હિન્દૂ ધર્મમાં બધા જ શુભ કાર્યમાં શ્રીફળનો ઉપયોગ કરવામાં આવે છે. ગૃહ પ્રવેશ હોય, લગ્ન હોય કે પછી અન્ય શુભ કાર્યોમાં કળશ પર શ્રીફળ રાખવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરતાં પહેલાં શ્રીફળ વધેરવામાં આવે છે.
શ્રીફળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે શ્રીફળ ખૂબ જ ઊંચાઈ પર થતા હોવાના લીધે અને એની ઉપરનું પડ ખૂબ જ સખત હોવાના કારણે આ ફળને કોઈ પશુ કે પક્ષી એઠું નથી કરી શકતું. એટલે એનો ઉપયોગ પૂજા અનુષ્ઠાનમાં કરવામાં આવે છે.
તમે એ વાત પર ધ્યાન આપ્યું હશે કે શ્રીફળ ફક્ત પુરુષો જ વધેરે છે, સ્ત્રીઓને શ્રીફળ વધેરવાની ના પાડવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે સ્ત્રીઓ કેમ શ્રીફળ નથી વધેરતી? તો ચાલો જાણી લઈએ.
આ કારણસર સ્ત્રીઓ નથી વધેરતી શ્રીફળ.
શ્રીફળ વધેરવું એ બલીનું પ્રતીક માનવામાં આવે છે. અને પરંપરાગત રીતે શ્રીફળને નવી સૃષ્ટિના સર્જનનું બીજ માનવામાં આવે છે અને એને પ્રજનન સાથે જોડીને જોવામાં આવે છે. સ્ત્રીઓને જ ઈશ્વરે સંતાનને જન્મ આપવાની શક્તિ આપી છે એટલે સ્ત્રીઓને ઉત્પતિના કારક માનવામાં આવે છે, આ જ કારણ છે કે સ્ત્રીઓ શ્રીફળ નથી વધેરી શકતી. જાણો કેમ વધેરવામાં આવે છે શ્રીફળ.
નવા કાર્યની શરૂઆત કરતા પહેલા શ્રીફળ વધેરવા પાછળ આવી છે માન્યતા.
હિન્દૂ ધર્મમાં જ્યારે કોઈ નવું વાહન ખરીદે છે કે વેપાર વગેરે શરૂ કરે છે તો શ્રીફળ વધેરવામાં આવે છે. એ પાછળ તર્ક છે કે શ્રીફળની અંદરનું પાણી ખૂબ જ પવિત્ર હોય છે.
જ્યારે આપણે શ્રીફળ વધેરીએ છીએ તો એનું પાણી ચારે બાજુ વિખરાઈ જાય છે, જેનાથી બધી જ નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે. એ સિવાય વિશેષ મનોકામના પૂર્તિ માટે પણ મંદિરમાં શ્રીફળ વધેરવામાં આવે છે.
શ્રીફળનું મહત્વ.
પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો તો એ એમની સાથે ત્રણ વસ્તુઓ- લક્ષ્મી, શ્રીફળનું વૃક્ષ અને કામધેનુ લઈને આવ્યા હતા. આ ત્રણેય વસ્તુઓને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે.
શ્રીફળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓનો વાસ માનવામાં આવે છે. શ્રીફળ પર રહેલા ત્રણ ટપકા ભગવાન શિવના ત્રણ નેત્રોનું પ્રતીક માનવામાં આવે છે. શ્રીફળમાં શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી. એટલે શ્રીફળ માતા લક્ષ્મીને પ્રિય હોય છે. દેવતાઓને પણ શ્રીફળ અર્પિત કરવાથી ધનની સમસ્યા નથી રહેતી.
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More
ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More