શનિની સાડાસાતીની પનોતીની અસર ઓછી કરવા કરો આ ઉપાય…

માત્ર એકવાર શનિપાતાળ ક્રિયા કરો અને સાડાસાતિની પનોતીની અસર દૂર કરો.

શનિ દેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. તે સંપૂર્ણ જગતના લોકોના પાપ-પુણ્યનો હિસાબ રાખે છે. જે લોકો પર શનિનિ સાડાસાતીની પનોતી હોય તે હંમેશા સંકટોથી ઘેરાયેલા રહે છે.

તેમનું કોઈ કામ સીધું પાર નથી પડતું. માટે આ પનોતીનો પ્રભાવ ઓછો કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં એક ઉપાય દર્શાવવામાં આવ્યો છે. જેને શનિ પાતાળ ક્રિયા કહેવામાં આવે છે.

આ વિધિ કરવાથી શનિની સાડાસાતીનો દોષ હળવો થાય છે. શનિશ્વરી અમાસ પહેલાં શનિની લોખંડની મૂર્તિનું નિર્માણ કરો અને કોઈને પણ કહ્યા વગર તેને ઘરે લઈ આવો.

હવે દર શનિવારે આ મૂર્તિની શ્રદ્ધાથી પૂજા કરવી અને નીચે જણાવેલા મંત્રનો પૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતાથી જાપ કરોઃ

ॐ શં ન દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે,

શંયોરભિ સ્ત્રવન્તુનઃ.

ત્યાર બાદ પંડિત પાસે દશાંશ હવન કરાવવો અને એવી જગ્યા પર ખાડો ખોદવો જ્યાંથી તમારે ક્યારેય પસાર થવાનું ન થાય. આ ખાડામાં શનિદેવની મૂર્તિને ઉંધી રાખવી એટલે કે શનિદેવનું માથુ જમીન તરફ રાખવું એટલે કે પાતાળ તરફ રાખવુ.

ત્યાર બાદ ખાડાને માટીથી પૂરી દેવો. ત્યાર બાદ શનિદેવની શ્રદ્ધાપૂર્વક આરાધના કરો. અહીં આ વિધી પૂર્ણ થાય છે. આમ કરવાથી સાડાસાતીની પનોતીની અસર નબળી થાય છે.

Recent Posts

આજ કા રાશિફળ 31 જુલાઈ: મહિનાનો આખરી દિવસ આ રાશિફળને સારો લાભ મળે છે, વાંચો દૈનિક રાશિફલ

મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More

4 weeks ago

આજનું રાશિફળ ૧૯ જુલાઈ: આ ચાર રાશિના જાતકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More

1 month ago

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

2 months ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

2 months ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

3 months ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

3 months ago