બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને એક્ટિંગની સ્કૂલ માનવામાં આવે છે. બિગ બીએ હિન્દી સિનેમાને વિશ્વ મંચ પર એક અલગ ઓળખ આપી છે. 1969માં પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ બાદથી તેમણે ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના રોલ કર્યા છે. બિગ બીએ સેંકડો ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પરંતુ, કેટલીક ફિલ્મોમાં તેણે સપોર્ટિંગ રોલ પણ કર્યા છે. પરંતુ, પોતાના શાનદાર અભિનયથી તેમણે સહાયક ભૂમિકાઓ પણ એટલી ગંભીરતાથી ભજવી કે તેમણે મુખ્ય પાત્રોને ઢાંકી દીધા. આ પાત્રો બિગ બીની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયા હતા. આવો જાણીએ તેમની આવી જ ફિલ્મો વિશે…
આનંદ (૧૯૭૧)
ઋષિકેશ મુખર્જીની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને રાજેશ ખન્ના સાથે સ્ક્રીન શૅર કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને ડો.ભાસ્કર બેનર્જીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં પોતાના રોલ માટે બિગ બીને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
નમક હરામ (૧૯૭૩)
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન રાજેશ ખન્ના સાથે દેખાયા હતા. બિગ બીનો રોલ ફેન્સને ખૂબ પસંદ આવ્યો હતો. આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને રઈસ મિલના માલિકના પુત્ર વિક્રમ મહારાજ ઉર્ફે વિક્કીનો રોલ કર્યો છે. ઋષિકેશ મુખર્જીની આ ફિલ્મે અમિતાભ બચ્ચનની કારકિર્દીને સાતમા આસમાને પહોંચાડી હતી.
મોહબ્બતેઈન (૨૦૦૦)
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક મજબૂત પિતા અને શિક્ષક તરીકે દેખાયા હતા. તેમણે નારાયણ શંકરનું પાત્ર ભજવ્યું હતું, જેમને તેમના સિદ્ધાંતો પર વિશ્વાસ છે. આ ફિલ્મે લોકોના દિલમાં એવું સ્થાન બનાવી લીધું કે લોકો આજે પણ તેને જોવાનું પસંદ કરે છે. અમિતાભ બચ્ચનને આ ફિલ્મમાં તેમના રોલ માટે બેસ્ટ પર્ફોમિંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મની વાર્તા ગુરુકુળ પર આધારિત હતી, જ્યાં શાહરુખ ખાન પોતાના પ્રેમની યાદમાં લોકોને પ્રેમ કરવાનું શીખવતો હતો. સાથે જ સિદ્ધાંતવાદી અમિતાભ બચ્ચન આ બધાની વિરુદ્ધમાં હતા. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચને અમિતાભ બચ્ચનની પુત્રીનો રોલ કર્યો હતો.
કભી ખુશી કભી ગમ (2001)
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક ચુસ્ત પતિ અને પિતાના પાત્રમાં દેખાયા હતા. જયા બચ્ચન પત્નીના રોલમાં દેખાયા તો શાહરુખ ખાન અને હૃતિક રોશન બિગ બીના દીકરાઓના રોલમાં જોવા મળ્યા હતા. યશવર્ધન રાયચંદ તરીકે એણે પુત્રને ઘરમાંથી કાઢી મૂકનારા પિતાનો રોલ કર્યો હતો. જેના આદેશનું પાલન આખો પરિવાર કરે છે.
આંખો (2001)
અક્ષય કુમાર, સુષ્મિતા સેન, અર્જુન રામપાલ, પરેશ રાવલ, આદિત્ય પંચોલીને ચમકાવતી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્ત્વના રોલમાં હતા. પોતાને થયેલા અપમાનનો બદલો લેવા ત્રણ અંધ લોકોની મદદથી પોતાની જ બૅન્ક લૂંટવાનો પ્રયાસ કરનારા બૅન્ક ઑફિસર વિજય સિંઘ રાજપૂતનો રોલ અમિતાભ બચ્ચને કર્યો હતો.
કુંભ 2025 માં બુધ ઉદય: ગ્રહ સમય સમય પર તેની રાશિ અને નક્ષત્રમાં ફેરફાર કરે… Read More
બોલિવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચન આ તેમના કાર કલેક્શનમાં કઈ લક્ઝરી કારનો સમાવેશ થાય… Read More
મેષઃ મેષ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા સાથે થશે.… Read More
ધનતેરસ 2024: હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે… Read More
દિવાળી પર જન્મેલા છોકરા કે છોકરીનું નામ: તહેવારોની મોસમ છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર /… Read More
ધનતેરસ 2024 તારીખ ખરીદીનો સમય પૂજાવિધિ શુભ મુહૂર્ત ધનતેરસ પર સોનાની ખરીદીનો સમય: હિન્દુ ધર્મમાં,… Read More