હિંદુ ધર્મ માટે સૌથી પવિત્ર દિવસ ગીતા જયંતી છે. માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ જ શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. એટલે આ પર્વ 14 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવશે. મહાભારત યુદ્ધ સમયે અર્જુનની સામે તેના પરિવારના લોકો હતાં. એટલે તેમના વિરૂદ્ધ અર્જુન શસ્ત્ર ઉઠાવવા માટે તૈયાર હતા નહીં. જેથી શ્રીકૃષ્ણએ અર્જુનને ધર્મ અને કર્મને સમજાવતા ઉપદેશ આપ્યો હતો. તે જ્ઞાનને જ ગીતા કહેવામાં આવે છે.
ગીતાનું બીજું નામ ગીતોપનિષદ
ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. ગીતાનું બીજું નામ ગીતોપનિષદ છે. ગીતા જંયતીના દિવસે ગીતાને વાંચવી કે સાંભળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગીતાના ઉપદેશોને આત્મસાત કરવાથી જીવનમાં સફળતાનો માર્ગ મળે છે અને બધી શંકાઓનો નાશ થાય છે. શ્રીમદભાગવત ગીતામાં બધી પરેશાનીઓનો ઉકેલ જણાવવામાં આવે છે. માત્ર અર્જુને જ નહીં, બર્બરીક, હનુમાનજી અને સંજયે પણ ભગવાન શ્રીકૃષ્ણ પાસથી ગીતાનો ઉપદેશ સાંભળ્યો હતો.
ગીતા કેમ જરૂરી છે
શ્રીમદભાગવત ગીતાનો પાઠ કરવાથી યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસિત થાય છે.
કોઈપણ વ્યક્તિ પાસે જો આ પવિત્ર ગ્રંથ ન હોય તો ગીતા જયંતીના દિવસે શ્રીમદભાગવત ગીતાને ઘરે લાવવું શુભ મનાય છે.