ઘણીવાર કામ કરતા કરતા સ્માર્ટફોન પાણીમાં પડી જાય છે, તો ક્યારેક વરસાદના પાણીમાં પલળી જાય છે. હજી પણ માર્કેટમાં અનેક સ્માર્ટફોન એવા હોય છે, જે વોટરપ્રુફ નથી હોતા અને પલળી જવા પર ખરાબ થઈ જાય છે. જો તમારો સ્માર્ટફોન પાણીમાં પલળે તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. સૌથી પહેલા તો સમજી લેવું કે મોબાઈલ પલળી જવા પર તમારે શું કરવું અને શું ન કરવું.
આવું ક્યારેય ન કરવું
– જો તમારો ફોન પાણીમાં પડી જાય છે તો ક્યારેય ખોટું ન બોલો. ફોન ખરીદતા સમયે કંપની દ્વારા આપવામાં આવેલા પેપર્સને ધ્યાનથી વાંચો કે તેમાં કઈ કઈ સ્થિતિમાં સર્વિસ આપવાની સુવિધા આપવામાં આવી છે. અનેકવાર પાણીમાં પડવાથી પણ સર્વિસ આપવાની સુવિધા અપાય છે. આવામાં તમે આસાનીથી સર્વિસ કરાવી શકો છો. ક્યારેય ખોટુ બોલીને સર્વિસ ન કરાવો. નહિ તો ફોન બરાબર રિપેર નહિ થાય.
– ફોન પલળી જાય તો તેને ક્યારેય હેરડ્રાયરથી ન સૂકાવો. આવું કરવાથી તેની અંદરના ઈલેક્ટ્રીક પાર્ટસ બળી જાય છે અને તેને નુકશાન પહોંચી શકે છે.
– અનેકવાર લોકો ફોનને ઓવનમાં રાખે છે, જે બહુ જ ખોટું છે. તેનાથી ફોનને વધુ નુકશાન પહોંચશે અને કંઈક બીજી ઘટનાઓ પણ બની શકે છે.
– ફોન પલળી જાય તો ક્યારેય ચાર્જ ન કરો. આવું કરવાથી શોર્ટ સર્કિટનો ખતરો વધી જાય છે. અનેકવાર મોટી દુર્ઘટના પણ બની શકે છે. આ ઉપરાંત ફોન કે લેપટોપ કે કોઈ અન્ય ડિવાઈસથી પણ તેને કનેક્ટ ન કરો.
જરૂર કરો આ કામ
– જેવો તમારો ફોન પાણીમાં પડે કે તેના પર પાણી પડે તો તેને ન ચલાવતા નહિ. તરત જ તેને સ્વિચ ઓફ કરી દો. તેનાથી ફોનમાં થતી પ્રક્રિયા સ્ટોપ થઈ જશે અને તે ખરાબ થતા બચી જશે.
– ફોન પલળ્યા બાદ તેમાંથી સીમ અને મેમરી કાર્ડ કાઢીને રાખી લો. આનાથી તેમાં નરમાશ નહિ આવે.
– ફોન પલળ્યા બાદ તેને ટિસ્યુથી લૂછી અને પછી હલાવો. આનાથી તેની અંદર જે પાણી ભરાયું હશે તે નીકળી જશે અને તમે પાણીને ફરીથી લૂછી શકો છો. આવું કરવાથી ફોન સારો તો નહિ થાય, પરંતુ તે પાણી ભરાવાને કારણે વધુ ખરાબ પણ નહિ થાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ગુજ્જુની ધમાલ
મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More
ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More