Svg%3E

જગતગુરુ આદિ શંકરાચાર્યએ માતાને માટે બદલ્યું હતું નદી વહેણ… વાંચો તેમના જીવન સાથે જોડાયેલી પાંચ રોચક કથાઓ… આદિ શંકરાચાર્યના જીવનમાં બનેલી ૫ એવી ઘટનાઓ જે આપણાં સૌ કોઈ માટે પ્રેરક કથા બની શકે…

હિંદુ ધર્મ સંસ્કૃતિમાં જેમનું નામ ભારત દેશમાં સર્વોચ્ચ સાથે છે તેવા જગતગુરુ કહેવાતા આદિ શંકરાચાર્યના જીવનની કેટલીક રસપ્રદ વાતો કરીએ. ત્યારે તેમના જીવનમાં બનેલી ઘટનાઓ વિશે વિચારશું તો નવાઈ લાગશે. આપણાં અનેક પ્રાચિન ગ્રંથોમાં તેમના નામ સાથે ઉલ્લેખ છે. કેદારનાથ બદ્રીનાથ ચારધામ યાત્રાના સ્થળોની સ્થાપના પાછળ તેમજ સનાતન ધર્મના પાયાના માર્ગમાં તેમણે રચેલ સિદ્ધાંતોને આજે પણ અનુસરવામાં આવે છે.

Svg%3E
image soucre

આવો તેમના જીવનના કેટલાક પ્રેરણાત્મક પ્રસંગો જોઈએ. સાત વર્ષની વયે, આદિ શંકરાચાર્ય, સંન્યાસી થયા હતા. કહેવાય છે કે તેમને માત્ર બે વર્ષની આયુથી તમામ વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત કંઠસ્થ કરી લીધું હતું. શંકરાચાર્ય એક એવા સંન્યાસી હતા, જેમણે તેમના જીવનમાં સંસાર ત્યાગ કર્યા પછી પણ તેમની માતાના અગ્ની સંસ્કાર કર્યા હતા. આવો, આજે આપણે જેટલાક એવા પ્રસંગો જાણીએ કે જે આદિ શંકરાચાર્યના જીવનની કેટલીક રસપ્રદ કથાઓ જાણીએ. જે આપણને પણ જીવનમાં ઉતારવા જેવા બોધ સમાન રહેશે…

માતા માટે બદલ્યું હતું નદીનું વહેણ…

Svg%3E
image soucre

આદિ શંકરાચાર્યની પ્રખર માતૃ ભક્તિથી સૌ કોઈ પરિચિત છે. તેમણે એક વાર નદીનું વહેણ તેમના ગામ તરફ વહેતું કરી મૂક્યું હતું. એક પૌરાણિક કથા અનુસાર શંકરાચાર્યના માતાને સ્નાન કરવા માટે દરરોજ ચાલીને પૂર્ણા નદી સુધી જવું પડતું હતું. માતાને કસ્ટ ન પડે તે માટે તેમણે આખી નદીનું વહેણ બદલી લીધું અને તેમના ગામ કાલડી તરફ તેને વહેતી કરી મૂકી હતી.

ગરીબ બ્રાહ્મણના ઘરમાં થઈ સોનાના આંબળાંની વર્ષા…

આદિ શંકરાચાર્ય બાલ્ય અવસ્થાથી જ જગ્યાએ જગ્યાએ જઈને ભીક્ષા માંગતા હતા. તેઓ બાલ સંન્યાસી હતા. એક વખત તેઓ એક ગામમાં ભટકતા એક ગરીબના ઝૂંપડાં પાસે આવીને ભીક્ષા માંગી. ઝૂંપડાંમાંથી એક સ્ત્રીએ આવીને બાલ સંન્યાસીને એક આંબળાંનું ફળ ધર્યું અને કહ્યું કે હું બહુ ગરીબ છું. અમારી પાસે અનાજ – પાણી કંઈ જ નથી અમે ખૂબ જ ગરીબ છીએ. આટલું કહેતાં તેમની આંખોમાં આંસુ આવી ગયાં. શંકરાચાર્યજીને તે ગરીબ સ્ત્રી પર દયા આવી ગઈ અને તેમણે માતા લક્ષ્મીને પ્રાર્થના કરી કે તેમના પર કૃપા કરો… માતા લક્ષ્મી પ્રાર્થનાથી પ્રસન્ન થયાં અને તેમના ઝૂંપડાં પર સોનાના આંબળાંની વર્ષા કરી…

વચન બન્યું પરંપરા

શિવજીના અંશ એવા આદિ શંકરાચાર્યના જીવનની જ્ઞાન-સફર જાણો – News18 Gujarati
image soucre

શંકરાચાર્યજીએતેમના સન્યાસી બન્યા એ સમય પહેલાં તેમના માતાને વચન આપ્યું હતું કે તેઓ તેમના જીવનના અંતિમ ક્ષણ સુધી તેમની સાથે રહેશે અને તેમને અગ્ની દાહ પણ આપશે. જ્યારે શંકરાચાર્ય પોતાની માતાને તેમના વચન પૂરા કરવા માટે તેમના માતાના છેલ્લા સમયે તેમની સ્મશાનયાત્રા સમયે તેમના ગામ પહોંચ્યા ત્યારે લોકોએ તેમનો વિરોધ કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે સાધુઓ કોઈની અંતિમવિધિ કરી શકતા નથી.

