્રી માટેનો એક એવો સમયગાળો છે જેમાં સ્ત્રી પોતાના બેબી બમ્પને કારણે કપડાં પહેરવામાં થોડોક ખચકાટ તો ક્યારેક કેવા લાગશે જેવી ફિલિંગ સાથે અસહજ અનુભવે છે. અને જો આવા સમયે બેબી બમ્પ સાથે તમારે સાડી પહેરવી પડે તો તમે ખૂબ મૂંઝવણ અનુભવો છો. પરંતુ પ્રેગનન્સીમાં સાડી પહેરવી એટલી પણ મુશ્કેલ નથી. તો આવો આજે અમે તમને જણાવીશું કે, પ્રેગન્સીના સમયમાં તમે કોઈ પણ પ્રકારની પરેશાની વગર સાડી પહેરી શકશો અને પ્રેગનન્સીનો નિખાર તમારા ચહેરા પર પણ દેખાશે.
અમે તમને સાડી પહેરવાની થોડીક સ્ટાઇલ બતાવીશુ જેને કારણે તમે પ્રેગનન્સીના સમયમાં પણ કોઈ પણ પાર્ટી ફંકશનમાં સાડી ટ્રાય કરી શકશો.
પ્રેગનન્સી વખતે સાડી પહેરવાની પર્ફેક્ટ સ્ટાઇલ.
1.બંગાળી સ્ટાઇલ
જો તમે પ્રેગનન્ટ છો અને બેબી બમ્પને કારણે તમારો કોઈ પાર્ટીનો પ્લાન કેન્સલ કરી રહ્યા છો તો રહેવા દો કારણકે બંગાલી સ્ટાઇલ સાડી પહેરીને તમે પાર્ટી કે ફંકશન માણી શકો છે. આ સાડી પહેરવાથી રીત તમને આરામદાયક લાગશે પરંતુ આને સરખી રીતે પહેરવી ખૂબ જરૂરી છે. આમાં બહુ પાટલી(પલ્ટિંગ) કરવી પડતી નથી આને મસ્ત લૂક આપવા માટે એને ફોલ્ડ (સિલવટ) કરવામાં આવે છે. જેમ તમારો પલ્લું ખભાની નીચેની તરફ આવે છે જે તમારો બેબી બમ્પ છુપાવવામાં તમારી મદદ કરશે.
2.ગુજરાતી સ્ટાઇલ
ગુજરાતી સ્ટાઇલની સાડી ખૂબ આકર્ષક લાગે છે, આ સાથે જ ગર્ભવતી મહિલાઓ માટે તો બેસ્ટ વિકલ્પ છે. આમાં તમે ગ્રેસફૂલ દેખાવો છો અને સાથે તમારો બેબી બમ્પ પણ દેખાતો નથી. આમાં તમારે તમારો પલ્લું આગળથી પાછળની તરફ નીકાળવાનો છે અને આની પાટલી પેટની બાજુની સાઇડ પર ખોસવાની હોય છે. લગભગ મોટાભાગની મહિલાઓ પ્રેગનન્સીના સમયમાં આ જ સ્ટાઇલ વધુ પસંદ કરે છે. આ સ્ટાઇલ એ મહિલાઓ માટે એકદમ બેસ્ટ છે જે પ્રેગનન્સી સમયે એમનું પેટ સંતાડવા માંગતી હોય. તમે ગુજરાતી સ્ટાઇલ સાડીને લાંબા બ્લાઉઝ કે પછી ડિઝાઇનર બ્લાઉઝ સાથે પણ પહેરી શકો છો, જે તમને ફેશનેબલ લૂક આપશે અને સાથે જ તમારી સુંદરતા વધારશે.
3.કૂર્ગી લૂક
કૂર્ગી સ્ટાઇલ તમારી સાડી ખભાની ઉપર પલ્લું સાથે છાતીની બરાબર ઉપરની તરફ શરીરને ચોટીને કમરની પાછળ રહે છે. આ બીજી બધી સાડી પહેરવાની સ્ટાઇલ કરતાં થોડીક અલગ છે, જેમાં સામેની તરફ પાટલી ખોસેલી હોય છે. કૂર્ગી સ્ટાઇલ સાડી તમને પૂરેપુરી રીતે પેટ છુપાવામાં મદદ કરશે, અને આમાં તમે જરા પણ અસહજ અનુભવશો નહીં. આ પણ ખૂબ આરામદાયક રીત છે સાડી પહેરવાની.
ટ્રાયલ કરો
જો તમે કોઈ ખાસ પ્રસંગ માટે સાડી પહેરાવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે એક દિવસ પહેલા જ સાડી પહેરીને ટ્રાયલ કરી લો. ઘરે સાડી પહેરીને દેખો કે તમે બેસવા-ઉઠવામાં વિચાર કે પછી ચાલવા-ફરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ તો નથી પડતી ને, જો તમને યોગ્ય લાગે કે પછી થોડી ફાવટ લાગે તો તમે સાડી પહેરવાનો વિચાર અવશ્ય કરજો.
વધુ વધુ વજન કે વર્કવાળી સાડી પસંદ ના કરો
વધુ વર્ક વાળી અને વધુ વજન વાળી સાડી પસંદ કરવી નહીં કારણ કે વધુ વજન વાળી સાડી પહેરવાથી ભારે ભારે ફિલ થશે જ્યારે વધુ વર્ક વાળી સાડીને કારણે ખંજવાળ આવી શકે છે તો વળી વર્ક ખૂંચ્યા કરે જેને કારણે અસહજ અનુભવાય છે. આના સિવાય પણ કડક અને ખુલ્લા ખુલ્લા રહેતા કપડાં પણ પસંદ કરશો નહીં.
કોટન, શિફોન કે જોર્જટ પસંદ કરો
ગર્ભાવસ્થા દરમિયાન જો તમે સાડી પહેરવાનું વિચારી રહ્યા છો તો તમે કોટન,જોર્જટ કે શિફોન જેવા હળવા અને મુલાયમ કપડાં પસંદ કરો. આ કપડાં પહેરવાથી આરામદાયક અને હળવાશ અનુભવાય છે અને સાથે આ કપડાં સરળતાથી પહેરી પણ શકાય છે. તમે પાતળી બોર્ડરવાળી સાડી કે પછી ફ્લાવર પ્રિન્ટવાળી પર પસંદ ઉતારો જે દેખાવે સિમ્પલ પણ ડિઝાઇનરલૂક આપશે અને તમને બેસવા-ઉઠવામાં પણ સરળતા રહેશે.
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More
બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More