મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) એકમાત્ર એવી ટીમ છે જેણે પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. વર્ષ 2020ની સિઝનમાં મુંબઈએ ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ (ડીસી)ને હરાવીને પાંચમું ટાઈટલ જીત્યું હતુ.
આ વખતે પણ રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ત્રણ ભારતના કેપ્ટન બન્યા હતા. ફુલ ટાઈમ કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી અજેય રહી છે. આવો જાણીએ રોહિત શર્માની લવસ્ટોરી વિશે.
રોહિત અને તેની પત્ની રિતિકા સજદેહની લવ સ્ટોરી કોઇ ફિલ્મની સ્ક્રિપ્ટથી કમ નથી. રિતિકા પહેલા રોહિતની મેનેજર હતી અને હવે તે તેની જીવનસાથી છે. છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ રોહિત અને રિતિકાએ સાથે મળીને જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો.
રોહિત શર્માએ રિતિકાને અનોખી રીતે પ્રપોઝ કરવાનું નક્કી કર્યું હતું. રોહિતે મુંબઈની બોરીવલી સ્પોર્ટ્સ ક્લબમાં રિતિકાને ઘૂંટણ પર બેસીને વીંટી પહેરાવી પ્રપોઝ કર્યું હતું. રિતિકા સજદેહ મહાન ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની રાખી બહેન પણ છે.
રોહિત અને રિતિકાની પહેલી મુલાકાત યુવરાજ દ્વારા ૨૦૦૮ માં એક બ્રાન્ડના શૂટિંગ દરમિયાન થઈ હતી. રિતિકા આ કાર્યક્રમનું સંચાલન કરી રહી હતી. આ પછી રોહિત અને રિતિકા વચ્ચે મુલાકાતોનો સિલસિલો શરુ થયો હતો, જે પછી ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થવા લાગી
રોહિત અને રિતિકા 13 ડિસેમ્બર, 2015ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. મુંબઈની તાજ લેન્ડ્સ હોટલમાં એક ભવ્ય સમારોહમાં લગ્નની વિધિ કરવામાં આવી હતી. જેમાં બોલીવૂડ અને ક્રિકેટ જગતની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્નના બે દિવસ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના સન્માનના અંબાણી પરિવારે પણ આ કપલ માટે ભવ્ય પાર્ટી આપી હતી.
લગ્નના ત્રણ વર્ષ બાદ 30 ડિસેમ્બર 2018ના રોજ રોહિત શર્માના ઘરે દીકરીનો જન્મ થયો હતો, જેનું નામ સમૈરા છે. પુત્રીના જન્મ સમયે રોહિત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીને કારણે મુંબઈમાં પત્ની સાથે ન હતો, પરંતુ પુત્રીના જન્મના સમાચાર મળતાં જ મેલબોર્નથી મુંબઈ જવા રવાના થઈ ગયો હતો.
એક સમયે રોહિત શર્માનું નામ ઇંગ્લેન્ડની સિંગર સોફિયા હયાત સાથે પણ જોડાયું હતું. સોફિયાના જણાવ્યા અનુસાર 2012માં રોહિત શર્મા સાથે રિલેશનશિપમાં હતી, જ્યારે રોહિતે લગ્ન નહોતા કર્યા. સોફિયાએ ખુલાસો કર્યો કે બંનેએ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. જોકે રોહિત શર્માએ આ સંબંધ અંગે ક્યારેય કશું કહ્યું નહોતું.
મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More
विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More
चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More
जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More
अमिताभ बच्चन को उनकी लंबी फिल्मोग्राफी और ऑन-स्क्रीन करिश्मा के लिए एक जीवित किंवदंती कहा… Read More
रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More