લોકોની આ દલીલ પર, શંકરાચાર્યજીએ જવાબ આપ્યો કે જ્યારે તેણે પોતાની માતાને વચન આપ્યું હતું ત્યારે તેઓ સંન્યાસી નહોતા. તેમણે માતાના અગ્ની સંસ્કાર તેમના પિતાના ઘરની સામે ચિતા ગોઠવી અને તેમના માતાની અંતિમ ક્રિયા કરી હતી. તે પછી, કેરળના કલ્લાડી ગામમાં, આજે પણ તે ઘરની આગળ સ્મશાન ક્રિયા કરવાની પરંપરા બની ગઈ છે.

૧૬ દિવસ સુધી ચાલેલા શાસ્ત્રાર્થમાં તેઓ વિજયી થયા હતા

એક વખત શંકરાચાર્યજી યાત્રા કરતા બિહારના મિથિલા પ્રદેશમાં પહોંચી ગયા. અહીં તેમણે મદન મિશ્રા સાથે લગભગ સોળ દિવસ સુધી શાસ્ત્રાર્થ કાર્ય કર્યું હતું. આ શ્લોક શાસ્ત્રાર્થમાં, નિર્ણાયક તરીકે મિશ્રાજીના ધર્મપત્ની ભારતીજીને નક્કી કરવામાં આવ્યાં હતાં. એવું કહેવામાં આવે છે કે આ ધર્મગ્રંથોના જ્ઞાનનો ચુકાદો આપવાની ઘડિએ પહોંચ્યાં ત્યારે, અચાનક દેવી ભારતીને કોઈ અગત્યના કામમાંથી બહાર જવું પડ્યું.

શિવજીના અંશ એવા આદિ શંકરાચાર્યના જીવનની જ્ઞાન-સફર જાણો – News18 Gujarati
image soucre

પરંતુ જેમ તેઓએ જતાં પહેલાં આ બંને,વિદ્વાનોને એક એક ફૂલની માળા પહેરવા દીધી. તેઓએ કહ્યું, ‘આ બંને માળાઓ મારી ગેરહાજરીમાં તમારી હાર અને જીત અંગે નિર્ણય કરશે.’ જ્યારે લાંબા સમયથી દેવી ભારતી પરત ફર્યા ત્યારે તેમણે શંકરાચાર્યજીને તેમનો નિર્ણય જાહેર કરીને વિજયી જાહેર કર્યા. દેવી ભારતીના આ નિર્ણયથી, બધા આશ્ચર્યચકિત લોકોએ તેને આ કરવા પાછળનું કારણ પૂછ્યું.

દેવી ભારતીએ સ્પષ્ટ જવાબ આપ્યો અને કહ્યું, “જ્યારે એક વ્યક્તિ પોતાના મનમાં અસ્વસ્થતા અથવા ગુસ્સો અનુભવે ત્યારે તે લાગણીને છુપાવી શકતાં નથી. જ્યારે હું પાછો ફરી ત્યારે મેં નોંધ્યું કે મારા પતિ તેમના ગુસ્સાને કારણે તેમના ગળામાં રહેલી ફોલોની માળા સૂકાઈ ગઈ હતી. અને જ્યારે શંકરાચાર્યજીની ગરદનમાં રહેલી ફૂલની માળા હજુ પણ પહેલાંની જેમ તાજા રહી હતી. તેથી જ મેં શંકરાચાર્યજીને વિજયી ઘોષિત કર્યા, મારો નિર્ણય જરા પણ ખોટો નથી.

શંકરાચાર્ય કેમ કહેવાયા?

તેમના માતા – પિતાએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી શંકરનું આકરું તપ કર્યું હતું. તેમના જન્મ બાદ તેમનું નામ શંકર હતું. બાળ શંકર ખૂબ જ વિદ્વાન અને તેજસ્વી હતા. તેમને વેદો પૂરાણોનું જ્ઞાન સાવ બે વર્ષની ઉંમરથી લાદ્યું હતું અને સાત વર્ષની આયુમાં તેમણે સન્યાસ લીધો. તેમ છતાં માતાના અંતિમ સંસ્કાર તેમની અંતિમ ઇચ્છા અનુસાર તેમણે સન્યાસી હોવા છતાં લોકોના વિરોધને સહન કરીને પણ અગ્નીદાહ આપ્યો હતો. સમય જતાં તેમની તેજ અને પ્રતાપ જગ વિખ્યાત થતું ગયું અને બાળ શંકર, જગત ગુરુ શંકરાચાર્ય કહેવાયા.

નાની ઉંમરે વેદનું પરમ જ્ઞાન મેળવ્યું

આદિ શંકરાચાર્યના જીવનમાં ઘટેલી ૫ એવી ઘટનાઓ જે આપણાં સૌ કોઈ માટે પ્રેરક કથા બની શકે…
image soucre

શંકરાચાર્યએ તેમના બાળપણમાં વેદનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે માત્ર ૧૬ વર્ષની વયે ૧૦૦થી વધુ ગ્રંથો લખ્યા. તેમણે માતાની આજ્ઞા લઈને સાત વર્ષની ઉમરમાં સન્યાસ ગ્રહણ કર્યું. ૩૨ વર્ષની વયે, તેમનું કેદારનાથ ધામમાં દેહાંત થયું. આદિ શંકરાચાર્યે હિન્દુ ધર્મના પ્રસાર – પ્રચાર ફેલાવવા માટે દેશના ચાર ખૂણામાં ચાર મઠોની સ્થાપના કરી. આ ચાર મઠ આજે શંકરાચાર્ય પીઠના નામથી ઓળખાય છે.

Like

Like this:

Like Loading...
Svg%3E

By Gujju